iPhone 14 launch, the phone
- Apple Event માં કંપની iPhone 14 સિરીઝ લોન્ચ કરી દીધી છે. આ દરમિયાન એપલ વોચ અને નવા AirPods પણ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ નવી પ્રોડક્ટસમાં આધુનિક ફીચર્સ આપ્યા છે.
વિશ્વની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન-14 (iPhone-14), એપલ વોચ 8 અને એરપોડ્સને લોન્ચ કરી લીધા છે. એપલ-14માં જૂની ડિઝાઇન અને પ્રોસેસર જોવા મળશે. પરંતુ કંપનીનો આઈફોન-14 5જી હશે. તો આઈફોનમાં સિમ કાર્ડ (Sim card) સ્લોટ હશે નહીં. કંપનીએ આઈફોનમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યાં છે.
આઈફોન 14ની કિંમત :
એપલ ઈવેન્ટમાં આઈફોન 14ની કિંમત 799 ડોલર (ભારતમાં લગભગ 63 હજાર) તો આઈફોન 14 પ્રોની કિંમત 899 ડોલર છે.
સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે :
સેટેલાઇટ ફીચર અમેરિકા અને કેનેડા માટે છે, ભારતમાં આ ફીચર મળશે નહીં. નવેમ્બરથી આ ફીચર અમેરિકા અને કેનેડામાં મળશે. બે વર્ષ સુધી ફ્રી રહેશે, ત્યારબાદ પૈસા ચુકવવા પડશે.
iPhone 14 માં મળશે સેટેલાઇટ ફીચર :
જે જગ્યાઓ પર સેલ્યૂલર ટાવર નથી ત્યાં ફોનનું આ ફીચર કામ આવશે. તેને ખાસ કરીને રિમોટ એરિયા અને ઇમરજન્સી સિચુએશન માટે લાવવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ સિમ કાર્ડ વગર સેટેલાઇટથી કોલિંગ કરી શકાશે.
iPhone 14 માં નહીં મળે સિમ કાર્ડ સ્લોટ :
આ વખતે કંપનીએ iPhone 14 ની સાથે સિમ કાર્ડ સ્લોટ હટાવી લીધું છે. પરંતુ આ અમેરિકા માટે હશે, ભારતીય મોડલ્સમાં સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવી શકે છે. આઈફોન 14 માત્ર ઈ સિમ પર કામ કરશે.
જૂની ડિઝાઇન, જૂનું પ્રોસેસર, પરંતુ નામ નવું : iPhone 14
જૂની ડિઝાઇન અને જૂના પ્રોસેસરની સાથે એપલે iPhone 14 લોન્ચ કર્યો છે. ટ્વિટર પર મીમ્સ શરૂ થઈ ગયા છે. ઘણા લોકો ટિમ કુકને મિસ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે હવે એપલમાં ઇનોવેશન રહ્યું નથી. કારણ કે ઘણા વર્ષથી કંપની એક ડિઝાઇનના ફોન લોન્ચ કરી રહી છે.
iPhone 14માં જૂનું પ્રોસેસર :
iPhone 14 માં A15 Bionic ચિપસેટ આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર આઈફોન 13માં પણ આપવામાં આવતું હતું, પરંતુ કંપનીનું કહેવું છે કે આ પ્રોસેસરમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો છે.
આ પણ વાંચો :-
- પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું, શું ભારત એશિયા કપમાંથી થયું બહાર ?
- ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક : મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી ફરતો રહ્યો શખ્સ