Home Blog Page 1320

પતિને હતો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, પત્નીને જાણ થતા જ રાજીખુશીથી બંનેના લગ્ન કરાવી દીધા, ઘરમાં રહેવાની પણ આપી મંજૂરી

0

The husband was in love with a transgender

  • ઓરિસ્સામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડીની છે.

ઓરિસ્સામાં (Orissa) એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. અહીં એક પરણિત વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર (Transgender) સાથે લગ્ન કર્યા અને તેના માટે તેની પત્નીએ જ તેને પરવાનગી આપી. આ ઘટના ઓરિસ્સાના (Orissa) કાલાહાંડીની છે. અહીં પત્નીએ પતિને ટ્રાન્સજેન્ડર (Transgender) સાથે પ્રેમ હોવાની વાતનો ખુલાસો થયા પછી લગ્ન તો કરવાની પરવાનગી આપી સાથે-સાથે, તેને ઘરમાં રહેવાની મંજૂરી આપીને મોટું મન કઈ રીતે રાખી શકાય તેનું પણ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

હિન્દુ લગ્નમાં પ્રથમ પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્નની લીગલ માન્યતા નથી :

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, પત્નીની પરવાનગી મળ્યા પછી ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરનાર 32 વર્ષીય શખ્સ બે વર્ષના પુત્રનો પિતા છે. તે છેલ્લા એક વર્ષથી ટ્રાન્સજેન્ડર સાથે અફેરમાં હતો. જ્યારે પત્નીને આ વાતની ખબર પડી તો તેણે રાજીખુશીથી બંનેને લગ્ન કરીને સાથે રહેવાની પરવાનગી પણ આપી દીધી છે. જોકે હિન્દુ લગ્નમાં પ્રથમ પત્ની હોય ત્યાં સુધી બીજા લગ્નની લીગલ માન્યતા નથી.

સમુદ્ધ લગ્ન જીવન માટે પ્રાર્થના :

નારલાના એક મંદિરમાં ટ્રાન્સ-કમ્યુનિટીના ઘણા સભ્યોની હાજરીમાં આ લગ્ન થયા હતા. સેબકારી કિન્નર મહાસંધના અધ્યક્ષ કામિનીએ બંનેના લગ્નનું આયોજન કરવાનું બીડું ઝડપ્યું હતું. અહીં તે વ્યક્તિની પત્ની પણ હાજર હતી અને તેની નજર સામે જ આ લગ્ન કરવામાં આવ્યા હતા. મહાસંધ કામિનીએ જણાવ્યું કે અમે બધા બંનેના લગ્નથી ખુશ છીએ અને તેમના સમુદ્ધ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ.

હિન્દુમાં છૂટાછેડા સિવાયના બીજા લગ્ન ગેરકાયદેસર :

તેમણે એ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હિન્દુ લગ્નમાં જ્યાં સુધી પ્રથમ પત્ની પાસેથી કાયદાકીય રીતે ડિવોર્સ લેતો નથી ત્યાં સુધી બીજા લગ્નને લીગલ ગણવામાં આવતા નથી. તેમણે કહ્યું કે આ બંનેની મરજી અને સહમતિ હતી અને તેમાં શખ્સની પત્નીની પણ પરવાનગી હતી.

ટ્રાન્સજેન્ડર સમુદાયે તેમને વિચારવા માટે સમય આપ્યો હતો. અમે પોલીસ સ્ટેશનમાં પણ ગયા અને લેખિતમાં માહિતી આપી હતી. જોકે તેમણે કહ્યું કે આ મામલામાં તેમને કોઈ જ લેવાદેવા નથી. જોકે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે જો કોઈ વ્યક્તિ તરફથી તેમને ફરિયાદ મળશે તો તે કાયદાકીય કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

‘I will not watch cricket’, Congress Muslim

  • કિશનગંજના બહાદુરગંજથી ધારાસભ્ય રહેલા તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ કે હું ત્યાં સુધી ક્રિકેટ નહીં જોઉં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થઈ જાય.

ટી20 વિશ્વકપમાં (T20 World Cup) ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે (Former MLA Tauseef Alame) અલગ એંગલ આપ્યો છે. તેમણે પસંદગીકારો પર નારાજગી વ્યક્ત કરતી ટીમની પસંદગીને લઈને સવાલ ઉઠાવ્યા છે.

તૌસીફ આલમે ફેસબુક પર લખ્યુ છે કે હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય. તેમણે લખ્યું કે સોમવારે ટી20 વિશ્વકપ માટે ઈમ ઈન્ડિયાની પસંદગી થઈ. પસંદગીકારોના નિર્ણયથી હું હેરાન છું. તે આગળ લખે છે કે શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું.

તેમણે ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે, ક્રિકેટની દુનિયામાં હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં, જ્યાં સુધી ઈન્ડિયન ટીમમાં નિષ્પક્ષ સિલેક્શન ન થઈ જાય. આજે ટી20 વિશ્વકપના પસંદગીકારોથી હેરાન છું. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવા આશ્ચર્ય લાગ્યું. આ ફેસબુક પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

પોસ્ટની કોમેન્ટમાં ઘણા લોકો નેતાનું સમર્થન કરી રહ્યાં છે. આ પહેલા તેમણે સ્વર કોકિલા ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું- લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા. આ પોસ્ટ પર પણ ખુબ વિવાદ થયો હતો.

Tauseef Alam

તેમણે એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યુ કે, ખોટી પસંદગી થઈ છે. શમી, સિરાજ અને ખલીલની સાથે ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા હોવા જોઈતા હતા. આપણે લોકોને એશિયા કપમાં જે હાર મળી, તેમાંથી શીખવાનું હતું. કારણ કે ટી20 વિશ્વકપ છે અને ભારતની લડાઈ દુનિયા સામે છે. જો ભારતીય ટીમ હારે તો આપણે પણ હારીએ છીએ. અમને લાગ્યું કે ખોટું સિલેક્શન થયું, તેના પર વિચાર થવો જોઈએ.

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ :

ઉલ્લેખનીય છે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતે ટીમ જાહેર કરી દીધી છે. ટી20 વિશ્વકપ માટે ટીમ આ પ્રકારે છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ. રિઝર્વ ખેલાડીઓ- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતી વખતે શોરૂમમાં આગ લાગતાં 6ના મોત

0

6 killed in fire in showroom

  • તેલંગાણાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. 

તેલંગાણાની (Telangana) રાજધાની હૈદરાબાદની (Hyderabad) નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની (Fire Brigade) બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે. બાકીના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

હૈદરાબાદના નોર્થ ઝોનની ઉપર ડીએસપીએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી છે. શોરૂમની ઉપર લોજ છે, જેમાં ઘણા લોકો ફંસાયા હતા. અપર ડીએસપીના જણાવ્યા મુજબ, હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

તામિલનાડુમાં પણ બની હતી આવી ઘટના :

આ પહેલા એપ્રિલ મહીનામાં પણ તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. અહીં પોરુર-કુંદરા સ્થિત શોરૂમમાં એક કસ્ટમરે તેની ઈ-બાઈકની બેટરીને ચાર્જિંગ માટે મુકી હતી. એટલામાં જ થોડીવાર જ આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 5 નવા ઈલેક્ટ્રિક સ્કુટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઈલેકટ્રિક સ્કુટર સળગી ગયા હતા.

બળીને રાખ થઈ ગયો હતો આખો શોરૂમ :

આગ લાગ્યા પછી શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના પછી વિસ્તારમાં લોકો મોટા પ્રમાણમાં ટોળે વળ્યા હતા. તેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસની મદદથી ભીડને હટાવવામાં આવી હતી.

જોકે તમિલનાડુની આ ઘટનામાં કોઈ માણસને નુકસાન થયું નહોતું. સ્થાનિક લોકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. જોકે તે પહેલા જ શોરૂમ સળગીને રાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

આતુરતાનો અંત આવ્યો ! મળી ગયા નવા મહેતા સાહેબ, આ એક્ટર બનશે હવે જેઠાલાલના ફાયરબ્રિગેડ

End of eagerness! New Mehta sahib has

  • છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.

ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે.

થોડા દિવસ પહેલા જ શોમાં તારક મેહતાનું પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા એ શો છોડી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.

આ એક્ટર બનશે જેઠાલાલના ફાયરબ્રિગેડ :

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો લાંબા સમયથી તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે શોના મુખ્ય કલાકાર શૈલેષ લોઢાએ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. એ પછી ચાહકોને આશા હતી કે મેકર્સ શૈલેષ લોઢા શોમાં પાછા લાવશે પણ હવે શૈલેષ લોઢાના કમબેકના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

Sachin Shroff on his role in 'Ghum Hai Kisikey Pyaar Meiin' - Times of India

મળતી જાણકારી અનુસાર ટીવી એક્ટર સચિન શ્રોફ હવે તારક મહેતા શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ દેખાશે. જણાવી દઈએ કે સચિને તારક મહેતાના શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે આ કોઈ અફવા નથી, શોમાં સચિન શ્રોફની એન્ટ્રીની પુષ્ટિ નિર્માતા અસિત મોદીએ કરી છે.

નવા તારક મહેતા માટે શું બોલ્યા અસિત મોદી ? 

અસિત મોદીએ આ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘અમે શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન હવે તારક મહેતાની ભૂમિકા નિભાવશે અને સચિને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ સાથે અમે ઘણી કોશિશ કરી કે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી આવે પણ તેને શો છોડી દીધો. હવે આ બધી વાતોમાં દર્શકોને રોકીને ન રાખી શકાય. મારે તેના માટે શોમાં કોઈને લાવવું જ પડે.’

આગળ એમને કહ્યું હતું કે, ‘ ભગવાનને પ્રાર્થના છે કે સચિનને​દર્શકો તરફથી એવો જ પ્રેમ મળે જેટલો શોને છેલ્લા 15 વર્ષમાં મળ્યો છે. શોમાં આવા ઉતાર-ચઢાવ આવતા જ રહેશે પણ અંતમાં મારા દર્શકો મારી પ્રાથમિકતા છે. હું તેમને નિરાશ કરવા માંગતો નથી. અમારી પાસે સારા લેખકો અને દિગ્દર્શનની ટીમ છે અને હવે સચિન તારક મહેતાનો રોલમાં દેખાશે.’

આ પણ વાંચો :-

નવી ચણિયાચોળી ખરીદવાના હોય તો આ વાંચી લેજો, કારણ કે નવરાત્રિના નોરતા બગાડશે ચોમાસું

0

Read this if you want to buy a new

  • ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.

હાલ ભાદરવામાં (Bhadrawa) વરસાદ મહેમાન બનીને ત્રાટકી પડ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે. તો અમદાવાદ (Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભાદરવો ભલે ભરપૂર વરસે પણ નવરાત્રિમાં (Navratri) વરસાદ ન આવે તેવું દરેક ગુજરાતી ઈચ્છે છે.

પરંતુ આ વર્ષે પણ ખેલૈયાઓના મનની મુરાદ પૂરી નહિ થાય. કારણ કે, નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે પણ નવરાત્રિમાં ઘરે જ બેસવુ પડશે.

બે વર્ષના કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રિ સારી જશે તેવી આશા છે. બે વર્ષ કોરોનાએ લોકોને નવરાત્રિમાં પણ ઘરમાં પૂરી રાખ્યા ત્યારે હવે આ વર્ષે માંડ નવરાત્રિ માણવાનો અવસર આવ્યો છે. પરંતું આવામાં વરસાદ કાળ બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું નવરાત્રિ બગાડશે. આ નવરાત્રિએ વરસાદ વિધ્ન બની શકે છે.

ગુજરાતમાંથી ચોમાસું હજી ગયું નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રિ બેસવાની છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડુ બેસ્યું છે, તેથી ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ શકે છે. આવામા નવરાત્રિના નોરતાઓમાં વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.

આ પણ વાંચો :-

 

સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું કરનાર વધુ એક આરોપીની કરાઈ ધરપકડ

One more accused was arrested

  • થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ગુજરાતની ઔદ્યોગિક રાજધાની (industrial capital) ગણાતા સુરત શહેરમાં કાપડના વેપારીઓ ભરોસા પર પોતાનો ધંધો કરે છે. જોકે, તેના જ કારણે કાપડ માર્કેટમાં (cloth market) ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે.

થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં (Global Textile Market) ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી ગુનો આચરી દુબઈ ભાગી ગયો હતો.

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ 10 જેટલા ભાગીદારોએ 21 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા.

આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સને રૂપિયા ચૂકવતા ન હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે જે હાલ દુબઈમાં છે.

જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેન વાલા, દીક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિત ની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે. આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો.

તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે. પોલીસના હાથે પકડાયેલ આરોપી રવિરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી અનસ સાથે દુબઈ ભાગી ગયો હતો અને દુબઈ ખાતે આવેલ અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. જો કે બંને પૈકી રવિરાજસિંહના વિઝા પુરા થવાના હોવાથી તે ભારત પરત આવી ગયો હતો.

ભારત આવ્યા બાદ તે રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાયો હતો. ત્યારબાદ પોતાના ગામ વાવ ખાતે ખેતરોમાં તેમજ ઘરે સંતાઈને રહેતો હતો. જે અંગેની બાતમી સુરત ઇકો સેલ ની ટીમને મળતા તેને તેના મૂળ ગામ ભાવનગરના વાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી સુરત પોલીસે 4 કરોડ 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

જ્યારે રવિરાજસિંહ ગોહિલ પકડાયો છે ત્યારે તેની પૂછપરછ કરીને તેની પાસેથી પણ મુદ્દા માલિક કવર કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે. સુરત શહેરના કુલ 100 થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરવાના ગુનામાં રવિરાજસિંહ સહિત પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.

જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાંનો મુખ્ય આરોપી અનસ મોતીયાણી દુબઈમાં બેઠો હોવાથી પોલીસ દ્વારા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

13 સપ્ટેમ્બર આ રાશિના જે લોકો નોકરીની શોધમાં છે તેમને સફળતા મળી શકે છે. જાણો 12 રાશિ વિશે…

September 13 Gujarat Guardian

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ :
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શકયતા, અપચન, પેટની તકલીફ રહે.

મિથુન :
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક :
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં ‌પ્રગતિ.

સિંહ :
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા :
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા :
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણે ના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજ સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક :
મોજ શોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન :
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર :
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ ચે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ :
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન :
ઉદારતા તથા અન્ય ને મદદ કરી શકવાને કારણે મન માં શાંતિ રહે તથા યશ, પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે…

0

Torrential rain in Ahmedabad

  • અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો.

ગુજરાતમાં (Gujarat) ભાદરવાના વાદળો બંધાયા છે. ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો હાલ અમદાવાદમાં (Ahmedabad) સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો છે. આગામી ત્રણ કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારમા વરસાદની આગાહી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ ગુજરાતના બનાસકાંઠામા ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલસાડ સુરત વાપીમા પણ વરસાદની આગાહી છે.

સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો :-

ક્યારથી મોદી સરકાર 7માં પગાર પંચ મુજબ વધારશે DA ? જાણો કેટલી વધશે સેલેરી

0

When will Modi government increase DA

  • કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ 7માં પગાર પંચની જાહેરાત કરી શકે ચે. આ માટે સરકાર નવરાત્રીના શુભ અવસર પર ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. 

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 7માં પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થું (Dearness Allowance- DA) અને (Dearness Relief-DR) મોંઘવારી રાહત જેવા વધારાની કેટલાક સમયથી ખૂબ આતૂરતા સાથે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે કેન્દ્ર સરકારના (Central Govt) આ લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જો તમે પણ આ કર્મચારીઓ પૈકી છો કે તમારા ઘરમાંથી કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને સેલેરી ક્યારે વધશે તેની રાહ જોઈ રહ્યા છો તો તમને જલ્દી ખુશખબરી મળી શકે છે.

આ તારીખે જાહેર થઈ શકે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દશેરા પહેલા મોદી સરકાર પોતાના કર્મચારીઓને 7માં પગાર પંચના મોંઘવારી ભથ્થાની ભેટ આપશે. સરકાર નવરાત્રીના શુભ અવસર પર DA વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી સરકાર તરફથી DAમાં વધારાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

પ્રાપ્ત અહેવાલો અનુસાર, માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થા (DA Hike) વધારવાની જાહેરાત 28 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર 6 મહિને પોતાના કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે.

માર્ચ 2022માં મોંઘવારી ભથ્થું 3% વધ્યું હતું :

અગાઉ માર્ચ 2022માં કેન્દ્રએ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) ત્રણ ટકાનો વધારો કર્યો હતો. ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વખતે સરકાર DAમાં ચાર ટકાનો વધારો કરી શકે છે, ત્યારબાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે.

પગારમાં કેટલો વધારો થશે ?

વધારો કરવામાં આવેલ આ ડીએ જો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે તો બાકીની રહેતી રકમ એરિયર્સ તરીકે મળશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, ડીએમાં વધારા બાદ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કર્મચારીઓના પગાર ધોરણ મુજબ પગારમાં વધારો થશે. જેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તમારો પગાર વાર્ષિક ધોરણે 6,840 રૂપિયા વધશે. મોદી સરકારના આ નિર્ણયથી 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શન ધારકોને અસર થશે. કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

આ પણ વાંચો :-

ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર : વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, જાણો શું છે સમાચાર 

0

Big news about Gujarat politics

  • ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે.  ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ (A political earthquake) આવ્યો છે. AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે ભરૂચ (Bharuch) અને નર્મદાની (Narmada) બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.

ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી : છોટુ વસાવા

આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, ‘ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.’ AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન :

ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.

જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.

તદુપરાંત આ મહાસંમેલનમાં કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી ધનવાન લોકોની સાથે છે. અમે ગરીબો સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ડર્ટી પોલિટિક્સ નથી આવડતી. મને માત્ર કામ કરતા આવડે છે.’

આ પણ વાંચો :-