High profile alcohol party in Anand’s Manpura village
- ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા 25 લોકોની ધરપકડ કરી છે.
એકતરફ ગુજરાતમાં દારૂબંધીની (Prohibition of alcohol) મોટી-મોટી વાતો થતી હોય છે. ને બીજી બાજુ રાજ્યમાં અવારનવાર દારૂની મહેફિલ (Alcohol feast) માણતા નબીરાઓ અથવા તો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે.
ત્યારે રાજ્યમાં વધુ એક વખત દારૂની મહેફિલ (Alcohol feast) માણતા નબીરાઓ ઝડપાયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા ધનાઢ્ય પરિવારના (Rich family) 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપી પાડી.
તમામ નબીરાઓ વડોદરાનાં રહેવાસી હોવાની માહિતી :
આંકલાવના માનપુરા ગામના ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસમાંથી પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની આ મહેફિલમાં ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે.
આ સાથે પોલીસે દરોડામાં દારૂની 10 બોટલો પણ જપ્ત કરી છે. તમામ આરોપીઓની આંકલાવ પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે પકડાયેલા તમામ નબીરાઓ વડોદરાનાં રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
માહિતી મુજબ આ પાર્ટી કોઇ મહિલાના જન્મદિવસ નિમિતે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. માનપુરા ગામના ગ્રીનટોન ફાર્મ હાઉસ (Greenton farm house) ને ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પાર્ટી દરમ્યાન પોલીસ આવી જતા તમામ નબીરાઓના રંગમાં ભંગ પડ્યો હતો.
આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી :
પોલીસે દારૂના નશામાં ચકચુર 10 યુવતીઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે. આ સાથે જ દારુની 10 બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. જેમાં 3 બોટલો ભરેલી, 5 બોટલો ખાલી અને 2 અડધી બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. ત્યારે પ્રોહિબિશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને આ ઘટનાને લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-