12 સપ્ટેમ્બર 2022 : મહાદેવની અસીમ કૃપાથી આ 7 રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

Share this story

12 September 2022 : Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનો સ્ત્રોત મર્યાદીત રહે. આરોગ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. પરિવારના સભ્યોની ચિંતા રહે.

વૃષભઃ
પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. ધાર્મિક પ્રસંગોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. ભાગ્યનો સાથ મળે.

મિથુનઃ
દિવસ દરમિયાન માનસિક તણાવ રહે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. નાણાંકીય વ્યવહારમાં સાવધાની જરૂરી. જીવનસાથીની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિથી આનંદ.

કર્કઃ
ભાગ્યનો સાથ મળતો જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ રહે. અેલર્જીની સમસ્યા ઉદભવે

સિંહઃ
આવકનું પ્રમાણ જળવાય, છતાં પણ માનસિક અશાંતી રહે. વિચારોમાં નકારાત્મકતા જણાય. શરદી, ખાંસી, કફથી પરેશાની રહે. ધંધાકીય ક્ષેત્રે શુભ ફળ મળતું જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો.

કન્યાઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. આર્થિક ક્ષેત્રે, આવક જળવાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદમાં વધારો થાય. દામ્પત્ય  જીવનમાં મધુરતાનો અનુભવ કરી શકાય.

તુલાઃ
આર્થિક બાબતો અંગેના આયોજનમાં વિશેષ સાવધાની જરૂરી. સંતાન અંગે ચિંતાનું વાતાવરણ પેદા થાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. માતાની તબિયત ચિંતા ઉપજાવે. મુસાફરી દરમિયાન કાળજવી રાખવો.

વૃશ્ચિકઃ
મનોબળ વધતાં અગત્યના નિર્ણયો લેવામાં સફળતા મળતી જણાય. આવક-જાવકનું પાસુ સરભર રહે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવા ધંધાની શરૂઆત લાભદાયક નીવડે. માન-સન્માનમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

ધનઃ
આર્થિક પાસુ મજબૂત બને. નાના ભાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

અલ્યા આ શું છે ? વીડિયો જોયાં પછી તમે આ બાબતે શું કહેશો..

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય છતાં આવકનું પાસુ જળવાય, પરિવારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સાડી, સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ, આંખની કાળજી રાખવી.

કુંભઃ
અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. આવકમાં વધારો થતો અનુભવી શકાય. પરિવારમાં ગુસ્સાનું પ્રમાણ વધે. સંતાન તરફથી સારા સમાચાર મળતા જણાય. પાણીના રોગોથી સાવચેતી જરૂરી.

મીનઃ
માનસિક ચંચળતામાં વધારો થાય. સંતાનની પ્ર‌ગતિની સાક્ષી બની શકે. પરિવારમાં આનંદ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતા તરફથી સાથ સહકાર મળતો જણાય. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-