11 September 2022, Horoscope Gujarat Guardian
મેષઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. ધંધાકીય ક્ષેત્રે વધુ મહેનત કરવા છતાં ધારેલી આવક મળવામાં પરેશાની થાય. માતાની તબિયત સાચવવી. વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી. ચામડીના રોગોથી સાચવવું.
વૃષભઃ
આવકનું પ્રમાણ જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ. મિત્રોનો સાથ સહકાર. મિલન-મુલાકાત શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું જાણવાના યોગ બને છે.
મિથુનઃ
નોકરીમાં બઢતીના યોગ છે. કાર્ય સફળતા મળતી જણાય. ધંધાકીય ક્ષેત્રે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. એકાઉન્ટસ એડવોકેટ તથા હોટેલના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશેષ સફળતા મળે.
કર્કઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ કાર્યો આસાનીથી પૂરા થતા જણાય. વિદેશ સંબંધી કાર્યો પૂરા થતા જણાય. ધાર્મિક-યાત્રા પ્રવાસ શક્ય બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય.
સિંહઃ
આઠમો ચંદ્ર તબિયત અંગે ચિંતા ઉપજાવે. શરદી-ખાંસી, તાવથી પરેશાની રહે. મન ઉપર તણાવ રહે. ડીપ્રેશનના દર્દીઓ માટે વિશેષ સાવધાની જરૂરી. આવકનું પ્રમાણ સામાન્ય રહે.
કન્યાઃ
ગૃહસ્થ જીવનમાં આનંદ વર્તાય. જીવન સાથી સાથે આત્મીયતા વધે. પ્રેમી પાત્રનું મિલન મુલાકાત શક્ય બને. માનસિક આનંદમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આવક જળવાય.
તુલાઃ
પેટની સમસ્યા સતાવે. લીવર સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. લાંચ-રૂશ્વત લેવાનું ટાળવું. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. મુસાફરી દરમિયાન સાવધાની જરૂરી.
વૃશ્ચિકઃ
સંતાન સુખમાં વધારો થાય. સંતાન આપનું કહ્યું માને. વિદ્યાર્થીવર્ગ માટે સારો દિવસ છે. લક્ષ્મીની કૃપાદૃષ્ટિ મળતી જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. પરિવારના સભ્યોની થોડી ચિંતા રહે. આરોગ્ય જળવાય.
ધનઃ
જાહેર જીવનમાં અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં હોદ્દો પ્રાપ્ત થવાની શક્યતા છે. ભાગ્યનો સંદર સાથ મળતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થાય. આકનું પ્રમાણ વધે. બહેનોને સ્ત્રીરોગોથી સાવધાની જરૂરી.
મકરઃ
મનોબળ વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદમાં વધારો થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. મશીનરી તથા સ્ત્રી શણગારને લગતા ધંધામાં વિશેષ સફળતા. આંખની કાળજી રાખવી.
કુંભઃ
આવકનું પ્રમાણ વધે. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. વિચારો ઉપર કાબુ રાખવો. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. ડીપ્રેશનથી પીડાતા વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. મગજ-માથાની ઈજા પ્રત્યે બેદરકાર ન રહેવું.
મીનઃ
આજે સફળતા આપના કદમ ચુમતી જણાશે. આવકમાં વધારો થતો અનુભવાશે. દૃઢ મનોબળની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલતા જણાશે. સંતાનની તબિયતની કાળજી રાખવી. દાંતના દુઃખાવાથી સાવચેતી રાખવી.
આ પણ વાંચો :-