In the mood to fight! As the reconciliation
- ભાવનગર ખાતે આવતીકાલે ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ધરણા અને રેલી યોજશે.
ગુજરાતમાં (Gujarat) જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. અગાઉ તલાટીની (Talati) હડતાળ બાદ હવે ગુજરાતના તમામ આરોગ્ય વિભાગના (Department of Health) કર્મીઓ પોતાની માંગને લઇને ભાવનગર (Bhavnagar) ખાતે વિરોધ પ્રદર્શન (Protest) કરશે.જેમાં આશરે 16 હજાર કર્મચારીઓ રેલી જોડાઈ પોતાની માંગને બુલંદ કરશે.
માંગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં અમલ થયો નથી :
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે 1900નો ગ્રેડ પે વધારીને 2800 કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં જે ફરજ બજાવી હતી તેનું મહેનતાણું અલગથી આપવું સહીતની માંગને લઈને આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. મહત્વનું છે કે આ માગણીઓનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી અમલ થયો નથી.
11 વાગ્યે આરોગ્ય કર્મીઓ જવાહર મેદાન ખાતે ધરણા અને રેલી યોજશે :
ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓની પોતાની માંગને લઈને એક મહિનાથી હડતાળ પર છે. અગાઉ સરકાર સાથે બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા ફેલ થઇ હતી.
મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian
ત્યારબાદ હવે ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ ભાવનગર ખાતે એકઠા થઇ રેલી રહિતના કાર્યક્રમો યોજશે. ભાવનગરમાં સવારે 11 વાગ્યે આરોગ્ય કર્મીઓ જવાહર મેદાન ખાતે ધરણા અને રેલી યોજશે.
શું છે માંગણી ?
- ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત હડતાળ પર ઉતરશે.
- 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી.
- અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન.
- આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ.
- કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ .
- ફેરણી ભથ્થુ (PTA) આપવાની કર્મચારીઓની માગ.
આ પણ વાંચો :-