Gang caught stealing electricity-copper wire
- સુરત જિલ્લાની પલસાણા પોલીસે જી.ઈ.બીના વાયર ચોરતી ગેંગના બે અલગ કેસમાં સફળતા મેળવી 30,000 કિલો વીજવાયર સાથ 4 આરોપીઓને દબોચી લીધા હતા.
સુરત ગ્રામ્ય (Surat Rural) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એગ્રીકલચર (Agriculture) તેમજ ગ્રામ્ય વીજ લાઈનો પરથી વાયર ચોરીની (Wire theft) ઘટના ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગઈ હતી. જેને લઈને ખેડૂતો અને વીજ વિભાગના (Electricity Department) કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. જેને લઈ પોલીસ એક્શનમાં આવી હતી. જે વચ્ચે સુરત શહેર ડીસીબીએ બાતમીના આધારે કામરેજ પાસેથી ચાર આરોપીને ઝડપી પડ્યા હતા અને જિલ્લામાં નોંધાયેલા ગુનાને આધારે પલસાણા પોલીસને (Palsana Police) સોંપ્યા હતા.
વીજ લાઇન ફોલ્ટ કરી આરોપીઓ વાયર કાપી લેતા :
પલસાણા પોલીસે આરોપીનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ પલસાણા પીએસઆઈ ચેતન ગઢવીને મળેલી બાતમી અને માહિતીના આધારે આરોપીના ગોડાઉન પર દરોડા પાડયા હતા અને પોલીસ પણ ગોડાઉન જોઈ ચોકી ગઈ હતી. પલસાણા પોલીસે ગોડાઉનમાંથી અધધ 60 લાખની કિંમતનો 30,000 કિલો વીજ લાઈનના વાયરનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમ્યાન એકાંત વાળા વિસ્તારમાં રેકી કરતા અને અવાવરું જગ્યા કે ખેતર પસંદ કરતાં જ્યાં લોકોની અવરજવર નહિ હોય અને રાત્રે નક્કી કરેલી જગ્યાએ જય પહેલા ચાલુ વીજ લાઈન પર લંગર રાખી ફોલ્ટ કરી લાઈન બંધ કરી દેતા અને ત્યાર બાદ પ્લાસ્ટિકના કટર વડે વીજ વાયરો કાપી ટેમ્પમાં ભરી ફરાર થઇ જતાં હતા.
12 શખ્સોની ધરપકડ 7 ફરાર :
બીજી તરફ જિલ્લા પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈને બાતમી મળી હતી કે ઉમરપાડા વિસ્તારમાં જીઇબીના ટ્રાન્સફોર્મર તોડી એમાંથી નીકળતા કોપર વાયરની ચોરી કરતી ગેંગ માંગરોળથી મોસાલી ચાર રસ્તા જતા માર્ગ પર ભેગી થવાની છે.
જેને આધારે પોલીસે વોચ ગોઠવી ગેંગને ઝડપી પાડી હતી પોલીસે ગેંગના 6 આરોપી તેમજ ચોરીના માલ લેનાર 6 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જ્યારે 7 જેટલા ગેંગના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસે થી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો :-