ઓનલાઈન ફ્રોડનો શિકાર થવા પર શું કરવું જોઈએ ? ક્યાં ફરિયાદ કરવી જોઈએ ? જુઓ હેલ્પલાઈન સહિતની તમામ વિગતો

Share this story

What to do if you are a victim of online fraud

  • એક તરફ ટેક્નોલોજીના કારણે આપણું જીવન સરળ બન્યું છે, તો બીજી તરફ તેના પગલે કેટલુંક નુકસાન પણ સહન કરવું પડે છે. ડિજિટલાઈઝેશનના આ સમયમાં દરેક ચીજ આપણાથી માત્ર એક ક્લિક જ દૂર છે.

એક તરફ ટેક્નોલોજીના (Technology) કારણે આપણું જીવન સરળ બન્યું છે, તો બીજી તરફ તેના પગલે કેટલુંક નુકસાન પણ સહન કરવું પડે છે. ડિજિટલાઈઝેશનના (Digitalization) આ સમયમાં દરેક ચીજ આપણાથી માત્ર એક ક્લિક જ દૂર છે. આ બધાની સાથે ઓનલાઈન પેમેન્ટ (Online payment) પણ વધ્યા છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી આપણને ફિઝિકલી રૂપિયાની ચિંતા રહેતી નથી અને વ્યવહારમાં સરળતા રહે છે.

જોકે આ વ્યવહારમાં છેતરપિંડીની થવાની પણ શક્યતા છે. ઓનલાઈન ઠગાઈના સામાચારો લગભગ રોજ આપણે સાંભળતા હોઈએ છીએ. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે જો તમે ક્યારેક ઓનલાઈન ઠગાઈના શિકાર બનો તો તમારે શું કરવું જોઈએ.

છેતરપિંડીનો ભોગ બનવાથી બચવા માટે સતત સાવધાની રાખવી જરૂરી :

જો તમે સાવચેતી નહિ રાખો તો કોઈ પણ તમારા પાસવર્ડને ચોરીને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. કોઈ ફિશિંગ દ્વારા પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ઠગ મોટાભાગે કોઈ ઓફર વિશે જણાવીને, ક્યારેક તમારા એકાઉન્ટમાં નંબર અપડેટ કર કરવાને લઈને કે પછી બીજા કોઈ બહાને ઠગાઈ કરે છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

મોટાભાગના લોકોને આ અંગે માહિતી હોતી નથી, આ કારણે તે સરળતાથી ઠગાઈનો ભોગ બને છે. આ કારણે તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

તેની ફરિયાદ ક્યાં કરવી જોઈએ ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર ક્રાઈમ કે ઓનલાઈન ઠગાઈની ઘટનાઓને રોકવા અને તેની ફરિયાદને નોંધાવવા માટે એક નેશનલ હેલ્પલાઈન નંબર (155260) બહાર પાડ્યો છે. તમે છેતરપિંડીની ફરિયાદ આ નંબર પર નોંધાવી શકો છો. જો તમે કોઈ આવા અપરાધનો શિકાર બનો છો તો સૌથી પહેલા આ નંબર પર કોલ કરો. આ સિવાય તમે ગૃહ મંત્રાલયના સાઈબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ તેની ફરિયાદ કરી શકો છો .

જેટલી ઝડપથી ફરિયાદ કરશો એટલું સારું રહેશે  :

જ્યારે પણ તમારી સાથે આવી ઘટનાઓ બને છે તો તેના શરૂઆતના બે-ત્રણ કલાક ખૂબ જ મહત્વના હોય છે. એવામાં તમે જેટલી ઝડપથી ફરિયાદ સાઈબર ટીમને કરશો, એટલા જ ઝડપથી એક્શન લેવાશે. તેના પગલે તમારા પૈસા પરત આવવાની શક્યતા વધી જશે.

કઈ રીતે કામ કરે છે હેલ્પલાઈન :

તમે જેવા કોઈ ઓનલાઈન ફ્રોડની જાણ કરો છો, તેવી જ સાઈબર ટીમ એલર્ટ થઈ જાય છે. સૌથી પહેલા તે તમારી સલંગ્ન બેન્કનો સંપર્ક કરે છે અને તમારા એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તેને હોલ્ડ કરે છે. તેના પગલે જે વ્યક્તિએ તમારી સાથે છેતરપિંડી કરી છે, તે વ્યક્તિ તે પૈસાનો ઉપયોગ કરી શકશે નહિ. તે પૈસા ઉપાડી શકશે નહિ. આ સિવાય તે કોઈ જ એકાઉન્ટમાં પૈસાને ટ્રાન્સફર પણ કરી શકશે નહિ.

આ પણ વાંચો :-