ચીઝ ખાવાથી નુકસાન નહીં પણ થશે અઢળક ફાયદાઓ, જાણો કેવી રીતે કરવું સેવન

Share this story

Eating cheese will not harm but

  • ચીઝનાં સેવનથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. જાણો આ માટે ક્યા પ્રકારે ચીઝનું સેવન કરવું જોઈએ.

દૂધ અને તેનાથી બનતી વસ્તુઓને (Thing) મોટેભાગે લેવાની સલાહ આપવામાં આવે છે, કેમકે મિલ્ક એક કમ્પ્લીટ ફૂડ છે અને તેમાં ઘણા પ્રકારના પોષકતત્વો (Nutrients) મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયાદાકારક છે. આવું જ એક મિલ્ક બેસ્ક પ્રોડક્ટ છે, જેને ચીઝ (Cheese) કહેવામાં આવે છે.

મોતને આમંત્રણ : કેમ આમની સેફ્ટીની કોઈ પડી નથી, હવે કહો સીટ બેલ્ટ લગાવે | Gujarat Guardian

હાલમાં ચીઝને સેન્ડવીચ, પાસ્તા, પીઝા અને બર્ગરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા લોકો ચીઝને નુકસાનકર્તા પણ  માને છે, પણ આ સ્વાસ્થ્ય માટે લાભકારી પણ બની શકે છે કેમકે તેમાં કેલ્શિયમ અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. સાથે જ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ઓછું હોય છે.

ચીઝ ખાવાના ફાયદા :

ઘણા લોકો એવા હોય છે. જેમને કાર્બોહાઈડ્રેટનું ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, તેમના માટે ચીઝ ખાવું ફાયદાકારક રહે છે. ભારતના ફેમસ ન્યૂટ્રીશન નીખીલ વત્સે જણાવ્યું છે કે ચીઝ ખાવાથી આપના હાડકા મજબૂત રહે છે.

ક્યા પ્રકારે ચીઝનું સેવન કરવું જોઈએ :

આમ તો ચીઝ ઘણા પ્રકારે લઇ શકાય છે પણ તમે બેલેન્સ ડાયેટનાં રૂપમાં તેનું સેવન કરો તો વધારે ફાયદાકારક રહેશે. આ માટે યોગ્ય માત્રામાં ક્રો અને માઈક્રો ન્યુટ્રીએન્ટનું હોવું જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે કરવું ચીઝનું સેવન.

1. જો તમને રેગ્યુલર સલાડ ખાવાનો શોખ છે, તો તેમાં તમે ચીઝ ભેળવીને સ્વાદ વધારી શકો છો. આ માટે તમે ટામેટા, કાંદા, મૂળાને ક્યૂબનાં શેપમાં કાપી લો અને પછી તેમાં ચીઝ મિક્સ કરી દો.

2. તમે ઘણી વાર પ્રોટીન મેળવવા માટે ઈંડાનું સેવન કરો છો, તો તેમાં તમે ચીઝને મિક્સ કરી શકો છો. આમ હેલ્ધી બ્રેકફાસ્ટ તૈયાર થઇ જશે, જેથી શરીરને પોષણ અને જીભને સ્વાદ પણ મળશે.

3. આપણે મોટેભાગે નાસ્તામાં અલગ અલગ પ્રકારના પરાઠાનું સેવન કરીએ છીએ, હવે તેમાં ચીઝ લગાવીને ટેસ્ટ કરો, આશા છે કે તમને એ પસંદ પડશે.

4. સવારના નાસ્તામાં સેન્ડવીચ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, તેમાં ચીઝ લગાવીને સ્વાદ ઘણો વધારી શકાય છે અને તે દેખાવમાં પણ સુંદર લાગે છે.

આ પણ વાંચો :-