End of eagerness! New Mehta sahib has
- છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.
ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે.
થોડા દિવસ પહેલા જ શોમાં તારક મેહતાનું પાત્ર નિભાવનારા શૈલેશ લોઢા એ શો છોડી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી દર્શકો નવા તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને શો ને નવા તારક મહેતા મળી ગયા છે.
આ એક્ટર બનશે જેઠાલાલના ફાયરબ્રિગેડ :
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો લાંબા સમયથી તારક મહેતાની રાહ જોઈ રહ્યા હતા કારણ કે શોના મુખ્ય કલાકાર શૈલેષ લોઢાએ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. એ પછી ચાહકોને આશા હતી કે મેકર્સ શૈલેષ લોઢા શોમાં પાછા લાવશે પણ હવે શૈલેષ લોઢાના કમબેકના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
મળતી જાણકારી અનુસાર ટીવી એક્ટર સચિન શ્રોફ હવે તારક મહેતા શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ દેખાશે. જણાવી દઈએ કે સચિને તારક મહેતાના શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે આ કોઈ અફવા નથી, શોમાં સચિન શ્રોફની એન્ટ્રીની પુષ્ટિ નિર્માતા અસિત મોદીએ કરી છે.
નવા તારક મહેતા માટે શું બોલ્યા અસિત મોદી ?
અસિત મોદીએ આ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘અમે શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન હવે તારક મહેતાની ભૂમિકા નિભાવશે અને સચિને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શૈલેષ સાથે અમે ઘણી કોશિશ કરી કે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી આવે પણ તેને શો છોડી દીધો. હવે આ બધી વાતોમાં દર્શકોને રોકીને ન રાખી શકાય. મારે તેના માટે શોમાં કોઈને લાવવું જ પડે.’
આગળ એમને કહ્યું હતું કે, ‘ ભગવાનને પ્રાર્થના છે કે સચિનનેદર્શકો તરફથી એવો જ પ્રેમ મળે જેટલો શોને છેલ્લા 15 વર્ષમાં મળ્યો છે. શોમાં આવા ઉતાર-ચઢાવ આવતા જ રહેશે પણ અંતમાં મારા દર્શકો મારી પ્રાથમિકતા છે. હું તેમને નિરાશ કરવા માંગતો નથી. અમારી પાસે સારા લેખકો અને દિગ્દર્શનની ટીમ છે અને હવે સચિન તારક મહેતાનો રોલમાં દેખાશે.’
આ પણ વાંચો :-