Read this if you want to buy a new
- ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.
હાલ ભાદરવામાં (Bhadrawa) વરસાદ મહેમાન બનીને ત્રાટકી પડ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે. તો અમદાવાદ (Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભાદરવો ભલે ભરપૂર વરસે પણ નવરાત્રિમાં (Navratri) વરસાદ ન આવે તેવું દરેક ગુજરાતી ઈચ્છે છે.
પરંતુ આ વર્ષે પણ ખેલૈયાઓના મનની મુરાદ પૂરી નહિ થાય. કારણ કે, નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે પણ નવરાત્રિમાં ઘરે જ બેસવુ પડશે.
બે વર્ષના કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રિ સારી જશે તેવી આશા છે. બે વર્ષ કોરોનાએ લોકોને નવરાત્રિમાં પણ ઘરમાં પૂરી રાખ્યા ત્યારે હવે આ વર્ષે માંડ નવરાત્રિ માણવાનો અવસર આવ્યો છે. પરંતું આવામાં વરસાદ કાળ બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું નવરાત્રિ બગાડશે. આ નવરાત્રિએ વરસાદ વિધ્ન બની શકે છે.
ગુજરાતમાંથી ચોમાસું હજી ગયું નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રિ બેસવાની છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડુ બેસ્યું છે, તેથી ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ શકે છે. આવામા નવરાત્રિના નોરતાઓમાં વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી :
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.
આ પણ વાંચો :-
- સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું કરનાર વધુ એક આરોપીની કરાઈ ધરપકડ
- 13 સપ્ટેમ્બર આ રાશિના જે લોકો નોકરીની શોધમાં છે તેમને સફળતા મળી શકે છે. જાણો 12 રાશિ વિશે …