ક્યારથી મોદી સરકાર 7માં પગાર પંચ મુજબ વધારશે DA ? જાણો કેટલી વધશે સેલેરી

Share this story

When will Modi government increase DA

  • કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ 7માં પગાર પંચની જાહેરાત કરી શકે ચે. આ માટે સરકાર નવરાત્રીના શુભ અવસર પર ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. 

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 7માં પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થું (Dearness Allowance- DA) અને (Dearness Relief-DR) મોંઘવારી રાહત જેવા વધારાની કેટલાક સમયથી ખૂબ આતૂરતા સાથે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે કેન્દ્ર સરકારના (Central Govt) આ લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જો તમે પણ આ કર્મચારીઓ પૈકી છો કે તમારા ઘરમાંથી કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને સેલેરી ક્યારે વધશે તેની રાહ જોઈ રહ્યા છો તો તમને જલ્દી ખુશખબરી મળી શકે છે.

આ તારીખે જાહેર થઈ શકે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દશેરા પહેલા મોદી સરકાર પોતાના કર્મચારીઓને 7માં પગાર પંચના મોંઘવારી ભથ્થાની ભેટ આપશે. સરકાર નવરાત્રીના શુભ અવસર પર DA વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી સરકાર તરફથી DAમાં વધારાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

પ્રાપ્ત અહેવાલો અનુસાર, માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થા (DA Hike) વધારવાની જાહેરાત 28 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર 6 મહિને પોતાના કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે.

માર્ચ 2022માં મોંઘવારી ભથ્થું 3% વધ્યું હતું :

અગાઉ માર્ચ 2022માં કેન્દ્રએ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) ત્રણ ટકાનો વધારો કર્યો હતો. ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વખતે સરકાર DAમાં ચાર ટકાનો વધારો કરી શકે છે, ત્યારબાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે.

પગારમાં કેટલો વધારો થશે ?

વધારો કરવામાં આવેલ આ ડીએ જો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે તો બાકીની રહેતી રકમ એરિયર્સ તરીકે મળશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુસાર, ડીએમાં વધારા બાદ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે.

અહેવાલો અનુસાર, કર્મચારીઓના પગાર ધોરણ મુજબ પગારમાં વધારો થશે. જેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો તમારો પગાર વાર્ષિક ધોરણે 6,840 રૂપિયા વધશે. મોદી સરકારના આ નિર્ણયથી 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શન ધારકોને અસર થશે. કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

આ પણ વાંચો :-