અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે…

Share this story

Torrential rain in Ahmedabad

  • અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો.

ગુજરાતમાં (Gujarat) ભાદરવાના વાદળો બંધાયા છે. ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો હાલ અમદાવાદમાં (Ahmedabad) સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો છે. આગામી ત્રણ કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારમા વરસાદની આગાહી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ ગુજરાતના બનાસકાંઠામા ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલસાડ સુરત વાપીમા પણ વરસાદની આગાહી છે.

સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

વિધિ દરમિયાન આ કાકા સાથે થયું કંઈક એવું કે સમગ્ર પરિવાર હસી પડ્યો | Gujarat Guardian

તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો :-