Big news about Gujarat politics
- ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ફરીવાર મોટો રાજકીય ભૂકંપ (A political earthquake) આવ્યો છે. AAP અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. જેના લીધે ભરૂચ (Bharuch) અને નર્મદાની (Narmada) બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.
ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી : છોટુ વસાવા
આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, ‘ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.’ AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન :
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.
જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.
તદુપરાંત આ મહાસંમેલનમાં કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી ધનવાન લોકોની સાથે છે. અમે ગરીબો સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ડર્ટી પોલિટિક્સ નથી આવડતી. મને માત્ર કામ કરતા આવડે છે.’
આ પણ વાંચો :-