Home Blog Page 1318

જો તમારી પાસે પણ આવી એક રૂપિયાની નોટ હોય તો આનંદો….કરાવશે ખુબ આર્થિક ફાયદો !

If you also have such a one rupee

  • જો તમને જૂની નોટ અને સિક્કા ભેગા કરવા ગમતા હોય તો તે તમારા માટે આવકનું મોટું સાધન બની શકે છે. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જેમને આવા જૂના સિક્કા અને નોટોનું કલેક્શન રાખવું ખુબ ગમતું હોય છે.

જો તમને જૂની નોટ અને સિક્કા (Old notes and coins) ભેગા કરવા ગમતા હોય તો તે તમારા માટે આવકનું મોટું સાધન બની શકે છે. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જેમને આવા જૂના સિક્કા અને નોટોનું (Coins and notes) કલેક્શન રાખવું ખુબ ગમતું હોય છે. જેટલા જૂના સિક્કા અને ચલણી નોટ તમારી પાસે હશે તેની કિંમત એટલી જ વધુ જોવા મળે છે. હાલ આવી કરન્સીના (Currency) ભાવ આકાશને આંબી રહ્યા છે.

આવી જ એક કરન્સી નોટ વિશે અમે તમને જણાવીશું. લોકો વિચારતા હશે કે એક રૂપિયાની નોટની વેલ્યૂ તો ફક્ત એક રૂપિયો જ હોઈ શકે. પરંતુ જો તમારી પાસે આ એક રૂપિયાની યૂનિક નોટ હશે તો તેના તમને હજારો-લાખો રૂપિયા મળી શકે છે. ઓનલાઈન એક વેબસાઈટ પર એક રૂપિયાની નોટ હજારોમાં વેચાઈ રહી છે.

એક રૂપિયાની નોટની કિંમત :

યુનિક નોટ્સની કિંમત વધુ હોય છે તે આપણે બધા જાણીએ છીએ. લોકો આવી નોટની ખરીદી કરવા માટે તલપાપડ રહેતા હોય છે. coinbazzar.com પર એક યૂનિક નોટ છે આ નોટની કિંમત 42 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે આ નોટ હાલ 13 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

તેની વાસ્તવિક કિંમત 55 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જે આવી નોટને ખરીદ્યા બાદ વધુ કિંમતમાં વેચે છે. આવો જાણીએ કે આખરે આ એક રૂપિયાની નોટની કિંમત આટલી વધુ કેમ છે અને તેની પાછળનું કારણ શું છે.

તમારી પાસે છે આ યુનિક નોટ ?

આ નોટ લગભગ 30 વર્ષ જૂની છે. આ એક રૂપિયાની નોટનો નંબર 786786 છે અને તેનો પ્રીફિક્સ 56S છે. તેના પર તે સમયના નાણા સચિવ એસ વેંકિટરમણના હસ્તાક્ષર પણ છે. આવી ફેન્સી નંબરની નોટ ખરીદવા માટે અનેક લોકો તૈયાર બેઠા હોય છે.

rs 1 old note buy

જો કે જેમની પાસે આવા યુનિક નંબરવાળી નોટ હોય તેઓ આ રીતે ઓનલાઈન વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવીને પોતાની પાસે રહેલી નોટની કિંમત લગાવીને વેચી શકે છે. અત્રે જણાવવાનું કે આ પ્રકારની નોટોની અનેક વેબસાઈટ પર હરાજી થઈ રહી છે અને સારી એવી રકમ પણ ઉપજી રહી છે.

આ પણ વાંચો :-

કેનેડા : ખાલિસ્તાની ચરમપંથીઓએ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કર્યું ભારત વિરોધી ચિત્રણ

Canada: Khalistan extremists painted anti

  • બ્રૈમ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને આ અંગે નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી.

કેનેડા (Canada) સ્થિત સ્વામિનારાયણ મંદિરની (Swaminarayan Temple) દીવાલ પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત મંદિરની દીવાલને અમુક નુકસાન પહોંચાડાયું હોવાનું પણ સામે આવ્યું છે. ખાલિસ્તાની (Khalistani) અરાજક તત્વોએ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણો લખ્યા હતા.

ભારત સરકારે આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને ભારતીય ઉચ્ચાયોગે આ ઘટનાની ટીકા કરીને કાર્યવાહીની માગણી કરી છે. આ ઘટના મંગળવારના રોજ બની હતી.

ઓટાવા સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરંટો ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડીને ભારત વિરોધી લખાણ લખવાની ઘટનાની અમે આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ.

કેનેડાના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે અને આરોપીઓ સામે તાત્કાલિક આકરા પગલાં ભરવા આગ્રહ કરવામાં આવ્યો છે.

કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરંટો સ્થિત સ્મામિનારાયણ મંદિરમાં બનેલી દુર્ઘટનાથી વ્યથિત છું. અમે એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દેશમાં રહીએ છીએ જ્યાં સૌ કોઈ સુરક્ષિતતા અનુભવવા માટે હકદાર છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

બ્રૈમ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને આ અંગે નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. આશા રાખીએ કે, જવાબદાર ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.

ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચંદ્ર આર્યે કેનેડામાં હિંદુ મંદિરોને આ પ્રકારે નિશાન કરવાની ઘટનાઓ વધી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો :-

Gold Silver Price Today : સોનું 50 હજારથી સસ્તું થયું, શું હજુ પણ તૂટશે ભાવ ?

0

Gold Silver Price Today :

  • આજે આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. 

સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 50 હજારની અંદર પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના (ચાંદી) ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.34 ટકા ઘટીને 56,794 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate) :

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.34 ટકા વધીને 56,794 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price) :

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,700 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6491 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો :

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

આ પણ વાંચો :-

અ’વાદમાં લિફ્ટ દુર્ઘટનામાં કોઈએ ભાઈ તો કોઈએ પતિ, કોઈએ પિતા અને માતાઓએ ગુમાવ્યા જુવાનજોધ પુત્રો…

0

Some lost their brothers, some lost their

  • પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના યુવકો શહેરી વિસ્તારોમાં સેન્ટિંગ કામ, કડીયા કામ સહિતની કામગીરી કરતા હોય છે. 

અમદાવાદના (Ahmedabad) એસ્પાયર-2 (Aspire-2) બિલ્ડીંગની દુર્ઘટનામાં મોતને ભેટેલા શ્રમજીવીઓમાં ઘોઘંબા તાલુકાના વાવકુંડલી અને શામળકુવા ગામના ચાર શ્રમિકોનો સમાવેશ થાય છે. નાયક પરિવારના યુવાન શ્રમિકો અકાળે મોતને ભેટતા ગામ અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

કોઈએ ભાઈ તો કોઈએ પતિ કોઈએ પિતા અને માતાઓએ જુવાનજોધ પુત્રોને ગુમાવ્યા છે સાથે જ ચારેય પરિવારે કુટુંબના ભરણપોષણમાં મહત્વની ભૂમિકા ભજવતાં લાડકવાયા ગુમાવતા મૃતકના સ્વજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. જેને લઈ ગામની સ્થિતિ પથ્થર દિલને પીગળાવી દે એવી જોવા મળી રહી છે.

પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના યુવકો શહેરી વિસ્તારોમાં સેન્ટિંગ કામ, કડીયા કામ સહિતની કામગીરી કરતા હોય છે. વર્ષ દરમિયાન શ્રમિકો બહારગામ જ રહેતાં હોય છે જે માત્ર પ્રસંગોપાત અને તહેવાર ટાણે જ વતનમાં આવતા હોય છે.

બુધવારે અમદાવાદમાં એસ્પાયર-2 બિલ્ડીંગમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકો મોતને ભેટ્યા છે. જેમાં ઘોઘંબા તાલુકાના ચાર યુવાવયના શ્રમિકોનો સમાવેશ થાય છે. પોતાના સ્વજન અકાળે ગુમાવ્યા હોવાની જાણ પરિવારજનો અને ગામમાં થતાં જ આખું ગામ જાણે હિબકે ચડ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

વાવકુંડલી ગામના મૃતકની વાત કરીએ તો મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​નો સમાવેશ થાય છે. જેઓના પરિવારમાં માતા પિતા, સાત ભાઈ બહેનનું પરિવારનો સમાવેશ થાય છે. મુકેશ પરણિત છે જેના લગ્ન ગીતા સાથે થયા હતા. ત્યારબાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન બે પુત્રો છે. મુકેશ 10 દિવસ અગાઉ જ સેન્ટિંગ કામે ગયો હતો. જે ઘણા વર્ષોથી આ કામ કરે છે અને તેના મોટા ભાઈ બળવંત પણ આજ લાઇનમાં છે.

જયારે મૃતક શ્રમિક સંજયભાઈ મંગભાઈ નાયકની વાત કરીએ તો તેના પરિવારમાં માતા-પિતા,અને 8 ભાઈ અને 1 બહેન મળી 9 સભ્યો છે. જેમાં સંજય ચોથા નંબરનો સંતાન છે. જેની ઉંમર હજી માંડ 19 વર્ષની છે. તેના એક વર્ષ અગાઉ જ મનીષા સાથે લગ્ન થયા હતા.

જેને હાલ છ માસનો ગર્ભ છે. સંજય ત્રણથી ચાર વર્ષથી અમદાવાદ કામ કરે છે. તેનો ભાઈ રાકેશ અને સંજય સાથે જ કામગીરીમાં હતા. પરંતુ રાકેશ 4 દિવસ અગાઉ જ વતનમાં આવ્યો હતો. જોડે જ હતા ત્રણ ચાર દિવસ પહેલા ઘરે આવ્યો હતો.

જયારે મૃતક શૈલેષભાઇ રાયજીભાઈ નાયકના પરિવારની વાત કરીએ તો 3 ભાઈ છે અને પોતે પરણિત છે. તેનું લગ્ન પાંચ માસ અગાઉ જ થયું હતું. શૈલેષની માતા વિધવા છે. ત્રણ ભાઈઓ પૈકી સૌથી નાનો શૈલેષ કુટુંબનું ભરણપોષણ કરવા માટે સેન્ટિંગ કામમાં જતો હતો. શૈલેશનો એક ભાઈ માનસિક અસ્થિર છે. બીજો ઘરે માતા સાથે રહે છે. જેથી કુટુંબની આર્થિક જવાબદારી માત્ર શૈલશ જ નિભાવતો હતો. જે 10 દિવસ પહેલા કમાવવા અમદાવાદ ગયો હતો.

ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની ડેડ બોડી લેવા માટે તેમના પરિવારજનો અને સ્થાનિક અગ્રણીઓ ઘોઘંબા ના વાવ કુંડલી ગામથી રવાના થયા તો થયા છે. પરંતુ અમદાવાદનું અંતર વધુ હોવાથી કાયદાકીય પ્રક્રિયાઓ પતાવી પરત ફરતા વાર લાગે એમ હોય આ ગામના તમામ મૃતકોની અંતિમ વિધિ આવતી કાલે કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારે પરિવારજનો અને અગ્રણીઓ ભારે આક્રોશ સાથે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

આ ઘટના કરી શકે છે વિચલિત ! જૂનાગઢમાં મહિલાને કારથી ઉડાવી દેવાની ઘટનામાં મોટો ખુલાસો

0

This event can distract! A big revelation

  • પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા અક્સ્માત નહી પણ મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

જુનાગઢમાં (Junagadh) યુવાનના સંબંધના આડખીલી રૂપ બનનાર મહીલાને કારથી ઉડાવી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા અક્સ્માત નહી પણ મહિલાની હત્યા (Murder) કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ થયું છે કે તે અક્સ્માત નથી પણ જાણી જોઈને મહીલાની અક્સ્માત સમજી હત્યા કરવાનું કાવતરું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા જૂનાગઢ પોલીસે જીણવટ ભરી તપાસ શરૂ કરતા આ સીસીટીવી ફૂટેજ શહેરના સુખનાથ ચોક વિસ્તારના છે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

જેમા હસીના બેન નામની મહીલા રસ્તા પર ચાલી જતી હતી. ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવતી ઇકો વાન કાર ચાલક આદીલ ખાન હનીફખાન લોદીએ મહીલાને ઠોકર મારી હતી. જેમા મહિલાનું મોત નિપજ્યું હતું.

હાલ પોલીસે અકસ્માત નહી પણ હત્યા કરવાનું સામે આવતા હત્યા કરનારા આદીલખાનની ધરપકડ કરવામાં આવી હતી, અને હજું આ હત્યામાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

વિરોધીઓ પણ ‘દાદા’ની ટીકા કરવા માટે અસમર્થ

Even the opponents are

  • નરેન્દ્ર મોદીની પસંદગી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત માટે ‘પારસમણી’ પુરવાર થશે.
  • મુખ્યમંત્રી તરીકે કરાયેલી પસંદગી વખતે લોકોને આશ્ચર્ય થયું હતું પરંતુ સોમ્ય, શાંત અને નિખાલસ ભૂપેન્દ્ર પટેલ એક વર્ષમાં ‘લોકોનો ચહેરો’ બની ગયા.
  • બિલકુલ નિરાભિમાની, મંદમંદ સ્મિત સાથે હસતો ચહેરો; હવે તો અમિત શાહે પણ કહી દીધુ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે અને પૂર્ણ બહુમત સાથે ફરી ભાજપની સરકાર બનશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડબલ એન્જિન’ સરકારનું સૂત્ર આપીને ભૂપેન્દ્ર પટેલને વધુ ઊંચાઇએ લઇ ગયાઃ આગામી ચૂંટણી જીતવા બે ચહેરા જ કાફી પુરવાર થશે.

ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારે શાસનના બે વર્ષ પૂર્ણ કર્યા, ગુજરાત ભાજપ પરિવારમાં ખૂબ જ શાંત અને લાગણીશીલ માનવામાં આવતા ભૂપેન્દ્ર પટેલ ચોક્કસ વહિવટ કુશળ છે. તેઓ ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાપાલિકાની (Ahmedabad Municipality) સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હતા. આ ઉપરાંત અમદાવાદ વિકાસ સત્તા મંડળ (Development Authority) એટલે કે ‘ઔડા’ના પણ ચેરમેન હતા. ભૂપેન્દ્ર પટેલની વહિવટ કુશળતા માટે આ બે હોદ્દાની ઓળખ તેમની કાર્યક્ષમતાનું સૌથી મોટું પ્રમાણપત્ર ગણી શકાય પરંતુ સ્વભાવે આંર્તમુખી અને ઇશ્વરમાં આસ્થા ધરાવતા હોવાથી ‘દાદાના નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ ભાજપની આગલી હરોળની પંગતમાં બેસવાથી હંમેશા દૂર રહેતા આવ્યા છે.

ગુજરાત ભાજપના ડખાથી અકળાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કોઇની પણ કલ્પના બહાર જઇને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરી ત્યારે ઘણા લોકોએ જાત જાતની અને મજાકીયા કોમેન્ટ કરતા હતા. ઘણા લોકો તો છેક ‘રબ્બર સ્ટેમ્પ’ સુધી પહોંચી ગયા હતા.
છતા ભૂપેન્દ્ર પટેલે કોઇપણ પ્રકારની વળતી પ્રક્રિયા આપ્યા વગર કર્મના સિદ્ધાંતને વળગી રહીને ગુજરાતની બાગડોર સંભાળી સરકારના પ્રજાભિમુખ વહિવટને આગળ દોડાવવા સાથે રાજ્યના દરેક સમાજ અને દરેક વર્ગના લોકોમાં પોતીકાપણાનો ભાવ ઊભો કર્યો હતો. મીતભાષી ભૂપેન્દ્ર પટેલે વિતેલા એક વર્ષ દરમિયાન કોઇને પણ તેમની કાર્યપ્રણાલી સામે બોલવાની તક આપી નથી. ઘણી વખત ઘણાં મંત્રીઓએ સવાયા મંત્રી હોવાનો દેખાવ કર્યો હશે, તો પણ ભૂપેન્દ્ર પટેલ આખી ઘટનાને નજર અંદાજ કરી ગયા હશે.
ભૂપેન્દ્ર પટેલ એવું માને છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ પણ ઇશ્વરીય સંકેત હશે પરંતુ જે કામ મળ્યું છે તેને સુપેરે અને ખેલદીલીથી પાર પાડવું આ એમનો વ્યક્તિગત સિદ્ધાંત છે.
વિતેલા એક વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઇએ આંગળી ચિંધવાની હિંમત કરી નથી બલ્કે રાજ્ય સરકારે હાથ ધરેલા કામો વધુ ઝડપે પાર પાડ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ માથા ઉપર છે છતાં જરાપણ વિચલિત થયા વગર રાજ્ય સરકારને દોડાવી રહ્યા છે. અને હવે તો ડબલ એન્જિન સરકારના વડાપ્રધાન મોદી સાથે ભૂપેન્દ્ર પટેલનો ચહેરો પણ જાણિતો બની ગયો છે. વળી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પૂર્વે અદ્‍ભૂત વ્યુહરચના અપનાવીને કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વગર ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને પ્રસ્થાપિત કરી દીધા છે. પોતીકા પક્ષના લોકોને પણ સંદેશો આપી દીધો છે. હવે પછીના ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે. વળી બાકી હતુ તો બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ગુજરાતમાં ચૂંટણી લડવા ઉપરાંત બેઠકની સંખ્યામાં પડ્યા વગર બે તૃતિયાંત બહુમતિ સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી દીધો હતો.
અત્યાર સુધી કે, એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના જૂથમાંથી આવતા હોવાથી અમિત શાહ તેમનાથી રાજી નથી પરંતુ આ બધા સમીકરણો પણ ભૂપેન્દ્ર પટેલે ખોટા પાડ્યા છે. સૌથી પહેલા તો એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના જૂથવાદમાં માનતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ગૃહમંત્રી અમિત શાહ હોય કે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હોય આ તમામ ભૂપેન્દ્ર પટેલ માટે સર્વોપરી અને આદરપાત્ર નેતા છે. તેઓ આનંદીબેન પટેલની બેઠક ઉપરથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. વળી એક વાત ચોક્કસ છે કે તેઓ માટે આનંદીબેન પટેલ વ્યક્તિગત રૂપે વિશેષ આદરપાત્ર હશે એવું ચોક્કસ માની શકાય. પરંતુ વિતેલા એક વર્ષના વહિવટમાં અને ચૂંટણીનું વર્ષ હોવા છતાં તેમના વહિવટમાં ક્યાંય પણ વ્યક્તિ ગત પ્રભાવનો પડછાયો જોવા મળ્યો નથી.
મુખ્યમંત્રીનો કારભાર સંભાળ્યાના ૧૩/૦૯/૨૦૨૧ દિવસથી ૧૩ સપ્ટેમ્બરે એક વર્ષ પૂરૂં થયું ત્યાં સુધીના સમયગાળાના રાજ્ય સરકારના વહિવટને જોવામાં આવે તો તેઓ એક પણ મોરચે નિષ્ફળ કે અધુરા પુરવાર થયા નથી.
સમગ્ર મંત્રી મંડળ કે વહિવટી અધિકારીઓમાં પણ ભૂપેન્દ્ર પટેલ સામે સચિવાલયના કોઇ ખૂણામાં કચવાટ સાંભળવા મળ્યો નથી. કદાચ ગુજરાતના સૌ પ્રથમ વખત એક સૌમ્ય મુખ્યમંત્રી મળ્યા છે. એવું દાવા સાથે કહી શકાય જાણે ધરતી સાથે જોડાયેલો માણસ ગુજરાતની ગાદી ઉપર બેઠો છે.
સદાય વિનમ્ર અને સ્મીત ફરકાવતો ચહેરો અને હાથ જોડીને નમન કરવાનો તેમનો ભાવ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. વિપક્ષની પણ તાકાત નથી કે ભૂપેન્દ્ર પટેલ માટે કોઇ ટીપ્પણી કરી શકે. આ જમા પાસુ જ આવનારી ચૂંટણીઓમાં ભાજપ માટે ફાયદાકારક પુરવાર થશે.
હવે કહેવાની જરૂર નથી કે આગામી ચૂંટણીઓમાં ભાજપ પાસે કોઇ મજબૂત ચહેરો નથી, બલ્કે ક્રમશઃ એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે ગુજરાતના લોકોને પોતીકો ચહેરો મળી ગયો છે. પાછલા કેટલાક સમયથી એક યા બીજા કારણો અને માંગણીઓને લઇને આંદોલનો કરવામાં આવી રહ્યા છે પરંતુ એક પણ ખૂંણામાં ભૂપેન્દ્ર પટેલ વિરૂદ્ધ લેશ માત્ર ગણગણાટ સાંભળવા મળ્યો નથી. વળી ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. પાછલા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે હાથ ધરેલા વિકાસ કાર્યોને વેગ આપવા સાથે નવા કામોનો પ્રારંભ પણ કરાવ્યો છે. બાકી હતું તો કુદરતે પણ મહેર કરીને રાજ્યના જળાશયો ભરી દીધા છે.
સ્વભાવે વિનમ્ર હોવાના કારણે ભૂપેન્દ્ર પટેલને મળવા માટે કોઇપણ વ્યક્તિ માટે પ્રતિબંધ નથી કેટલીક વખત સલામતિના કારણોસર ભૂપેન્દ્ર પટેલને લોકોને મળતા અટકાવવામાં આવે છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ આવા કોઇ નિયંત્રણોમાં માનતા નથી લોકોના ઘરમાં, ઓટલા ઉપર કે રસ્તાની વચ્ચે ઊભા રહીને ખૂબ જ સહજતાથી લોકો સાથે વાત કરતા નજરે પડે છે.
ભૂપેન્દ્ર પટેલ પોતે મહત્વકાંક્ષી નથી. મુખ્યમંત્રી તરીકે નિમણૂંક પામ્યા ત્યારે ભાજપના જ ઘણા લોકો હાવી થઈ ગયા હતા. ત્યારે પણ તેમણે સહાજભાવે મુખ્યમંત્રીપદ ખાલી કરી આપવાની તૈયારી બતાવી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત કેન્દ્રીય નેતૃત્વની હુંફને કારણે ભૂપેન્દ્ર પટેલની કોઢા સુઝ અને આત્મવિશ્વાસે ભાજપ સરકારની પ્રતિભામાં વધારો કર્યો છે.
એક તરફ આંતરિક અને બાહ્ય નારાજગીને કારણે ભાજપ સામે જોખમ ઊભું થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવા સમયે લોકોમાં ભૂપેન્દ્ર પટેલ પોતીકા હોવાનો પ્રગટ થયેલો ભાવ ભાજપને ચૂંટણીઓમાં મોટા ફાયદો કરાવી જશે.

મોબાઈલમાં આ બોલીવુડ અભિનેતાના બરાડા સંભળાવીને દીપડાને ભગાડે છે ખેડૂતો

0

Farmers drive away leopards by listening

  • ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બિજનૌર જિલ્લામાં (Bijnor District) હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો (The panther) અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. જો કે સ્થાનિક લોકોએ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે.

અનેક લોકો એક સાથે ભેગા થઈને ખેતર અને બગીચાઓમાં જાય છે અને ત્યાં પોતાના ફોનમાં ફૂલ વોલ્યુમમાં અભિનેતા સની દેઓલના ડાઈલોગ અને સિંહની ગર્જનાનો અવાજ વગાડે છે. દીપડો ભગાડવાની આ રીત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે લોકોને આ દીપડો ભગાડવાની આ રીત કામે પણ લાગી રહી છે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

ગ્રામીણોના જણાવ્યાં મુજબ મોબાઈલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવતા જ દીપડો ભાગવા માટે મજબૂર થઈ જાય છે. જિલ્લામાં અનેક દીપડા છે. જે ગ્રામીણોના પાળતું જાનવરોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે વન વિભાગ તે દીપડાઓને શોધવા માટે ડ્રોનની મદદ લઈ રહ્યું છે.

બીજી બાજુ સ્થાનિક લોકોએ ખૂંખાર જાનવરને ભગાડવા માટે સની દેઓલનો સહારો લીધો છે. સની દેઓલના ફિલ્મી ડાઈલોગ સ્થાનિક ખેડૂતોને આ સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ બની રહ્યા છે.

સની દેઓલના ડાઈલોગ ઉપરાંત ખેડૂતોએ પોતાના ફોનમાં સિંહની ગર્જનાનો અવાજ પણ સેવ કરી લીધો છે. જેના અવાજથી દીપડાઓને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સ્થાનિક લોકોના હાથમાં લાકડી અને મોબાઈલમાં સની દેઓલના ડાઈલોગ વાગતા જોઈ શકાય છે. ગ્રામીણોનો દાવો છે કે તેમની આ તરકીબ કામે લાગી રહી છે. મોબાઈલનો અવાજ સાંભળીને દીપડો ભાગી જાય છે. રસપ્રદ વાત એ છે કે ગ્રામીણોના આ પ્રયોગ પર વન વિભાગે પણ મહોર લગાવી છે.

આ પણ વાંચો :-

લદ્દાખ જવાનું પ્લાનિંગ હોય તો ખાસ વાંચજો, IRCTCનો જોરદાર પ્લાન, રહેવા જમવાની અફલાતૂન સુવિધા

0

If you are planning to go to Ladakh,

  • IRCTC દ્વારા લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ શરૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે.

ભારતીય રેલ્વેની (Indian Railways) સહાયક ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) એટલે કે આઈઆરસીટીસી IRCTC ફરી એકવાર પ્રવાસીઓ માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવી છે. IRCTC દ્વારા આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં આગ્રાથી લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ (Air travel package) શરૂ કરવામાં આવી રહ્યું છે.

ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે. લદ્દાખનું આ ટુર 7 રાત અને 8 દિવસનું હશે જે 14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ આગ્રાથી દિલ્હી થતાં લદ્દાખ પહોચશે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

આ ટુર પેકેજમાં પ્રવાસીઓને આગ્રાથી નવી દિલ્હી સુધી રોડ માર્ગ દ્વારા પંહોચાડવામાં આવશે અને એ પછીથી નવી દિલ્હીથી લેહ સુધી ફ્લાઈટ દ્વારા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગ્રાથી દિલ્હી પહોચ્યાં પછી દિલ્હીમાં એક રાતના સ્ટે અને ડિનરની સુવિધા પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ ટુર દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવા અને ખાવાની સુવિધા આપવામાં આવશે.

આ તારીખે થશે ટુર :

મુસાફરોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને પહેલી વખત 14 સપ્ટેમ્બરથી 21સપ્ટેમ્બર,  21 સપ્ટેમ્બર થી 28સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી 7 રેટ અને 8 દિવસનું આગ્રાથી લદ્દાખ સુધીના હવાઈ ટુર પેકેજ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

આ જગ્યાની મુલાકાત લેશે લોકો :

આ ટુર દરમિયાન લેહમાં હોટેલ સ્ટે સાથે સ્તૂપ અને મઠના દર્શન, શામ વેલીમાં લેહ પેલેસ, શાંતિ સ્તૂપ, ગુરુદ્વારા, નુબ્રા વેલીમાં સ્થિત કેમ્પમાં રાત્રિ રોકાણ, દીસ્કિત સહિત અને ગામ અને સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકાશે.

કેટલું છે ભાડું :

હવાઈ ટુર પેકેજમાં એક વ્યક્તિના રહેવા-ખાવા-પીવા માટેના પેકેજની કિંમત રૂ. 49,500 છે, બે વ્યક્તિઓ સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 44,500 અને ત્રણ વ્યક્તિઓ સાથે રહેવા માટે પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 43,900 છે. બાળક દીઠ પેકેજ કિંમત રૂ. 42,000 (બેડ સહિત) અને માતા-પિતા સાથે રહેવા માટે રૂ. 38,800 (બેડ વિના) હશે.

આજનું રાશિફળ 15 સપ્ટેમ્બર : સિંહ રાશિના જાતકોએ કરેલા સારા કર્મોનું ફળ આજે મળશે, જાણો તમારું દૈનિક રાશિફળ

Today’s Horoscope 15 September Gujarat Guardian

મેષઃ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ કેમીકલ્સના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાન વધે.

વૃષભઃ
માન‌સિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ

મિથુનઃ
નિખાલસ અને ચારિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતી જાળવવી.

કર્કઃ
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહઃ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલાઃ
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વેમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ, મગજ તથા નેત્રરોગોથી સાચવવું

વૃશ્ચિકઃ
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ‍ફળની પ્રાપ્‍તી થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજનાં રોગોથી સાચવવું

મકરઃ
શાંતિનો અનુભવ થાય. ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભઃ
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીનઃ
માનસિક અસ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-

SORRY મારા ફેન્સ માટે હતું…: રિષભ પંતની માફી માંગવા મુદ્દે ઉર્વશીએ કર્યો ખુલાસો, વ્યક્ત કર્યો રોષ

SORRY was for my fans…: Urvashi

  • ઉર્વશી રૌતેલાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. આ વિડીયોને લઈને હવે અભિનેત્રીએ સ્પષ્ટતા આપી છે.

વાયરલ (Viral) થઇ રહેલા એક વિડીયોમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. વિડીયોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે ઋષભ પંતને (Rishabh Pant) શું મેસેજ આપવા માગશે. ત્યાર બાદથી ચર્ચાઓ ચાલી રહી છે કે ઉર્વશીએ ઋષભ પંતને સોરી કહ્યું.

હવે અભિનેત્રીએ સ્પષ્ટતા આપી છે કે તે સોરી મારા ફેન્સ માટે અને ચાહકો માટે હતું કે મારી પાસે કહેવા માટે કંઈ નથી. તેણે કહ્યું કે આજકાલ મિમ પેજ તો ફિલ્મો અને ટીવી શોઝ કરતા પણ વધારે સ્ક્રિપ્ટેડ હોય છે.

ઋષભ – ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર બબાલ :

સોશિયલ મીડિયા પર હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્વશી ઋષભનું નામ આવવા પર આઈ એમ સોરી કહેતી જોવા મળે છે. જણાવી દઈએ કે ઉર્વશીને પૂછવામાં આવ્યું હતું કે આરપી માટે કોઈ મેસેજ છે તમારો, તમે થોડું ફેરવી રહ્યા છો, હું તમને સીધી વાત પૂછું છું.

ત્યારે ઉર્વશીએ કહ્યું કે સીધી બાત નો બકવાસ એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું બસ કહેવા માંગીશ.. હું શું કહેવા માંગીશ.. કંઇ નહીં સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે હાથ પણ જોડ્યા હતા.

ઉર્વશી રૌતેલા અને નસીમ શાહ  :

જણાવી દઈએ કે આજકાલ ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડવામાં આવે છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સિક્સર ફટકારીને નસીમ શાહની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. ત્યાર બાદ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નસીમ શાહ સાથે પોતાનો ફેન મેડ વિડીયો શેર કર્યો હતો અને સોશીયલ મીડિયા પર બબાલ મચી છે.

આ પણ વાંચો :-