ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : 52 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો, બનાસકાંઠામાં ભારે પવન ફુંકાતા નુકસાન

Share this story

Meghraja’s Dhunadhar batting in Gujarat

  • રાજ્ય (Gujarat) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં (Gujarat) હજુ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. ત્યારે આજ રોજ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા (Maharaja) મન મૂકીને વરસ્યા છે.

આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો :

રાજ્યમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદમાં આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ચોટીલામાં સવા ઈંચ, લોધિકામાં સવા ઈંચ, વલસાડમાં 1 ઈંચ, કોડીનારમાં 17 મીમી વરસાદ, વાગરામાં 17 મીમી, રાપરમાં 17 મીમી, થાનગઢમાં 17 મીમી, હાંસોટમાં 16 મીમી, લીમખેડામાં 14 મીમી અને વાપીમાં 13 મીમી વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો :

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલનપુર, સુઈગામ અને વડગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. થરાદ વિસ્તારમાં ભારે પવન ફુંકાતા અનેક સેડ ઉડવા લાગ્યા હતા. થરાદના ડોડ ગામે ભારે પવનથી બાગાયતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં બનાવેલ પશુઓ માટેના અનેક સેડ ભારે પવનથી પડી ભાંગ્યા.

હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે :

આજ સવારના 6થી અત્યાર સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યમાં આજે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. દાહોદમાં ઝાલોદ, લીમડી, સિંગવડ, લીમખેડા, સંજેલી અને નાનસલાઈ વરોડમાં વરસાદ વરસ્યો. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો :-