Horrible situation after floods in Pakistan
- પાકિસ્તાનમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે.
પાકિસ્તાનમાં (Pakistan) પૂરે હાહાકાર મચાવ્યો છે. પૂરના પગલે દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. પૂર બાદ પણ લોકોની હાલત દયનિય છે. બાળકો ભૂખે મરી રહ્યા છે તો મહિલાઓ (Woman) ખુલ્લામાં સુવા માટે મજબૂર બની છે.
લગભગ સમગ્ર સિંધ પ્રાંત હજુ પણ પાણીમાં ડૂબી ગયો છે. વહીવટીતંત્ર સતત બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. તમામ લોકોને ભોજન અને પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ પ્રયાસો અપૂરતા જણાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિતિ વધુ ખરાબ થશે.
પાકિસ્તાનમાં ઉભી થયેલી હાલત માટે નિષ્ણાતો સરકાર અને તંત્રને જવાબદાર માની રહ્યા છે. તેઓ પૂર, આર્થિક કટોકટી અને રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાનના ગેરવહીવટ અને અમાનવીયતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. રાજકીય અર્થશાસ્ત્રી નિયાઝ મોર્તઝા વર્તમાન કટોકટીને ત્રિ-પાંખીય અવરોધ તરીકે વર્ણવે છે. આમાં આર્થિક, રાજકીય અને કુદરતી અવરોધોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian
તેઓ કહે છે, ગરીબો પહેલેથી જ બે મહિનાથી મોંઘવારી, નોકરી ગુમાવવા અને રાજકીય વિકલાંગતાથી પરેશાન હતા અને હવે પૂરે તેમને ખાડામાં ધકેલી દીધા છે. કમનસીબે આ પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અથવા પૂર માટે ભારતને દોષી ઠેરવવા મંડ્યા છે.
1,300 થી વધુ લોકોના મોત :
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પૂરના પાણી ઓછુ થવામાં કેટલાક મહિના લાગી શકે છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ ત્યાં નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ સમગ્ર વિસ્તાર આકાશી આફતથી તબાહ થઈ ગયો છે. અહીં હજારો લોકો બેઘર બની ગયા છે.
પાકિસ્તાન હાલ પૂરથી પીડિત છે. 22 કરોડ લોકો પ્રત્યક્ષ અને આડકતરી રીતે પ્રભાવિત થયા છે. 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 160 માંથી 81 જિલ્લામાં પૂરના કારણે 3.3 કરોડ લોકો બેઘર બન્યા છે.
ન ખાવાનું, ન ઘર, ના જલ્દી સ્વસ્થ થવાની આશા સિંધ પ્રાંતને ફરી ઊભા થવામાં ઘણો સમય લાગશે. અહીં પૂરના કારણે હજારો ઘરો, ઘણાં ગામો અને મસ્જિદો અને મદરેસાઓ નાશ પામ્યા છે. પાક બરબાદ થઈ ગયો છે અને જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી બીજો પાક થઈ શકે નહીં.
નિષ્ણાતોના મતે સિંધ પ્રાંતમાં એવા ઘણા વિસ્તારો છે. જ્યાંથી પાણી બહાર આવવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ભૂખમરો વધશે, સ્થિર પાણીને કારણે બીમારીઓ વધશે અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે આ સ્થિતિનો સામનો કરવા માટે કોઈ સાધન નથી.
હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી ?
પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત એવા ઘણા ગામો છે, જ્યાં બધું જ તબાહ થઈ ગયું છે. આ ગામોના લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર છે. બાળકોને સુરક્ષિત રાખવા માટે કેટલાક લોકોએ ઘરના કપડામાંથી ટેન્ટ બનાવ્યા છે. એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કુદરતી આફતનો સામનો કરવામાં પાકિસ્તાન આટલું લાચાર કેવી રીતે લાગે છે? આખરે હજારો લોકો સુધી મદદ કેમ નથી પહોંચી રહી?
રાહત સામગ્રીમાં ભ્રષ્ટાચાર :
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક લોકો પૂર પીડિતોની રાહત સામગ્રીની લૂંટમાં પણ રોકાયેલા છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પાકિસ્તાને તેના પૂર રાહત અને સામગ્રી વિતરણના કાર્યને પારદર્શક બનાવવા માટે ડિજિટલાઇઝેશનનું કામ શરૂ કર્યું છે.
જિયો ન્યૂઝ અનુસાર વિદેશમાંથી મળેલી મદદ અને તેના વિતરણની વિગતો ડિજિટલ ફ્લડ ડેશબોર્ડ દ્વારા સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતને આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર આવવા માટે પ્રાર્થના કરી શકાય છે.
આ પણ વાંચો :-