દેવી-દેવતા વિરૂદ્ધ ટીપ્પણી કરનારા સ્વામિ.સંતો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, કાર્યવાહી નહીં થાય તો પોલીસ…

Share this story

A complaint has been registered against

  • ગઢડામાં સનાતન ધર્મના અગ્રણીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

સ્વામિનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેના વિરોધમાં ગઢડા શહેર (Gadhda) ખાતે આજે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઉપરાંત સનાતન ધર્મના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રેલી કાઢી નોંધાવ્યો વિરોધ :

બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજરોજ કમલમ હોલ ખાતે સનાતન ધર્મના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરના રાજ માર્ગો પર રેલી કાઢી સનાતન ધર્મની જય, હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ :

જે બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં ગઢડા શહેરના સ્થાનિક વાલેરાભાઈ રાઠોડ, ઋષિકેશ ભાઈ ત્રિવેદી અને નાજભાઈ દ્વારા સનાતન ધર્મના મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને ફરિયાદી બનીને સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

આ ઉપરાંત પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ પણ સનાતન ધર્મના લોકો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચો :-