તું મારી ફિલિંગ્સ સમજ…: અમદાવાદમાં ચેટ કરી ફોસલાવતો શિક્ષક, યુવતીઓ બોલી…

Share this story

You understand my fillings…: A teacher chats

  • સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જે બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદની (Ahmedabad) સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી (St. Xavier’s Loyola School) શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે ઈન્સ્ટાગ્રામમાં (Instagram) ગંદી હરકત કરી છે.

સ્પોર્ટ્સના શિક્ષક ડૉ.રવિરાજ ચૌહાણે વિદ્યાર્થિઓની સાથે ગંદી હકત કરી છે. શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીને ફોસલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે. જેથી વાલીઓએ શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શિક્ષક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવાની વિદ્યાર્થિનીઓની માંગ :

રીસેસના સમયે વિરોધ કરતી સ્કૂલની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ‘સ્પોર્ટ્સના શિક્ષકે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા છે, અને અમને એકલામાં મળવા બોલાવી. અમે ફક્ત અમારી માટે જ નહીં પણ પ્રાઈમરીમાંથી અનેક વિદ્યાર્થિનીઓ આવતા વર્ષે હાઈસ્કૂલમાં આવવાની છે. અમે તેમની સેફ્ટી માટે પણ આ વિરોધ કરી રહ્યા છીએ.’

વિદ્યાર્થિનીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘બધાનું કહેવું છે આ સ્કૂલના શિક્ષકે સ્કૂલને ઘણા એવોર્ડ અપાવ્યા છે. જેથી સ્કૂલ ફક્ત તેનો સ્વાર્થ જ જોવે છે, તેને વિદ્યાર્થિનીઓની સેફ્ટીની કંઈ પડી નથી. આ અંગે જ્યારે અમે સ્કૂલના પ્રિન્સિપાલને જણાવ્યું હતું. ત્યારે તેમણે અમને પૂરાવા લવવા કહ્યું હતું અને અમે ઘણા પૂરાવા આપ્યા.

જે બાદ તેમણે શિક્ષકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. આ અગાઉ પણ તેમને ચેતવણી આપવામાં આવી હતી.’ વધુમાં જણાવ્યું કે, ‘સસ્પેન્ડ કરવાથી કોઈ મતલબ નથી કારણ કે તે બીજી સ્કૂલમાં જઈને ત્યાંની વિદ્યાર્થિનીઓ સાથે પણ આવું જ કરશે. અમારી માંગ છે કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ‘

લંપટ શિક્ષકને સસ્પેન્ડ કર્યા હોવાનો સ્કૂલનો દાવો :

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષક રવિરાજ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થિનીને મળવા માટે એકલા બોલાવી હતી. શિક્ષકના ઈન્સ્ટાગ્રામ પર આવા મેસેજ આવતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી.

જે બાદ પ્રિન્સિપાલે તપાસની ખાતરી આપી હતી. સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મેનેજમેન્ટ આ મામલે વધુ કાર્યવાહી કરશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ લંપટ શિક્ષક અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-