એક તરફ ભારત જોડો યાત્રા ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં બે નેતાઓ વચ્ચે મોટો વિવાદ, કહ્યું મારા પર જૂતાં ફેંકાવીને CM…

Share this story

On the one hand, join Bharat Yatra, on the other

  • રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ખુલ્લી ધમકી આપી.

ચૂંટણી પહેલા હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Connect India Journey) ચાલી રહી છે તેવામાં રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં (Rajasthan) બે જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં હવે નવો વિવાદ સર્જાયો છે. રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ (Ashok Chandn) પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને (Sachin Pilot) ખુલ્લી ધમકી આપી છે.

વાત જાણે એમ છે કે, સોમવાર 12 સપ્ટેમ્બરના રોજ જ્યારે અશોક ચંદના અજમેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારબાદ ઘણા લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાદમાં નારાજ અશોક ચંદનાએ મોદી રાત્રે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

રાજસ્થાનના અજમેરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અશોક ચંદના ભાષણ આપી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક  કેટલાક લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાજુથી ચંપલ અને અન્ય વસ્તુઓ સ્ટેજ તરફ ફેંકવામાં આવી હતી. તે બાજુથી સચિન પાયલટ ઝિંદાબાદના નારા લાગ્યા હતા.

જૂતા ફેંકવાથી નારાજ મંત્રી અશોક ચંદનાએ રાત્રે 10:05 વાગ્યે ટ્વિટ કરીને સચિન પાયલટને ધમકી આપી હતી. ચંદનાએ ટ્વીટ કરીને લખ્યું કે ‘જો સચિન પાયલોટ મારા પર જૂતું ફેંકીને મુખ્યમંત્રી બને છે, તો તે જલ્દી કરવું જોઈએ કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. જે દિવસે હું લડવા આવીશ ત્યારે માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી.’ ચંદનાની આ ધમકીથી પાર્ટીમાં હવે નવો જંગ છેડાઈ ગયો છે.

શું હતો સમગ્ર મામલો ? 

12 સપ્ટેમ્બરના રોજ અજમેરમાં ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત, આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડ વગેરે હાજર હતા.

જેમાં ભાજપ ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ભડાના, ધારાસભ્ય વાસુદેવ દેવનાની સામેલ થયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવી શક્યા ન હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાં યુવાનોનું એક જૂથ સચિન પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને કેબિનેટ મંત્રી શકુંતલા રાવતના ભાષણ દરમિયાન પણ યુવાનોના એક જૂથે વિરોધ કર્યો હતો અને સચિન પાયલટ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાજ્યમંત્રી અશોક ચાંદના ભાષણ આપવા આવ્યા ત્યારે યુવાનોના એક જૂથે મંત્રી પર જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી દીધી હતી. આનાથી નારાજ થઈને મંત્રીએ ભાષણ અધવચ્ચે જ છોડી દીધું હતું.

આ પણ વાંચો :-