HomeGujaratઆ તે કેવી ભક્તિ ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ,...

આ તે કેવી ભક્તિ ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ, Video

Date:

Related stories

BAPSના સંતોની મુલાકાત દરમિયાન એફિલ ટાવરના મહિલા સ્ટાફને લઈને કેમ થયો વિરોધ?

દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંના એક એફિલ ટાવર પર...

સુરતની દ્વિતીની અદ્ભુત સ્મરણશક્તિ અને જિજ્ઞાસાએ બનાવ્યો રેકોર્ડ!

જ્યારે બાળકને મોબાઈ આપવાના બદલે તેને અન્ય પ્રવુતિમાં ભાગ...

Apple Foldable iPhoneથી બદલાઈ શકે છે Foldable માર્કેટની ગેમ, Samsung માટે કેમ વધી શકે છે પડકાર?

સ્માર્ટફોન માર્કેટમાં Appleની એન્ટ્રી ઘણી વાર માત્ર એક નવા...

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીની શક્યતા છે....

ઇન્ડોનેશિયામાં ‘નર્કનું દ્વાર’ ખૂલ્યું ! અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યો, 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટતા ભયનો માહોલ...
spot_img

What kind of devotion is this

  • ગણેશોત્સવ તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં ભક્તિના નામે અશ્લીલતા જોવા મળી. 

ગણેશોત્સવ (Ganesha Festival) તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં (Ganesh Pandal) ભક્તિના નામે અશ્લીલતા (Obscenity) જોવા મળી.

સુરતની બેગમપુરા શેરીમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશજીની સામે બાર ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ કરાયો હતો. એટલુ જ નહિ યુવકોએ નશામાં છાટકા બનીને બાર ડાન્સરો સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તાજેતરમાં જ ગુજરાતભરમાં રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવાયો. ત્યારે સુરતમાં ભક્તિના નામે એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. ગણપતિ મંડપમાં ડાન્સરોને બોલાવાયા હતા. ગણેશ પ્રતિમાની સામે સ્થાનિક યુવકોએ શરમ નેવે મૂકીને ડાન્સ કર્યો હતો. એટલુ જ નહિ, યુવાઓએ ડાન્સરો સાથે ઠુમકા માર્યા હતા.

તો બીજી તરફ, ગણેશ મંડપમાં બિયરની છોળો ઉડાડાઈ હતી. ડીજેના તાલે યુવાઓ મહિલા ડાન્સરો સાથે ઝૂમ્યા હતા. તો યુવાઓએ નશામાં છાટકા બનીને ડાન્સરો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગણેશ વિસર્જનની આગલી રાત્રે તાયફાનો વીડિયો વાયરલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તે જોઈને ફિટકાર વરસાવી છે. વીડિયો સુરતની બેગમપુરા મપારા શેરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

સુરતમાં ગણપતિ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ગણેશ પંડાલમાં કરેલા આ તાયફા સામે અનેક સવાલો ઉભા કરે છે કે, આસ્થાના નામે કરેલા જલસા કેટલા યોગ્ય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img