સરકાર હવે તો બંધ આંખો ખોલો, જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

Share this story

Govt open your closed eyes now

  • વડોદરામાં રખડતા ઢોરે સગર્ભા મહિલાને અડફેટે લેતા ગર્ભમાં રહેલા શિશુનું મોત… 4 વર્ષની નાની બાળકીને બચાવવા જતાં રખડતા ઢોરે મહિલાને ફંગોળી..

એક તરફ રાજ્ય સરકારે (State Govt) આગામી વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણનો (Cattle control) કાયદો પરત ખેંચવાનો નિર્ણય લીધો. માલધારી સમાજના (Merciful society) આગેવાનોને મુખ્યમંત્રીએ આ વિશે ખાતરી આપી. પરંતુ ગુજરાતમાં રખડતા ઢોરોનું શું, જેનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. સરકારે ચૂંટણી પહેલા પોતાની વોટબેંક બચાવવા બંધ બારણે ખેલ પાડી દીધો. પરંતું રખડતા ઢોરોથી હવે નાગરિકોને કોણ બચાવશે.

આવામાં એક એવી ઘટના બની છે જે જાણીને તમારું કાળજુ પણ કંપી ઉઠશે. જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો. વડોદરામાં રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. પરિવારે બીકના માર્યે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતું આ આંખ ખોલતો કિસ્સો છે. ત્યારે હવે સરકાર ક્યાં સુધી આંખ મીંચીને બેસી રહેશે.

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વડોદરામાં ઠેરઠેર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસેલા હોય છે. આવામાં એક રખડતા ઢોરે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. રખડતા ઢોરે અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે. વડોદરાના સલાટવાડા વિસ્તારની આ ઘટના છે.

સલાટવાડા વિસ્તારમાં રખડતા ઢોરે ગર્ભવતી માતાને અડફેટે લીધી હતી. રખડતી ગાય નાની બાળકીને ગાય મારતી હતી ત્યારે બાળકીને બચાવવા જતા ગર્ભવતી મહિલાને ગાયે ફંગોળી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત બની હતી.

ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ગર્ભવતી મહિલાને ગુપ્તાંગના ભાગમાં વાગવાથી ગર્ભમાં રહેલ શિશુનું મૃત્યુ નિપજ્યું હતું. તો બીજી તરફ, પરિવાર ડરી જતા પોલીસ ફરિયાદ કરવાનીના પાડી.

આ પણ વાંચો :-