Salman Khan meets Jain Muni
- સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પંહોચ્યા હતા.
બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની (Salman Khan) ઈમેજ હંમેશા એક દિલદાર વ્યક્તિ તરીકે રહી છે. આવું એટલા કે તેઓ માણસાઈને સમર્થન આપવાની એક પણ તક ગુમાવતા નથી. અત્યાર સુધી સલમાન ખાનની ઉદારતાના ઘણા ઉદાહરણો આપણે બધા એ જોયા જ હશે અને હાલ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં જ સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને (Jain monk Acharya Vijay Hansratnasur) તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પહોચ્યા હતા.
સલમાને કરી આચાર્ય સાથે મુલાકાત :
આચાર્ય વિજય હંસરત્નસૂરિ એક ઘણા જાણીતા જૈન આચાર્ય છે. સલમાન એમના 180 દિવસના ઉપવાસ પૂર્ણ થયા પછી તેને મળવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આચાર્ય વિજય હંસરત્નસુરિ 180 દિવસના ઉપવાસ પર હતા. આવો ઉપવાસ એમને છઠ્ઠી વખત કર્યો છે.
તેમના ફોલોવર્સનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન સલમાન ખાનને આચાર્ય એ જૈન ધર્મના વિવિધ પાસાઓ અને વિધિઓ વિશે પણ જણાવ્યું હતું.
180 દિવસનો ઉપવાસ :
રિપોર્ટ અનુસાર આચાર્ય વિજય હંસરત્નસુરિએ રવિવારના દિવસે તેમના 180 દિવસના નિરંતર ઉપવાસને પૂરો કર્યો હતો. આ ઉપવાસના પુરન કર્યાની સાથે જ તેઓ એકમાત્ર એવા જૈન સાધુ બન્યા છે જેમના આ મેરેથોન ફાસ્ટીંગને પૂરું કર્યું છે. તેમના અનુયાયીઓના જણાવ્યા અનુસાર આચાર્ય હંસરત્નસુરિ તેમના જીવનના છેલ્લા બે દાયકામાં સાધુ તરીકે કુલ 12 વર્ષ ઉપવાસ કર્યા છે.
બિગ બોસ સહિત આ ફિલ્મોમાં નજર આવશે સલમાન ખાન :
હાલ સલમાન ખાન બિગ બોસ 16ને લઈને ચર્ચામાં છે. શોનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શોમાં સલમાન ફરી એકવાર હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સલમાન ખાન મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સિવાય સલમાન ખાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો :-
- ચૂંટણી પહેલા આપમાં ડખો, વેજલપુર બેઠકના ઉમેદવાર સામે ઉભો થયો વિવાદ
- દરરોજ આટલી મિનિટ ચાલવાથી ટળે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો હ્રદયને કેવી રીતે રાખવું સ્વસ્થ