Home Blog Page 1318

વિરોધીઓ પણ ‘દાદા’ની ટીકા કરવા માટે અસમર્થ

Even the opponents are

  • નરેન્દ્ર મોદીની પસંદગી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત માટે ‘પારસમણી’ પુરવાર થશે.
  • મુખ્યમંત્રી તરીકે કરાયેલી પસંદગી વખતે લોકોને આશ્ચર્ય થયું હતું પરંતુ સોમ્ય, શાંત અને નિખાલસ ભૂપેન્દ્ર પટેલ એક વર્ષમાં ‘લોકોનો ચહેરો’ બની ગયા.
  • બિલકુલ નિરાભિમાની, મંદમંદ સ્મિત સાથે હસતો ચહેરો; હવે તો અમિત શાહે પણ કહી દીધુ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે અને પૂર્ણ બહુમત સાથે ફરી ભાજપની સરકાર બનશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડબલ એન્જિન’ સરકારનું સૂત્ર આપીને ભૂપેન્દ્ર પટેલને વધુ ઊંચાઇએ લઇ ગયાઃ આગામી ચૂંટણી જીતવા બે ચહેરા જ કાફી પુરવાર થશે.

ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારે શાસનના બે વર્ષ પૂર્ણ કર્યા, ગુજરાત ભાજપ પરિવારમાં ખૂબ જ શાંત અને લાગણીશીલ માનવામાં આવતા ભૂપેન્દ્ર પટેલ ચોક્કસ વહિવટ કુશળ છે. તેઓ ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાપાલિકાની (Ahmedabad Municipality) સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હતા. આ ઉપરાંત અમદાવાદ વિકાસ સત્તા મંડળ (Development Authority) એટલે કે ‘ઔડા’ના પણ ચેરમેન હતા. ભૂપેન્દ્ર પટેલની વહિવટ કુશળતા માટે આ બે હોદ્દાની ઓળખ તેમની કાર્યક્ષમતાનું સૌથી મોટું પ્રમાણપત્ર ગણી શકાય પરંતુ સ્વભાવે આંર્તમુખી અને ઇશ્વરમાં આસ્થા ધરાવતા હોવાથી ‘દાદાના નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ ભાજપની આગલી હરોળની પંગતમાં બેસવાથી હંમેશા દૂર રહેતા આવ્યા છે.

ગુજરાત ભાજપના ડખાથી અકળાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કોઇની પણ કલ્પના બહાર જઇને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરી ત્યારે ઘણા લોકોએ જાત જાતની અને મજાકીયા કોમેન્ટ કરતા હતા. ઘણા લોકો તો છેક ‘રબ્બર સ્ટેમ્પ’ સુધી પહોંચી ગયા હતા.
છતા ભૂપેન્દ્ર પટેલે કોઇપણ પ્રકારની વળતી પ્રક્રિયા આપ્યા વગર કર્મના સિદ્ધાંતને વળગી રહીને ગુજરાતની બાગડોર સંભાળી સરકારના પ્રજાભિમુખ વહિવટને આગળ દોડાવવા સાથે રાજ્યના દરેક સમાજ અને દરેક વર્ગના લોકોમાં પોતીકાપણાનો ભાવ ઊભો કર્યો હતો. મીતભાષી ભૂપેન્દ્ર પટેલે વિતેલા એક વર્ષ દરમિયાન કોઇને પણ તેમની કાર્યપ્રણાલી સામે બોલવાની તક આપી નથી. ઘણી વખત ઘણાં મંત્રીઓએ સવાયા મંત્રી હોવાનો દેખાવ કર્યો હશે, તો પણ ભૂપેન્દ્ર પટેલ આખી ઘટનાને નજર અંદાજ કરી ગયા હશે.
ભૂપેન્દ્ર પટેલ એવું માને છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ પણ ઇશ્વરીય સંકેત હશે પરંતુ જે કામ મળ્યું છે તેને સુપેરે અને ખેલદીલીથી પાર પાડવું આ એમનો વ્યક્તિગત સિદ્ધાંત છે.
વિતેલા એક વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઇએ આંગળી ચિંધવાની હિંમત કરી નથી બલ્કે રાજ્ય સરકારે હાથ ધરેલા કામો વધુ ઝડપે પાર પાડ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ માથા ઉપર છે છતાં જરાપણ વિચલિત થયા વગર રાજ્ય સરકારને દોડાવી રહ્યા છે. અને હવે તો ડબલ એન્જિન સરકારના વડાપ્રધાન મોદી સાથે ભૂપેન્દ્ર પટેલનો ચહેરો પણ જાણિતો બની ગયો છે. વળી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પૂર્વે અદ્‍ભૂત વ્યુહરચના અપનાવીને કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વગર ગુજરાતની નવી સરકારના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને પ્રસ્થાપિત કરી દીધા છે. પોતીકા પક્ષના લોકોને પણ સંદેશો આપી દીધો છે. હવે પછીના ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ હશે. વળી બાકી હતુ તો બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ ગુજરાતમાં ચૂંટણી લડવા ઉપરાંત બેઠકની સંખ્યામાં પડ્યા વગર બે તૃતિયાંત બહુમતિ સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી દીધો હતો.
અત્યાર સુધી કે, એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના જૂથમાંથી આવતા હોવાથી અમિત શાહ તેમનાથી રાજી નથી પરંતુ આ બધા સમીકરણો પણ ભૂપેન્દ્ર પટેલે ખોટા પાડ્યા છે. સૌથી પહેલા તો એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના જૂથવાદમાં માનતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ગૃહમંત્રી અમિત શાહ હોય કે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હોય આ તમામ ભૂપેન્દ્ર પટેલ માટે સર્વોપરી અને આદરપાત્ર નેતા છે. તેઓ આનંદીબેન પટેલની બેઠક ઉપરથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. વળી એક વાત ચોક્કસ છે કે તેઓ માટે આનંદીબેન પટેલ વ્યક્તિગત રૂપે વિશેષ આદરપાત્ર હશે એવું ચોક્કસ માની શકાય. પરંતુ વિતેલા એક વર્ષના વહિવટમાં અને ચૂંટણીનું વર્ષ હોવા છતાં તેમના વહિવટમાં ક્યાંય પણ વ્યક્તિ ગત પ્રભાવનો પડછાયો જોવા મળ્યો નથી.
મુખ્યમંત્રીનો કારભાર સંભાળ્યાના ૧૩/૦૯/૨૦૨૧ દિવસથી ૧૩ સપ્ટેમ્બરે એક વર્ષ પૂરૂં થયું ત્યાં સુધીના સમયગાળાના રાજ્ય સરકારના વહિવટને જોવામાં આવે તો તેઓ એક પણ મોરચે નિષ્ફળ કે અધુરા પુરવાર થયા નથી.
સમગ્ર મંત્રી મંડળ કે વહિવટી અધિકારીઓમાં પણ ભૂપેન્દ્ર પટેલ સામે સચિવાલયના કોઇ ખૂણામાં કચવાટ સાંભળવા મળ્યો નથી. કદાચ ગુજરાતના સૌ પ્રથમ વખત એક સૌમ્ય મુખ્યમંત્રી મળ્યા છે. એવું દાવા સાથે કહી શકાય જાણે ધરતી સાથે જોડાયેલો માણસ ગુજરાતની ગાદી ઉપર બેઠો છે.
સદાય વિનમ્ર અને સ્મીત ફરકાવતો ચહેરો અને હાથ જોડીને નમન કરવાનો તેમનો ભાવ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. વિપક્ષની પણ તાકાત નથી કે ભૂપેન્દ્ર પટેલ માટે કોઇ ટીપ્પણી કરી શકે. આ જમા પાસુ જ આવનારી ચૂંટણીઓમાં ભાજપ માટે ફાયદાકારક પુરવાર થશે.
હવે કહેવાની જરૂર નથી કે આગામી ચૂંટણીઓમાં ભાજપ પાસે કોઇ મજબૂત ચહેરો નથી, બલ્કે ક્રમશઃ એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે ગુજરાતના લોકોને પોતીકો ચહેરો મળી ગયો છે. પાછલા કેટલાક સમયથી એક યા બીજા કારણો અને માંગણીઓને લઇને આંદોલનો કરવામાં આવી રહ્યા છે પરંતુ એક પણ ખૂંણામાં ભૂપેન્દ્ર પટેલ વિરૂદ્ધ લેશ માત્ર ગણગણાટ સાંભળવા મળ્યો નથી. વળી ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. પાછલા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે હાથ ધરેલા વિકાસ કાર્યોને વેગ આપવા સાથે નવા કામોનો પ્રારંભ પણ કરાવ્યો છે. બાકી હતું તો કુદરતે પણ મહેર કરીને રાજ્યના જળાશયો ભરી દીધા છે.
સ્વભાવે વિનમ્ર હોવાના કારણે ભૂપેન્દ્ર પટેલને મળવા માટે કોઇપણ વ્યક્તિ માટે પ્રતિબંધ નથી કેટલીક વખત સલામતિના કારણોસર ભૂપેન્દ્ર પટેલને લોકોને મળતા અટકાવવામાં આવે છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ આવા કોઇ નિયંત્રણોમાં માનતા નથી લોકોના ઘરમાં, ઓટલા ઉપર કે રસ્તાની વચ્ચે ઊભા રહીને ખૂબ જ સહજતાથી લોકો સાથે વાત કરતા નજરે પડે છે.
ભૂપેન્દ્ર પટેલ પોતે મહત્વકાંક્ષી નથી. મુખ્યમંત્રી તરીકે નિમણૂંક પામ્યા ત્યારે ભાજપના જ ઘણા લોકો હાવી થઈ ગયા હતા. ત્યારે પણ તેમણે સહાજભાવે મુખ્યમંત્રીપદ ખાલી કરી આપવાની તૈયારી બતાવી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત કેન્દ્રીય નેતૃત્વની હુંફને કારણે ભૂપેન્દ્ર પટેલની કોઢા સુઝ અને આત્મવિશ્વાસે ભાજપ સરકારની પ્રતિભામાં વધારો કર્યો છે.
એક તરફ આંતરિક અને બાહ્ય નારાજગીને કારણે ભાજપ સામે જોખમ ઊભું થયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવા સમયે લોકોમાં ભૂપેન્દ્ર પટેલ પોતીકા હોવાનો પ્રગટ થયેલો ભાવ ભાજપને ચૂંટણીઓમાં મોટા ફાયદો કરાવી જશે.

મોબાઈલમાં આ બોલીવુડ અભિનેતાના બરાડા સંભળાવીને દીપડાને ભગાડે છે ખેડૂતો

0

Farmers drive away leopards by listening

  • ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બિજનૌર જિલ્લામાં (Bijnor District) હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો (The panther) અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. જો કે સ્થાનિક લોકોએ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે.

અનેક લોકો એક સાથે ભેગા થઈને ખેતર અને બગીચાઓમાં જાય છે અને ત્યાં પોતાના ફોનમાં ફૂલ વોલ્યુમમાં અભિનેતા સની દેઓલના ડાઈલોગ અને સિંહની ગર્જનાનો અવાજ વગાડે છે. દીપડો ભગાડવાની આ રીત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે લોકોને આ દીપડો ભગાડવાની આ રીત કામે પણ લાગી રહી છે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

ગ્રામીણોના જણાવ્યાં મુજબ મોબાઈલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવતા જ દીપડો ભાગવા માટે મજબૂર થઈ જાય છે. જિલ્લામાં અનેક દીપડા છે. જે ગ્રામીણોના પાળતું જાનવરોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે વન વિભાગ તે દીપડાઓને શોધવા માટે ડ્રોનની મદદ લઈ રહ્યું છે.

બીજી બાજુ સ્થાનિક લોકોએ ખૂંખાર જાનવરને ભગાડવા માટે સની દેઓલનો સહારો લીધો છે. સની દેઓલના ફિલ્મી ડાઈલોગ સ્થાનિક ખેડૂતોને આ સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ બની રહ્યા છે.

સની દેઓલના ડાઈલોગ ઉપરાંત ખેડૂતોએ પોતાના ફોનમાં સિંહની ગર્જનાનો અવાજ પણ સેવ કરી લીધો છે. જેના અવાજથી દીપડાઓને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સ્થાનિક લોકોના હાથમાં લાકડી અને મોબાઈલમાં સની દેઓલના ડાઈલોગ વાગતા જોઈ શકાય છે. ગ્રામીણોનો દાવો છે કે તેમની આ તરકીબ કામે લાગી રહી છે. મોબાઈલનો અવાજ સાંભળીને દીપડો ભાગી જાય છે. રસપ્રદ વાત એ છે કે ગ્રામીણોના આ પ્રયોગ પર વન વિભાગે પણ મહોર લગાવી છે.

આ પણ વાંચો :-

લદ્દાખ જવાનું પ્લાનિંગ હોય તો ખાસ વાંચજો, IRCTCનો જોરદાર પ્લાન, રહેવા જમવાની અફલાતૂન સુવિધા

0

If you are planning to go to Ladakh,

  • IRCTC દ્વારા લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ શરૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે.

ભારતીય રેલ્વેની (Indian Railways) સહાયક ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) એટલે કે આઈઆરસીટીસી IRCTC ફરી એકવાર પ્રવાસીઓ માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવી છે. IRCTC દ્વારા આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં આગ્રાથી લદ્દાખની મુસાફરી માટે એક ખાસ હવાઈ યાત્રા પેકેજ (Air travel package) શરૂ કરવામાં આવી રહ્યું છે.

ખાસ જણાવી દઈએ કે આ ટુર પેકેજ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત ચલાવવામાં આવશે. લદ્દાખનું આ ટુર 7 રાત અને 8 દિવસનું હશે જે 14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ આગ્રાથી દિલ્હી થતાં લદ્દાખ પહોચશે.

આવ કાપવા તને ખબર પાડું, અધિકારીઓ વીજળી કાપવા આવ્યા તો મકાન માલિક ઘરમાંથી બંદુક લઈને નીકળ્યો | GujaratGuardian

આ ટુર પેકેજમાં પ્રવાસીઓને આગ્રાથી નવી દિલ્હી સુધી રોડ માર્ગ દ્વારા પંહોચાડવામાં આવશે અને એ પછીથી નવી દિલ્હીથી લેહ સુધી ફ્લાઈટ દ્વારા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગ્રાથી દિલ્હી પહોચ્યાં પછી દિલ્હીમાં એક રાતના સ્ટે અને ડિનરની સુવિધા પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ ટુર દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવા અને ખાવાની સુવિધા આપવામાં આવશે.

આ તારીખે થશે ટુર :

મુસાફરોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને પહેલી વખત 14 સપ્ટેમ્બરથી 21સપ્ટેમ્બર,  21 સપ્ટેમ્બર થી 28સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી 7 રેટ અને 8 દિવસનું આગ્રાથી લદ્દાખ સુધીના હવાઈ ટુર પેકેજ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

આ જગ્યાની મુલાકાત લેશે લોકો :

આ ટુર દરમિયાન લેહમાં હોટેલ સ્ટે સાથે સ્તૂપ અને મઠના દર્શન, શામ વેલીમાં લેહ પેલેસ, શાંતિ સ્તૂપ, ગુરુદ્વારા, નુબ્રા વેલીમાં સ્થિત કેમ્પમાં રાત્રિ રોકાણ, દીસ્કિત સહિત અને ગામ અને સ્થાનિક સ્થળોની મુલાકાત લઈ શકાશે.

કેટલું છે ભાડું :

હવાઈ ટુર પેકેજમાં એક વ્યક્તિના રહેવા-ખાવા-પીવા માટેના પેકેજની કિંમત રૂ. 49,500 છે, બે વ્યક્તિઓ સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 44,500 અને ત્રણ વ્યક્તિઓ સાથે રહેવા માટે પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 43,900 છે. બાળક દીઠ પેકેજ કિંમત રૂ. 42,000 (બેડ સહિત) અને માતા-પિતા સાથે રહેવા માટે રૂ. 38,800 (બેડ વિના) હશે.

આજનું રાશિફળ 15 સપ્ટેમ્બર : સિંહ રાશિના જાતકોએ કરેલા સારા કર્મોનું ફળ આજે મળશે, જાણો તમારું દૈનિક રાશિફળ

Today’s Horoscope 15 September Gujarat Guardian

મેષઃ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ કેમીકલ્સના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાન વધે.

વૃષભઃ
માન‌સિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ

મિથુનઃ
નિખાલસ અને ચારિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતી જાળવવી.

કર્કઃ
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહઃ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલાઃ
લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વેમન્સ્ય તથા મતભેદ ટાળવા. અગ્નિથી સાચવવું. માથુ, મગજ તથા નેત્રરોગોથી સાચવવું

વૃશ્ચિકઃ
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ‍ફળની પ્રાપ્‍તી થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજનાં રોગોથી સાચવવું

મકરઃ
શાંતિનો અનુભવ થાય. ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભઃ
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીનઃ
માનસિક અસ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

આ પણ વાંચો :-

SORRY મારા ફેન્સ માટે હતું…: રિષભ પંતની માફી માંગવા મુદ્દે ઉર્વશીએ કર્યો ખુલાસો, વ્યક્ત કર્યો રોષ

SORRY was for my fans…: Urvashi

  • ઉર્વશી રૌતેલાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. આ વિડીયોને લઈને હવે અભિનેત્રીએ સ્પષ્ટતા આપી છે.

વાયરલ (Viral) થઇ રહેલા એક વિડીયોમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આઈ એમ સોરી કહેતા જોવા મળે છે. વિડીયોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે ઋષભ પંતને (Rishabh Pant) શું મેસેજ આપવા માગશે. ત્યાર બાદથી ચર્ચાઓ ચાલી રહી છે કે ઉર્વશીએ ઋષભ પંતને સોરી કહ્યું.

હવે અભિનેત્રીએ સ્પષ્ટતા આપી છે કે તે સોરી મારા ફેન્સ માટે અને ચાહકો માટે હતું કે મારી પાસે કહેવા માટે કંઈ નથી. તેણે કહ્યું કે આજકાલ મિમ પેજ તો ફિલ્મો અને ટીવી શોઝ કરતા પણ વધારે સ્ક્રિપ્ટેડ હોય છે.

ઋષભ – ઉર્વશીને લઈને સોશિયલ મીડિયા પર બબાલ :

સોશિયલ મીડિયા પર હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્વશી ઋષભનું નામ આવવા પર આઈ એમ સોરી કહેતી જોવા મળે છે. જણાવી દઈએ કે ઉર્વશીને પૂછવામાં આવ્યું હતું કે આરપી માટે કોઈ મેસેજ છે તમારો, તમે થોડું ફેરવી રહ્યા છો, હું તમને સીધી વાત પૂછું છું.

ત્યારે ઉર્વશીએ કહ્યું કે સીધી બાત નો બકવાસ એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું બસ કહેવા માંગીશ.. હું શું કહેવા માંગીશ.. કંઇ નહીં સોરી, આઈ એમ સોરી. આ દરમિયાન તેણે હાથ પણ જોડ્યા હતા.

ઉર્વશી રૌતેલા અને નસીમ શાહ  :

જણાવી દઈએ કે આજકાલ ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડવામાં આવે છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સિક્સર ફટકારીને નસીમ શાહની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. ત્યાર બાદ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નસીમ શાહ સાથે પોતાનો ફેન મેડ વિડીયો શેર કર્યો હતો અને સોશીયલ મીડિયા પર બબાલ મચી છે.

આ પણ વાંચો :-

શહીદોને રૂ.1 કરોડનું વળતર, માજી સૈનિકોને ખેતીની જમીન… જેવી માંગ સાથે સતત બીજા દિવસે સરકાર સામે આંદોલન

0

Agitation against government for second

  • હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે.

આજે સતત બીજા દિવસે મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો (Veterans) ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આજે સતત બીજા દિવસે પૂર્વ સૈનિકોનું આંદોલન યથાવત છે. પૂર્વ સૈનિકો અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ (Security Contract System) નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં (Gandhinagar) એકઠા થયા છે. આજે સવારથી ફરી નિવૃત સૈનિકોએ ધરણા શરૂ કર્યા છે.

સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે :

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અનસન પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે, ‘સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આદોલન યથાવત રહેશે.’ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર વિધાનસભાની પાસે આંદોલન કરી રહ્યા છે.

આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મૃત્યુ :

ગતરોજ પણ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે એકઠા હતા. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી હતી. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરના ચીલોડા પાસે ધરણા દરમિયાન નિવૃત્ત આર્મી જવાન કાનજીભાઈ મોથલીયાની તબીયત લથડતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર માજી સૈનિકોએ જણાવ્યું હતું કે, પોલીસના મારથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સલમાન ખાન મળ્યો જૈન મુનિને, સળંગ 180 દિવસ ઉપવાસ કરનાર એકમાત્ર જૈન મુનિ

Salman Khan meets Jain Muni

  • સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પંહોચ્યા હતા.

બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની (Salman Khan) ઈમેજ હંમેશા એક દિલદાર વ્યક્તિ તરીકે રહી છે. આવું એટલા કે તેઓ માણસાઈને સમર્થન આપવાની એક પણ તક ગુમાવતા નથી. અત્યાર સુધી સલમાન ખાનની ઉદારતાના ઘણા ઉદાહરણો આપણે બધા એ જોયા જ હશે અને હાલ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં જ સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને (Jain monk Acharya Vijay Hansratnasur) તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પહોચ્યા હતા.

સલમાને કરી આચાર્ય સાથે મુલાકાત :

આચાર્ય વિજય હંસરત્નસૂરિ એક ઘણા જાણીતા જૈન આચાર્ય છે. સલમાન એમના 180 દિવસના ઉપવાસ પૂર્ણ થયા પછી તેને મળવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આચાર્ય વિજય હંસરત્નસુરિ 180 દિવસના ઉપવાસ પર હતા. આવો ઉપવાસ એમને છઠ્ઠી વખત કર્યો છે.

તેમના ફોલોવર્સનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન સલમાન ખાનને આચાર્ય એ જૈન ધર્મના વિવિધ પાસાઓ અને વિધિઓ વિશે પણ જણાવ્યું હતું.

180 દિવસનો ઉપવાસ :

રિપોર્ટ અનુસાર આચાર્ય વિજય હંસરત્નસુરિએ રવિવારના દિવસે તેમના 180 દિવસના નિરંતર ઉપવાસને પૂરો કર્યો હતો. આ ઉપવાસના પુરન કર્યાની સાથે જ તેઓ એકમાત્ર એવા જૈન સાધુ બન્યા છે જેમના આ મેરેથોન ફાસ્ટીંગને પૂરું કર્યું છે. તેમના અનુયાયીઓના જણાવ્યા અનુસાર આચાર્ય હંસરત્નસુરિ તેમના જીવનના છેલ્લા બે દાયકામાં સાધુ તરીકે કુલ 12 વર્ષ ઉપવાસ કર્યા છે.

બિગ બોસ સહિત આ ફિલ્મોમાં નજર આવશે સલમાન ખાન :

હાલ સલમાન ખાન બિગ બોસ 16ને લઈને ચર્ચામાં છે. શોનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શોમાં સલમાન ફરી એકવાર હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સલમાન ખાન મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સિવાય સલમાન ખાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી પહેલા આપમાં ડખો, વેજલપુર બેઠકના ઉમેદવાર સામે ઉભો થયો વિવાદ

0

Before the elections, a controversy

  • ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ

એક તરફ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, અને બીજી તરફ ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો શરૂ થયો. અમદાવાદ શહેર ઉપપ્રમુખે ખુલ્લેઆમ પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે.

વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલના નામની જાહેરાતને લઈને શાકિર શેખે વિરોધ દર્શાવ્યો. સાથે જ તેમણે રાજીનામુ આપવાની પણ ચીમકી આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલને ટિકિટ આપી છે.

ત્યારે કલ્પેશ પટેલની ટિકિટને લઈને અમદાવાદ શહેર ઉપપ્રમુખ શાકિર શેખે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોને ટીકીટ આપવાની વાત કરતી પાર્ટીએ આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. હું વર્ષ 2015 થી આપ માટે અહીંયા કામ કરી રહ્યો છું. જ્યારે કલ્પેશ પટેલ તો આ બેઠકના રહેવાસી પણ નથી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તેઓ પૈસાદાર છે એટલે તેઓને ટીકીટ આપવામાં આવી છે. રૂપિયાના જોરે તેઓએ ટીકીટ મેળવી છે. મેં મારી રજૂઆત પાર્ટીમાં કરી છે પણ કોઈએ વાત સાંભળી નથી. અરવિંદ કેજરીવાલ આમાં હસ્તક્ષેપ કરે, અન્યથા હું મારા સેંકડો સમર્થકો સાથે આપમાંથી રાજીનામું આપીશ.

તો બીજી તરફ અમરેલી બગસરા તાલુકા પંચાયતના 2 સદસ્ય તેમજ 1 કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ત્રણ સભ્યોને ખેસ પહેરાવીને ત્રણેયને આવકાર્યા હતા. ત્રણ સદસ્યો કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

કોણ કોણ ભાજપમાં જોડાયું :

  • બાબુભાઈ શામજીભાઈ બકરાણી, ગ્રામ પંચાયત સદસ્ય (હડાળા)
  • નાગજીભાઈ છગનભાઈ સિદ્ધપુરા – ગ્રામ પંચાયત સદસ્ય – નવી હળીયાદ
  • ગોપાલભાઈ બકરાણી – કોંગ્રેસ આગેવાન

આ પણ વાંચો :-

દરરોજ આટલી મિનિટ ચાલવાથી ટળે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો હ્રદયને કેવી રીતે રાખવું સ્વસ્થ

0

Walking for a few minutes every day can

  • પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

શરીરને ફીટ અને સ્વસ્થ (Fit and Healthy) રાખવા માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. ચાલવાથી હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ રહે છે સાથે જ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. આ સાથે જ રોજ ચાલવાથી શરીરને પૂરતું ઓક્સિજન (Oxygen) પણ મળી રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ (Healthy digestion) રહે છે.

આ સિવાય ચાલવાના ઘણા ફાયદા છે. પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..

એક સ્ટડી મુજબ દર અઠવાડિયે 200 થી 400 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. એવરેજ તમારે એક દિવસમાં ઓછામાં ઓછા અડધાથી એક કલાક ચાલવું જોઈએ. આ સિવાય દરરોજ 2- થી 30 મિનિટ જોગિંગ કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. નિયમિત રીતે જોગિંગ કરવાથી અને ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ કેવી રીતે ઓછું થાય ચાલો જાણીએ..

ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે :

હાર્ટ ફેલ એક ક્રોનિક કન્ડિશન છે જેમાં હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતા પ્રમાણમાં લોહી પંહોચાડવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિમાં હૃદયની પમ્પિંગની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક પરિબળો છે જેવા કે વજનમાં વધારો, કાર્ડિયો-મેટાબોલિક સ્થિતિ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ-2 ડાયાબિટીસ જે હાર્ટ ફેલનું કારણ બની શકે છે. નિયમિતપણે ચાલવા અને કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ મળે છે.

શાકભાજીનું કરો સેવન  :

હૃદયને મજબૂત રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. પાલક, બ્રોકોલી, કોબી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : 52 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો, બનાસકાંઠામાં ભારે પવન ફુંકાતા નુકસાન

0

Meghraja’s Dhunadhar batting in Gujarat

  • રાજ્ય (Gujarat) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં (Gujarat) હજુ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. ત્યારે આજ રોજ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 52 તાલુકામાં મેઘરાજા (Maharaja) મન મૂકીને વરસ્યા છે.

આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો :

રાજ્યમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદમાં આજે સૌથી વધુ જામજોધપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ચોટીલામાં સવા ઈંચ, લોધિકામાં સવા ઈંચ, વલસાડમાં 1 ઈંચ, કોડીનારમાં 17 મીમી વરસાદ, વાગરામાં 17 મીમી, રાપરમાં 17 મીમી, થાનગઢમાં 17 મીમી, હાંસોટમાં 16 મીમી, લીમખેડામાં 14 મીમી અને વાપીમાં 13 મીમી વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો :

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલનપુર, સુઈગામ અને વડગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. થરાદ વિસ્તારમાં ભારે પવન ફુંકાતા અનેક સેડ ઉડવા લાગ્યા હતા. થરાદના ડોડ ગામે ભારે પવનથી બાગાયતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં બનાવેલ પશુઓ માટેના અનેક સેડ ભારે પવનથી પડી ભાંગ્યા.

હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે :

આજ સવારના 6થી અત્યાર સુધીમાં વરસેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યમાં આજે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. દાહોદમાં ઝાલોદ, લીમડી, સિંગવડ, લીમખેડા, સંજેલી અને નાનસલાઈ વરોડમાં વરસાદ વરસ્યો. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો :-