Home Blog Page 1295

આજનું રાશિફળ 01 ઓક્ટોબર: આ રાશિના જાતકોએ સ્વાસ્થની રાખવી પડશે કાળજી, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope 01 October Gujarat Guardian

મેષઃ
માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઈ બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઈજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ
માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી રાખવી.

મિથુનઃ
આર્થિક બાબતો માટે નબળો દિવસ નાના ભાઈ બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ
મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદવિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ
ખર્ચનું પ્રમાણ વધે. શરદી-ખાંસી-તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારું.

કન્યાઃ
આવક જળવાય, છતાં નાણાની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી.

વૃશ્ચિકઃ
કાબેલિયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરુપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ
માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડિપ્રેશન વાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ
મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સસતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ
નાણાનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીનઃ
સ્વભાવમાં આત્મ વિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતાે જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

આ પણ વાંચો :-

‘હે મા માતાજી..’ નવરાત્રીમાં થઈ શકે છે દયાબેનની વાપસી, ‘તારક મહેતા..’ શો ના મેકર્સ આપી શકે છે ખુશખબર

‘Hey Maa Mataji..’ Dayaben may

  • મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના (Taarak Mehta ka ooltah chashmah) ફેન્સ માટે એક ખુશ ખબર છે. જલ્દી જ શોમાં દયાબેન પરત ફરી શકે છે. જી હાં, આવનાર થોડા સમયમાં દયાબેન (Dayaben) પોતાના ગરબા કરતા ટીવીમાં દેખાઈ શકે છે. ટીવીના ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે. પરંતુ ફેન્સને હંમેશા નિરાશા જ મળી.

દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે :

પણ હાલ એક ખુશ-ખબર સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે. એમને ફરી એક વખત દિશા વાકાણીનો સંપર્ક સાધ્યો છે અને બંને વચ્ચે ફરી સિરિયલને લઈને વાતચીત ચાલી રહી છે એવો ખુલાસો થયો છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

હવે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ માં મેકર્સ દયાબેનની વાપસી કરાવવા માંગે છે અને એટલા માટે  દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે અને જો એ નહીં માને તો બીજો કોઈ અભિનેત્રીને દયા બેનનો રોલ ઓફર કરવામાં આવશે. શો ના મેકર્સનો પ્લાન છે કે ઓકટોબર કે નવેમ્બરની શરૂઆતમાં દયાબેનની એન્ટ્રી થઈ જવી જોઈએ.

ત્રણ વર્ષથી નથી જોવા મળ્યા દયાબેન  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે આ સાથે જ બીજી ઘણી અભિનેત્રીઓનું નામ પણ સાંભળવા મળ્યું હતું પણ એ બધી વાતો અફવા હતી. જો કે એક ઇંટરવ્યૂમાં અસિત મોદી બોલ્યા હતા કે તએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રી શોધી રહ્યા છે પણ ફરી એક વખત શોના મેકર્સે દિશા વાકાણી સાથે સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચો :-

કેજરીવાલને જમવા બોલાવનાર રીક્ષાવાળો નીકળ્યો મોદી ફેન, કહ્યું યુનિયન મીટિંગમાં નક્કી થયું હતું કે…

0

The rickshaw puller who invited Kejriwal

  • અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક આજે ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકારણમાં ગરમાવો.

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદના ઓટો રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના (Vikram Dantani) ઘરે જમવા ગયા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક આજે PM નરેન્દ્ર મોદીની (Narendra Modi) જાહેર સભામાં પહોંચ્યા છે.

હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું : રીક્ષા ચાલક

તમને જણાવી દઈએ કે શહેરના અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દંતાણીનગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્યા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક PM મોદીની જાહેરસભામાં પહોંચતા તેને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રીક્ષા યુનિયને મને જમવાનું પૂછવા કહ્યું હતું. મને કંઈ ખબર ન હોતી.

હું તો પહેલેથી ભાજપ પ્રેમી છું. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ તેને પ્રેમથી જમાડે છે. જમવા સિવાય કોઈ પણ પ્રકારની ચર્ચા આજ દિન સુધી નથી થઈ. હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યો એનું મને દુઃખ લાગ્યું હતું. હું આપ સાથે નથી, ભાજપ માટે કામ કરું છું.’

થોડાક દિવસ અગાઉ જ કેજરીવાલ આ રીક્ષાચાલકને ઘરે જમવા ગયા હતા :

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ સાધ્યો હતો. જ્યાર બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે ગયા હતા. ત્યારે હવે આ રીક્ષા ચાલકના ભાજપના ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો હોવાથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. (As Narendra Modi has reached the meeting, the political atmosphere has been heated)

આ પણ વાંચો :- 

RBI Repo Rate Hike Efffect : RBI દ્વારા રેપો રેટમાં વધારો કરતા તમારા ખિસ્સા પર શું પડશે અસર ?

0

RBI Repo Rate Hike Effect : What will be

  • તમામ બેંકો વ્યાજ દરો નક્કી કરવા માટે રેપો રેટનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરે છે. તેથી જો રેપો રેટ વધે છે, તો બેંકો લોન પરના વ્યાજમાં પણ વધારો કરે છે.

મોંઘવારીનો (inflation) સામનો કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં (Bank Repo Rate) વધારો કર્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Dase) આજે સવારે 10 વાગ્યે રેપો રેટમાં 0.50 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે હવે બેંકમાંથી લોન (A loan from a bank) લેવી મોંઘી થઈ જશે. તેમજ ઘર, કાર સહિત તમામ લોન પરના તમારા ચાલુ EMI પણ વધશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (Reserve Bank of India) જાહેરાત બાદ હવે રેપો રેટ 5.40 થી વધીને 5.90 ટકા થઈ ગયો છે.

વાસ્તવમાં તમામ બેંકો વ્યાજના દરો નક્કી કરવા માટે રેપો રેટનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરે છે. તેથી, જો રેપો રેટ વધે છે. તો બેંકો લોન પરના વ્યાજમાં પણ વધારો કરે છે. બીજી તરફ રેપો રેટ ઘટવા પર લોન સસ્તી થઈ જાય છે. આ સમયે પોલિસી રેટમાં વધારાને કારણે હોમ લોનના દર હવે 8.55 ટકાને પાર કરી જશે. આવી સ્થિતિમાં લોકો માટે ઘર ખરીદવા માટે હોમ લોન મોંઘી થઈ જશે.

ચાલો આ ઉદાહરણ દ્વારા રેપો રેટમાં વધારાની અસરને સમજીએ. ધારો કે મિતેશ નામના વ્યક્તિએ 8.05% વ્યાજ દરે 20 વર્ષ માટે 21 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હાલમાં રાજેશની લોનનો EMI 17584 રૂપિયા હશે અને તેણે લોનના સમગ્ર સમયગાળા માટે 42,20,210 રૂપિયા ચૂકવવા પડશે.

તેવામાં મિતેશે લોન લીધાના એક મહિના પછી હવે રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. તેથી બેંકે પણ વ્યાજ દરોમાં 0.50%નો વધારો કર્યો છે. હવે ધારો કે મિતેશ મિત્ર રીતેશ પણ એ જ બેંકમાંથી હોમ લોન લે છે. હવે બેંક રીતેશને 8.05% ને બદલે 8.55% વ્યાજ દરે લોન આપે છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

રિતેશ 20 વર્ષ માટે 21 લાખ રૂપિયાની લોન લે છે. ત્યારે હવે તેનો EMI 18,242 રૂપિયા આવશે. આ રીતે રિતેશને મિતેશની હોમ લોન EMI કરતાં 658 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જેના કારણે મિતેશના મિત્રને 20 વર્ષમાં કુલ 43,78,102 રૂપિયા ચૂકવવા પડશે. જે મિતેશની રકમ કરતાં 157,892 રૂપિયા વધુ છે.

તેમજ વ્યાજ દરમાં વધારાને કારણે મિતેશને પણ રિતેશની જેમ તેની વર્તમાન EMI પર 658 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જેથી તેના કુલ ચૂકવવાની રકમમાં વધારો થશે. કાર અને અન્ય લોન પર પણ આ જ રીતે ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ લોન મોંઘી થશે અને વ્યાજ દરમાં વધારાને કારણે હાલની લોનની EMI પણ વધશે.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારના અનંત અંબાણી સોમનાથ મંદિરે પહોંચ્યા, 51 સુવર્ણ કળશોની કરી પૂજા

0

Anant Ambani of the Ambani family

  • સોમનાથ મંદિરના આંગણે અનંત અંબાણીએ દર્શન કરી 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી.

અંબાણી પરિવારના (Ambani family) અનંત અંબાણી (Anant Ambani) જગવિખ્યાત સોમનાથ મહાદેવને (Somnath Mahadev) શીશ ઝુકાવવા સોમનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના (Somnath Trust) અઘિકારીઓએ તેમને આવકારી મંદિરે લઇ ગયેલા હતા. જ્યાં અનંત અંબાણીએ મહાદેવને શીશ ઝુકાવી જલાભિષેક (Jalabishek) સાથે પુજા-અર્ચન કરી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના સમરાંગણ પર 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો 

વધુમાં સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે ચાંદીના વાસણોની તેમના દ્વારા ભેટ આપવામાં આવી હતી.  અંબાણી પરિવાર દ્વારા ચાંદીના રૂ.90 લાખના વાસણોની ભેટ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનંત અંબાણી અવારનવાર સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે.

અગાઉ દ્વારકાધીશના દર્શન કર્યા હતા :

મહત્વનું છે કે બે દિવસ અગાઉ અનંત અંબાણીએ દ્વારકાના આંગણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં અનંત અંબાણીએ દર્શન કરી દ્વારકાધીશની પૂજા અર્ચના કરી હતી. ઉપરાંત નવરાત્રીના પર્વ પર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. (He was blessed with the blessings of Lord Dwarkadhish)

આ પણ વાંચો :-

તહેવારની સીઝનમાં વધુ મીઠાઈ ખવાઈ જાય તો કરી લો ફક્ત આટલું કામ ! નહીં રહે બિમારીઓનો ખતરો

If you eat more sweets during the

  • કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા મીઠાઈ ખાવાની પરંપરા જૂની છે. તહેવાર હોય તો મીઠાઈનો ઓવરડોઝ તો થઈ જ જાય છે. આ સ્થિતિમાં શરીરને ડિટોક્સ કરવું જરૂરી છે.

તહેવારોની સિઝન (Festive season) હોય અને મીઠાઈની (Dessert) કોઈ વાત ના કરે એ કેવી રીતે થઈ શકે? આપણા દેશમાં ખુશી ગમે તેટલી નાની હોય પણ એ ખુશી વ્યક્ત કરવા માટે સૌથી વધુ મીઠાઈઓ ખવાય છે અને ખવડાવવામાં આવે છે. તહેવારો ભલે પૂરા થઈ ગયા હોય પરંતુ તે પૂરા થઈ ગયા પછી પણ મીઠાઈ ખાવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. મીઠાઈઓ ખાવાથી અને ખવડાવવાથી એકબીજા પ્રત્યેનો પ્રેમ દેખાય છે.

પરંતુ તે આપણી ડાયેટને સંપૂર્ણપણે બગાડે છે. આવી સ્થિતિમાં, વધુ પડતી મીઠી ખાધા પછી શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે. જેથી તે તેનાથી થતા નુકસાનથી પોતાને બચાવી શકે. ચાલો જાણીએ કે આ કેવી રીતે કરવું.

મીઠાઈ પછી ડિટોક્સ કરવું શા માટે જરૂરી ?

વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં કેલરીનું લેવલ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે છે. જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ અને સ્થૂળતા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો મીઠાઈનું સેવન મર્યાદામાં કરવામાં આવે તો આ બધી બીમારીઓથી બચી શકાય છે. તમે અઠવાડિયામાં છ દિવસ ડાયેટ કરીને સાતમાં દિવસે ચીટ ડે રાખી શકો છો.

કઈ રીતે કરશો ડિટોક્સ

  • જો તમે વધુ પડતી મીઠાઈ ખાઈ લીધી છે તો તમે શરીરને ડિટોક્સ કરવા માટે હુંફાળા પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
  • જો તમે તહેવારો કે અન્ય પ્રસંગોએ વધુ પડતી મીઠાઈ ખાધી હોય તો આદુ અને કાળા મરીની ચાનું સેવન કરી શકાય છે. આ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે.
  • તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓ જેમ કે કાકડી, સલાડ, ગાજર, સ્પ્રાઉટ્સ, લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

  • શરીરને ડિટોક્સ કરવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવો. તેનાથી એનર્જી પણ મળશે અને બોડી હાઇડ્રેટ પણ રહેશે.
  • વધુ પડતું મીઠુ ખાધા પછી આમળા, સંતરા અને બીટનો જ્યુસ પીવો જેથી શરીરને ડિટોક્સિફાય કરી શકાય. આ ફાયદાકારક બની શકે છે.

આ રીત પણ અજમાવો :

અતિશય મીઠાઈ ખાધા પછી ડિટોક્સિંગ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો પોતાની ડાયેટમાં ધીરે ધીરે કરીને શુગર ઓછી કરો. તમારા આહારમાં મીઠાઈઓને બદલે જાંબુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરો. આ ફળો શરીરને ડિટોક્સ પણ કરશે અને ફાયદાકારક પણ રહેશે. (These fruits will also detox the body and be beneficial.)

આ પણ વાંચો :-

50 પૈસાનું પરચુરણ લઇને વેરો ભરવા પહોંચ્યો યુવક, રાજકોટ મનપા વિરૂદ્ધ નાટકિયો વિરોધ

0

A young man arrived to pay taxes with

  • રાજકોટ કોર્પોરેશનની કચેરીમાં આજે એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં એક કરદાતાએ વેરો ભરવા પરચૂરણ ચૂકવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની (Rajkot Municipality) કચેરીમાં એક કરદાતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરદાતા વેરો (Taxpayer tax) ભરવા માટે પરચૂરન લઈને રાજકોટ મનપા કચેરીએ પહોંચ્યો હતો. આ દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારીને પરચૂરણ સ્વીકારવા માટે અપીલ કરી હતી. જો કે મહાનગરપાલિકાએ 50 પૈસા સિવાયનું પરચૂરણ (miscellaneous) સ્વીકારી લીધું હતું.

પરચૂરણના સ્વીકાર હઠ !

મનપાના કચેરીમાં વેરા વસૂલાત કરતા કર્મચારીના ટેબલ પર આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. જો કે હાલ 50 પૈસા ચલણમાં ન હોવાથી કર્મચારીએ તે સિક્કો સ્વીકારવાની ના પાડી હતી. છતાં પરચૂરન લઈને પહોંચેલો અરજદાર નારાજ થયો હતો અને તેણે મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ આકરો રોષ ઠાલવ્યો હતો.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા કચેરીમાં મંદિરનાં પૂજારી 700-800 રૂપિયાનાં પરચુરણ સાથે રૂ. 1800નો વેરો ભરવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી હતી. જે દરમિયાન પૂજારીનું આ પરચુરણ સ્વીકારવાનો મનપાના સિટી સિવિક સેન્ટરનાં કર્મચારી દ્વારા ઈન્કાર કરાયો હતો. બાદમાં ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા પૂજારીનું ચિલ્લર સ્વીકારી ટેક્સ ભરાયો હતો. (In the Manpa office, the temple priest 700-800 rupees with miscellaneous Rs. 1800 arrived to pay the tax)

આ પણ વાંચો :-

 

અમદાવાદીઓએ પીવી સિંધુને પણ લગાડ્યું ગરબાનું ઘેલું ! પાઘડી પહેરીને સિંધુ ઝૂમતા દેખાયા

0

The people of Ahmedabad also put the

  • ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તો સાથે નવરાત્રીનો માહોલ પણ જામેલો છે. દેશભરમાંથી આવતા ખેલાડીઓ ગરબાનાં તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ (Badminton star PV Sindhu) ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. શટલ સાથે કમાલ કરનાર આ ખેલાડીએ હવે ગરબાનાં મેદાનમાં (Garba Plains) પણ કરતબ બતાવ્યું હતું. ગુજરાત મુલાકાત દરમિયાન સિંધુને હવે ગરબાનું ઘેલું લાગ્યું છે. સિંધુએ ગુરુવારે રાત્રે અમદાવાદ (Ahmedabad) મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.

ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ સમયે દેશનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતની મુલાકાત લે તો દેખીતી રીતે એ ગુજરાત અને ગરબાને પ્રેમ કરવા લાગે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ એવું જ કઈંક બન્યું છે. હાલ તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ગઈકાલે અમદાવાદીઓ સાથે તેઓ ગરબે ઘૂમ્યા હતા.

નીરજ ચોપરા વડોદરામાં રમ્યા હતા ગરબા :

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 36મા નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. દેશભરમાંથી એથ્લિટ્સ અને સ્પોર્ટ્સ જગતનાં ધુરંધરો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી નીરજ ચોપરા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગરબાનો આનંદ માન્યો હતો. સાથે તેમણે માતાજીની આરતી પણ કરી હતી.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

તો હવે શટલર પીવી સિંધુ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે અમદાવાદમાં તેમણે અમદાવાદીઓ સાથે ગરબાની મજા લીધી હતી. તેઓની સાથે પૂર્વ ઓલિમ્પિયન ખેલાડી અંજુ બેબી જ્યોર્જ પણ જોડાયા હતા. તેઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. (His video went viral on social media)

આ પણ વાંચો :-

ફેસ્ટિવલ સીઝનમાં સોનાની શું છે કિંમત ? તહેવારની ખરીદી માટે બેંકો આપી રહી છે ખાસ ઓફર

0

What is the price of gold during the

  • દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે.

સોના અને ચાંદીમાં (Gold and silver) આજે મિશ્ર વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. રિટેઇલ માર્કેટમાં સોના ભાવ (Gold Price Today)માં તેજી જયારે હજુ પણ ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત લગભગ 450 રૂપિયા સસ્તી થઈ રહી છે. વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે.

સોનાની કિંમતો સપાટ છે અને તે રૂ. 50000 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે. આ સોનાના ભાવ તેના ઓક્ટોબર વાયદા માટે છે. ગઈકાલની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 56,083 પર ટ્રેડ કરી રહ્યો હતો.

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે. શોપિંગ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ, લોન, પ્રોસેસિંગ ફી માફી જેવી વિશેષ ઓફરો ચલાવવામાં આવી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક (SBI), પંજાબ નેશનલ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકનો સમાવેશ થાય છે.

બીજી ઘણી બેંકો છે જે ગ્રાહકોને વિશેષ ઓફર્સનો લાભ આપી રહી છે. આ બેંકોએ અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ અને રિટેલ ચેઈન સાથે જોડાણ કર્યું છે. જેના હેઠળ શોપિંગ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ બેંકોની ઓફર્સ વિશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI :

સ્ટેટ બેંકે નવરાત્રી પર ખાસ ઓફર શરૂ કરી છે. આમાં ગ્રાહકોને શોપિંગ પર 22.5% સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન પર એક્સક્લુઝિવ ઓફર્સ આપવામાં આવી રહી છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

આ માટે ગ્રાહક YONO એપ પર જઈ શકે છે અથવા OnlineSBI વેબસાઈટ પર લોગીન કરી શકે છે. SBI એ નવરાત્રી ઓફર હેઠળ ઝીરો પ્રોસેસિંગ ફીની જાહેરાત કરી છે. કાર લોનની ઈએમઆઈ 1551 રૂપિયાથી શરૂ થાય છે, પર્સનલ લોનની ઈએમઆઈ 1868 રૂપિયાથી અને ગોલ્ડ લોનની ઈએમઆઈ 3134 રૂપિયાથી શરૂ થાય છે.

યુનિયન બેંક – Union Bank :

યુનિયન બેંક દ્વારા તેની વિવિધ લોન પર સમાન ઓફર આપવામાં આવી રહી છે. યુનિયન હોમ (ટેકઓવર સહિત) અને યુનિયન માઈલ્સ સ્કીમ હેઠળ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. આ ઓફરનો લાભ ફક્ત તે લોકોને જ મળશે. જેઓ 8 ઓગસ્ટ 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી લોન લેશે.

પંજાબ નેશનલ બેંક – PNB

પંજાબ નેશનલ બેંકે તહેવારોની સીઝન ઓફરમાં પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ઉપરાંત, કોઈ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. આ સુવિધા ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને માય પ્રોપર્ટી લોન પર આપવામાં આવી રહી છે. ડિજિટલ માધ્યમથી હોમ લોન લેનારા ગ્રાહકોને 0.05 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો હોમ લોન અન્ય બેંક પાસેથી લેવામાં આવી હોય તો PNB કાયદાકીય અને મૂલ્યાંકન ચાર્જને માફ કરી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના યુવાનો માટે અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર : ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઈ છૂટછાટ, જાણો કેટલી

0

Biggest news till date for Gujarat youth

  • કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઈ હતી. જેને 31 ઓગસ્ટ 2023 સુધી એટલે કે 1 વર્ષ સુધી વધુ લંબાવી દેવાઈ છે.

સરકારી પરીક્ષાની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી દેવામાં આવી છે. ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં (Age limit) એક વર્ષની છૂટછાટ ગુજરાત સરકારે આપી છે. અગાઉ કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઈ હતી.

જેણે ફરી લંબાવી દેવામાં આવી છે. 1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે. 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિયમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

આ પણ વાંચો :-