If you eat more sweets during the
- કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા મીઠાઈ ખાવાની પરંપરા જૂની છે. તહેવાર હોય તો મીઠાઈનો ઓવરડોઝ તો થઈ જ જાય છે. આ સ્થિતિમાં શરીરને ડિટોક્સ કરવું જરૂરી છે.
તહેવારોની સિઝન (Festive season) હોય અને મીઠાઈની (Dessert) કોઈ વાત ના કરે એ કેવી રીતે થઈ શકે? આપણા દેશમાં ખુશી ગમે તેટલી નાની હોય પણ એ ખુશી વ્યક્ત કરવા માટે સૌથી વધુ મીઠાઈઓ ખવાય છે અને ખવડાવવામાં આવે છે. તહેવારો ભલે પૂરા થઈ ગયા હોય પરંતુ તે પૂરા થઈ ગયા પછી પણ મીઠાઈ ખાવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. મીઠાઈઓ ખાવાથી અને ખવડાવવાથી એકબીજા પ્રત્યેનો પ્રેમ દેખાય છે.
પરંતુ તે આપણી ડાયેટને સંપૂર્ણપણે બગાડે છે. આવી સ્થિતિમાં, વધુ પડતી મીઠી ખાધા પછી શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે. જેથી તે તેનાથી થતા નુકસાનથી પોતાને બચાવી શકે. ચાલો જાણીએ કે આ કેવી રીતે કરવું.
મીઠાઈ પછી ડિટોક્સ કરવું શા માટે જરૂરી ?
વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં કેલરીનું લેવલ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે છે. જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ અને સ્થૂળતા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો મીઠાઈનું સેવન મર્યાદામાં કરવામાં આવે તો આ બધી બીમારીઓથી બચી શકાય છે. તમે અઠવાડિયામાં છ દિવસ ડાયેટ કરીને સાતમાં દિવસે ચીટ ડે રાખી શકો છો.
કઈ રીતે કરશો ડિટોક્સ ?
- જો તમે વધુ પડતી મીઠાઈ ખાઈ લીધી છે તો તમે શરીરને ડિટોક્સ કરવા માટે હુંફાળા પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
- જો તમે તહેવારો કે અન્ય પ્રસંગોએ વધુ પડતી મીઠાઈ ખાધી હોય તો આદુ અને કાળા મરીની ચાનું સેવન કરી શકાય છે. આ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે.
- તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓ જેમ કે કાકડી, સલાડ, ગાજર, સ્પ્રાઉટ્સ, લીલા શાકભાજીનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે.
- શરીરને ડિટોક્સ કરવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવો. તેનાથી એનર્જી પણ મળશે અને બોડી હાઇડ્રેટ પણ રહેશે.
- વધુ પડતું મીઠુ ખાધા પછી આમળા, સંતરા અને બીટનો જ્યુસ પીવો જેથી શરીરને ડિટોક્સિફાય કરી શકાય. આ ફાયદાકારક બની શકે છે.
આ રીત પણ અજમાવો :
અતિશય મીઠાઈ ખાધા પછી ડિટોક્સિંગ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો પોતાની ડાયેટમાં ધીરે ધીરે કરીને શુગર ઓછી કરો. તમારા આહારમાં મીઠાઈઓને બદલે જાંબુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરો. આ ફળો શરીરને ડિટોક્સ પણ કરશે અને ફાયદાકારક પણ રહેશે. (These fruits will also detox the body and be beneficial.)
આ પણ વાંચો :-