Anant Ambani of the Ambani family
- સોમનાથ મંદિરના આંગણે અનંત અંબાણીએ દર્શન કરી 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી.
અંબાણી પરિવારના (Ambani family) અનંત અંબાણી (Anant Ambani) જગવિખ્યાત સોમનાથ મહાદેવને (Somnath Mahadev) શીશ ઝુકાવવા સોમનાથ મંદિરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના (Somnath Trust) અઘિકારીઓએ તેમને આવકારી મંદિરે લઇ ગયેલા હતા. જ્યાં અનંત અંબાણીએ મહાદેવને શીશ ઝુકાવી જલાભિષેક (Jalabishek) સાથે પુજા-અર્ચન કરી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના સમરાંગણ પર 51 સુવર્ણકળશોની પૂજા કરી હતી.
વધુમાં સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે ચાંદીના વાસણોની તેમના દ્વારા ભેટ આપવામાં આવી હતી. અંબાણી પરિવાર દ્વારા ચાંદીના રૂ.90 લાખના વાસણોની ભેટ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનંત અંબાણી અવારનવાર સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે.
અગાઉ દ્વારકાધીશના દર્શન કર્યા હતા :
મહત્વનું છે કે બે દિવસ અગાઉ અનંત અંબાણીએ દ્વારકાના આંગણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં અનંત અંબાણીએ દર્શન કરી દ્વારકાધીશની પૂજા અર્ચના કરી હતી. ઉપરાંત નવરાત્રીના પર્વ પર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. (He was blessed with the blessings of Lord Dwarkadhish)
આ પણ વાંચો :-