The people of Ahmedabad also put the
- ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તો સાથે નવરાત્રીનો માહોલ પણ જામેલો છે. દેશભરમાંથી આવતા ખેલાડીઓ ગરબાનાં તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ (Badminton star PV Sindhu) ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. શટલ સાથે કમાલ કરનાર આ ખેલાડીએ હવે ગરબાનાં મેદાનમાં (Garba Plains) પણ કરતબ બતાવ્યું હતું. ગુજરાત મુલાકાત દરમિયાન સિંધુને હવે ગરબાનું ઘેલું લાગ્યું છે. સિંધુએ ગુરુવારે રાત્રે અમદાવાદ (Ahmedabad) મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.
ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ સમયે દેશનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતની મુલાકાત લે તો દેખીતી રીતે એ ગુજરાત અને ગરબાને પ્રેમ કરવા લાગે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ એવું જ કઈંક બન્યું છે. હાલ તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ગઈકાલે અમદાવાદીઓ સાથે તેઓ ગરબે ઘૂમ્યા હતા.
નીરજ ચોપરા વડોદરામાં રમ્યા હતા ગરબા :
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 36મા નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. દેશભરમાંથી એથ્લિટ્સ અને સ્પોર્ટ્સ જગતનાં ધુરંધરો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી નીરજ ચોપરા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગરબાનો આનંદ માન્યો હતો. સાથે તેમણે માતાજીની આરતી પણ કરી હતી.
તો હવે શટલર પીવી સિંધુ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે અમદાવાદમાં તેમણે અમદાવાદીઓ સાથે ગરબાની મજા લીધી હતી. તેઓની સાથે પૂર્વ ઓલિમ્પિયન ખેલાડી અંજુ બેબી જ્યોર્જ પણ જોડાયા હતા. તેઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. (His video went viral on social media)
આ પણ વાંચો :-