What is the price of gold during the
- દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે.
સોના અને ચાંદીમાં (Gold and silver) આજે મિશ્ર વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. રિટેઇલ માર્કેટમાં સોના ભાવ (Gold Price Today)માં તેજી જયારે હજુ પણ ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત લગભગ 450 રૂપિયા સસ્તી થઈ રહી છે. વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે.
સોનાની કિંમતો સપાટ છે અને તે રૂ. 50000 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે. આ સોનાના ભાવ તેના ઓક્ટોબર વાયદા માટે છે. ગઈકાલની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 56,083 પર ટ્રેડ કરી રહ્યો હતો.
દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઓફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે. શોપિંગ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ, લોન, પ્રોસેસિંગ ફી માફી જેવી વિશેષ ઓફરો ચલાવવામાં આવી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક (SBI), પંજાબ નેશનલ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકનો સમાવેશ થાય છે.
બીજી ઘણી બેંકો છે જે ગ્રાહકોને વિશેષ ઓફર્સનો લાભ આપી રહી છે. આ બેંકોએ અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ અને રિટેલ ચેઈન સાથે જોડાણ કર્યું છે. જેના હેઠળ શોપિંગ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ બેંકોની ઓફર્સ વિશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI :
સ્ટેટ બેંકે નવરાત્રી પર ખાસ ઓફર શરૂ કરી છે. આમાં ગ્રાહકોને શોપિંગ પર 22.5% સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન પર એક્સક્લુઝિવ ઓફર્સ આપવામાં આવી રહી છે.
આ માટે ગ્રાહક YONO એપ પર જઈ શકે છે અથવા OnlineSBI વેબસાઈટ પર લોગીન કરી શકે છે. SBI એ નવરાત્રી ઓફર હેઠળ ઝીરો પ્રોસેસિંગ ફીની જાહેરાત કરી છે. કાર લોનની ઈએમઆઈ 1551 રૂપિયાથી શરૂ થાય છે, પર્સનલ લોનની ઈએમઆઈ 1868 રૂપિયાથી અને ગોલ્ડ લોનની ઈએમઆઈ 3134 રૂપિયાથી શરૂ થાય છે.
યુનિયન બેંક – Union Bank :
યુનિયન બેંક દ્વારા તેની વિવિધ લોન પર સમાન ઓફર આપવામાં આવી રહી છે. યુનિયન હોમ (ટેકઓવર સહિત) અને યુનિયન માઈલ્સ સ્કીમ હેઠળ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. આ ઓફરનો લાભ ફક્ત તે લોકોને જ મળશે. જેઓ 8 ઓગસ્ટ 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી લોન લેશે.
પંજાબ નેશનલ બેંક – PNB
પંજાબ નેશનલ બેંકે તહેવારોની સીઝન ઓફરમાં પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ઉપરાંત, કોઈ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. આ સુવિધા ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને માય પ્રોપર્ટી લોન પર આપવામાં આવી રહી છે. ડિજિટલ માધ્યમથી હોમ લોન લેનારા ગ્રાહકોને 0.05 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો હોમ લોન અન્ય બેંક પાસેથી લેવામાં આવી હોય તો PNB કાયદાકીય અને મૂલ્યાંકન ચાર્જને માફ કરી રહી છે.
આ પણ વાંચો :-