50 પૈસાનું પરચુરણ લઇને વેરો ભરવા પહોંચ્યો યુવક, રાજકોટ મનપા વિરૂદ્ધ નાટકિયો વિરોધ

Share this story

A young man arrived to pay taxes with

  • રાજકોટ કોર્પોરેશનની કચેરીમાં આજે એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં એક કરદાતાએ વેરો ભરવા પરચૂરણ ચૂકવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની (Rajkot Municipality) કચેરીમાં એક કરદાતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરદાતા વેરો (Taxpayer tax) ભરવા માટે પરચૂરન લઈને રાજકોટ મનપા કચેરીએ પહોંચ્યો હતો. આ દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારીને પરચૂરણ સ્વીકારવા માટે અપીલ કરી હતી. જો કે મહાનગરપાલિકાએ 50 પૈસા સિવાયનું પરચૂરણ (miscellaneous) સ્વીકારી લીધું હતું.

પરચૂરણના સ્વીકાર હઠ !

મનપાના કચેરીમાં વેરા વસૂલાત કરતા કર્મચારીના ટેબલ પર આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. જો કે હાલ 50 પૈસા ચલણમાં ન હોવાથી કર્મચારીએ તે સિક્કો સ્વીકારવાની ના પાડી હતી. છતાં પરચૂરન લઈને પહોંચેલો અરજદાર નારાજ થયો હતો અને તેણે મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ આકરો રોષ ઠાલવ્યો હતો.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા કચેરીમાં મંદિરનાં પૂજારી 700-800 રૂપિયાનાં પરચુરણ સાથે રૂ. 1800નો વેરો ભરવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી હતી. જે દરમિયાન પૂજારીનું આ પરચુરણ સ્વીકારવાનો મનપાના સિટી સિવિક સેન્ટરનાં કર્મચારી દ્વારા ઈન્કાર કરાયો હતો. બાદમાં ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા પૂજારીનું ચિલ્લર સ્વીકારી ટેક્સ ભરાયો હતો. (In the Manpa office, the temple priest 700-800 rupees with miscellaneous Rs. 1800 arrived to pay the tax)

આ પણ વાંચો :-