The rickshaw puller who invited Kejriwal
- અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક આજે ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકારણમાં ગરમાવો.
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદના ઓટો રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના (Vikram Dantani) ઘરે જમવા ગયા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક આજે PM નરેન્દ્ર મોદીની (Narendra Modi) જાહેર સભામાં પહોંચ્યા છે.
હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું : રીક્ષા ચાલક
તમને જણાવી દઈએ કે શહેરના અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દંતાણીનગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્યા હતા. ત્યારે હવે આ જ રીક્ષા ચાલક PM મોદીની જાહેરસભામાં પહોંચતા તેને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રીક્ષા યુનિયને મને જમવાનું પૂછવા કહ્યું હતું. મને કંઈ ખબર ન હોતી.
હું તો પહેલેથી ભાજપ પ્રેમી છું. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ તેને પ્રેમથી જમાડે છે. જમવા સિવાય કોઈ પણ પ્રકારની ચર્ચા આજ દિન સુધી નથી થઈ. હું ભાજપ અને મોદી સાહેબનો આશિક છું, હું ભાજપ ને જ વોટ કરું છું. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યો એનું મને દુઃખ લાગ્યું હતું. હું આપ સાથે નથી, ભાજપ માટે કામ કરું છું.’
થોડાક દિવસ અગાઉ જ કેજરીવાલ આ રીક્ષાચાલકને ઘરે જમવા ગયા હતા :
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ સાધ્યો હતો. જ્યાર બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા માટે ગયા હતા. ત્યારે હવે આ રીક્ષા ચાલકના ભાજપના ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો હોવાથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. (As Narendra Modi has reached the meeting, the political atmosphere has been heated)
આ પણ વાંચો :-