‘હે મા માતાજી..’ નવરાત્રીમાં થઈ શકે છે દયાબેનની વાપસી, ‘તારક મહેતા..’ શો ના મેકર્સ આપી શકે છે ખુશખબર

Share this story

‘Hey Maa Mataji..’ Dayaben may

  • મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે.

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના (Taarak Mehta ka ooltah chashmah) ફેન્સ માટે એક ખુશ ખબર છે. જલ્દી જ શોમાં દયાબેન પરત ફરી શકે છે. જી હાં, આવનાર થોડા સમયમાં દયાબેન (Dayaben) પોતાના ગરબા કરતા ટીવીમાં દેખાઈ શકે છે. ટીવીના ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે. પરંતુ ફેન્સને હંમેશા નિરાશા જ મળી.

દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે :

પણ હાલ એક ખુશ-ખબર સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેકર્સ નવરાત્રીને ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. મેકર્સ એમને પાછા લઈ આવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યા છે. એમને ફરી એક વખત દિશા વાકાણીનો સંપર્ક સાધ્યો છે અને બંને વચ્ચે ફરી સિરિયલને લઈને વાતચીત ચાલી રહી છે એવો ખુલાસો થયો છે.

PM મોદીનો રોડ શો : મોદીનો સુરતમાં માહોલ બદલવાનો પ્રયાસ, ભીડ જોઈને ભાજપ ખુશ પણ આપ અને કોંગ્રેસને લાગશે ઝટકો

હવે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ માં મેકર્સ દયાબેનની વાપસી કરાવવા માંગે છે અને એટલા માટે  દિશા વાકાણી સાથે વાતચીત ચાલી રહી છે અને જો એ નહીં માને તો બીજો કોઈ અભિનેત્રીને દયા બેનનો રોલ ઓફર કરવામાં આવશે. શો ના મેકર્સનો પ્લાન છે કે ઓકટોબર કે નવેમ્બરની શરૂઆતમાં દયાબેનની એન્ટ્રી થઈ જવી જોઈએ.

ત્રણ વર્ષથી નથી જોવા મળ્યા દયાબેન  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી દયા બેન એટલે કે દિશા વાકાણી જોવા નથી મળી રહી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી પરંતુ પરત ન ફરી. આ વચ્ચે ઘણી વખત સાંભળવા મળ્યું કે દિશા સીરિયલમાં પરત ફરવાની છે આ સાથે જ બીજી ઘણી અભિનેત્રીઓનું નામ પણ સાંભળવા મળ્યું હતું પણ એ બધી વાતો અફવા હતી. જો કે એક ઇંટરવ્યૂમાં અસિત મોદી બોલ્યા હતા કે તએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રી શોધી રહ્યા છે પણ ફરી એક વખત શોના મેકર્સે દિશા વાકાણી સાથે સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચો :-