Home Blog Page 1274

સોમવારથી ભારે વરસાદનું એલર્ટ : તબાહી મચાવી શકે છે વાવાઝોડું સિતરંગ, આ રાજ્યો પર છે સંકટ

0

Heavy rain alert from Monday

  • ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન (South Andaman) સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની (South East Bengal) ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં (Bay of Bengal) પહોંચવાની સંભાવના છે.

લો પ્રેશર એરિયા ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, તે 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી સંભાવના છે.”

ચક્રવતનું નામ સિતરંગ  :

એક રાહતની વાત એ છે કે આઇએમડીએ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ગતિ અંગે હજી સુધી કોઈ આગાહી જારી કરી નથી. આ ચક્રવતનું નામ સિતરંગ રાખવામાં આવ્યું છે. છ હવામાન કેન્દ્રોનું જૂથ આરએસએમસી અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રોના જૂથ ટીસીડબ્લ્યુસીએ સંયુક્ત રીતે ચક્રવાતનું નામ આપ્યું છે.

13 સભ્ય દેશોની પેનલ :

આ પેનલ 13 સભ્ય દેશોને આવરી લે છે. આ પેનલ ચક્રવાતને લગતી સલાહ જારી કરે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. આ ચક્રવાતી તોફાનનું નામ સિતરંગ થાઇલેન્ડે સૂચવ્યું છે.

છૂટોછવાયો વરસાદ પડી શકે છે :

વરસાદની આગાહી 24-25 ઓક્ટોબરે ઓડિશામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં 24-25 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. 26 ઓક્ટોબરે છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવો જ વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

કેટરીનાના વાળ લાલ કરવામાં જેટલો ખર્ચ થયો એટલામાં બંગલો આવી જાય, છતાં પહેલા જ દિવસે ફિલ્મના આવા હાલ

As much as it cost to make Katrina’s hair

  • કેટરીના કૈફ બોલીવુડમાં લાંબી ઈનિંગ રમી ચૂકી છે. અંગ્રેજી ઉચ્ચારણવાળી હિન્દી હોવા છતા તેને મોટા પ્રોડક્શન હાઉસમાં સેલિબ્રિટીઓ સાથે તક મળી. તેણે લીકમાંથી હટીને કઈ પણ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમાં સફળતા ના મળી.

ફિતૂર તેની એવી જ નાકામ ફિલ્મ છે. કેટરીના કૈફ (Katrina Kaif) આવતા મહિને પોતાનાથી નાની ઉંમરના બે યુવાનો સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની (Chaturvedi and Ishan Khattar) સાથે ફિલ્મ ફોન ભૂતમાં આવી રહી છે. પહેલા પણ તે એક વખત આવો પ્રયોગ કરી ચૂકી છે. જેમાં તે ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઇ હતી.

પોતાનાથી નાની ઉંમરના હીરો આદિત્ય રોય કપૂરની સાથે તેમની ફિલ્મ હતી ફિતૂર. 2016માં આવેલી આ ફિલ્મ ખૂબ ધૂમધામ અને ભરપૂર પ્રચારની સાથે રિલીઝ થઇ હતી. નિર્દેશક અભિષેક કપૂરની આની પહેલાની બે ફિલ્મો, રોક ઓન અને કાય પો છેના વખાણ કર્યા હતા.

એવામાં ફિતૂરમાં આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફની જોડી પર સિદ્ધાર્થ રોય કપૂરે ભરોસો કર્યો. સિદ્ધાર્થ આદિત્યના મોટાભાઈ છે. પરંતુ આ ફિલ્મ નિર્માતાઓ માટે મોટુ નુકસાનનો કરાર સાબિત થઇ છે.

કહાનીનું કાશ્મીર કનેક્શન :

ફિતૂર અંગ્રેજીના ક્લાસિક ઉપન્યાસ ગ્રેટ એક્સપેક્ટેશન્સથી પ્રેરિત હતી. ફિલ્મમાં કાશ્મીર હતુ. પાકિસ્તાન હતુ. એક બેગમ હતી. આ સાથે લવ સ્ટોરી હતી આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફનું. ફિલ્મને કાશ્મીરના ભવ્ય દ્રશ્યો પરથી સજાવવામાં આવી હતી. ફિતૂર શ્રીનગરમાં રહેતા ગરીબ નૂરની કહાનીના રૂપમાં સામે આવે છે.

જે બાળપણથી અમીર યુવતી ફિરદોસ સાથે પ્રેમ કરે છે. ફિરદોસની માં હજરત ક્યારેક આ પ્રેમને હવા આપે છે અને ક્યારેક તેને બુઝાવવાની કોશિશ કરે છે. નૂર દિલ્હી જઇને એક મોટી કલાકાર બની જાય છે અને જ્યારે ફરે છે ત્યારે જોવે છે કે નૂર સરહદ પાર એક રસૂખદાર પાકિસ્તાની સાથે લગ્ન કરવા તૈયાર છે.

આ પણ વાંચો :-

 

નવા કમલમથી કમળ ખિલશે ? સૌરાષ્ટ્રમાં આ ભાજપનું સૌથી મોટું કાર્યાલય, ધનતેરસે CR પાટીલની હાજરીમાં ગૃહપ્રવેશ

0

Will the lotus bloom with the new lotus

  • રાજકોટમાં બનેલા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે.

એવામાં રાજકોટ મહાનગરમાં અત્યાધુનિક સુવિધાવાળું ભાજપનું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. આવતીકાલે ધનતેરસના શુભ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ તકે પ્રદેશ-શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે.

રાજકોટમાં બનેલા નવા કમલમમાં આવતીકાલે ગૃહપ્રવેશ :

વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે. આ કાર્યાલય ખાતે મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનો હાઈવેથી સીધા 150 ફૂટ રોડ પર સરળતાથી પહોંચી શકશે.

શિતલ પાર્ક પાસે ‘કમલમ’નું પાટીલના હસ્તે ઉદ્ઘાટન :

સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, વીઆઇપી બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

આ પણ વાંચો :-

ચાર કરોડની કાર લઈને નીકળેલા રણવીર સિંહે ટ્રાફિક નિયમનો કર્યો ભંગ, લોકોએ ચોરી પકડી લેતા જુઓ પોલીસે શું કર્યું

Ranveer Singh, who left with a car worth

  • રણવીરનો પોતાની પસંદગીની લક્ઝરી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારણ કે સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર લાઈસન્સ એક્સપાયર્ડ થયા બાદ ડ્રાયવિંગનો આરોપ લગાવ્યો છે.

રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં મુંબઈ એરપોર્ટ પર એક ચમકતી બ્લૂ રંગની આલીશાન એસ્ટન માર્ટિનને (Aston Martin) ચલાવતો જોવા મળ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા (Social media) પર એક્સપાયર્ડ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રણવીરનો લક્ઝરી કાર ચલાવતા એક વીડિયો વાયરલ થઈ ગયો કારણ કે એક સોશિયલ મીડિયા યુઝરે અભિનેતા પર ડ્રાઈવિંગનો આરોપ લગાવ્યો જ્યારે તેમનું લાયસન્સ સમાપ્ત થઈ ગયું હતું. યુઝરે પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો અને તેમને ટેગ પણ કર્યા.

લાઇસન્સ પ્લેટ પર તારીખ :

યુઝરે લખ્યું, “મુંબઈ પોલીસ, કૃપા કરીને રણવીર સિંહ સામે કડક કાર્યવાહી કરો. ગઈ કાલે તેણે જે કાર ચલાવી હતી તેનો વીમો પુરો થઈ ગયો હતો.” સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર અનુસાર રણવીરની લાયસન્સ પ્લેટ પર તારીખ 28 જૂન, 2020 છે. મુંબઈ પોલીસે યુઝરને જવાબ આપ્યો કે તેણે મુંબઈ ટ્રાફિક પોલીસને જાણ કરી છે. જો કે, અભિનેતાએ કોઈ ટિપ્પણી કરી નથી.

મુંબઈ પોલીસે કર્યું આ ટ્વીટ  :

આ ટ્વીટના જવાબમાં મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો અને લખ્યું- ‘અમે આ અંગે ટ્રાફિક બ્રાન્ચને જાણ કરી દીધી છે.’ વેલ, હવે આ ટ્વીટ પછી લોકો રણવીર સિંહને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ગુસ્સો કાઢ્યો અને લખ્યું- ‘આટલી બધી સુવિધાઓ માત્ર VVIP લોકોને જ કેમ આપવામાં આવે છે?’

રણવીર સિંહની આગામી ફિલ્મો :

આ સિવાય જો રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે પણ મહત્વના રોલમાં છે.

આ સિવાય રણવીર આવતા વર્ષે કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

હરિયાણાના પાણીપત ખાતે એશિયાના સૌપ્રથમ સ્વદેશી અત્યાધુનિક ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્‍ઘાટન

0

Asia’s first indigenous

  • દરવર્ષે ચોખાના પરાળ, ભુસાનો ઉપયોગ કરીને ૩ કરોડ લીટર ઈથેનોલનું ઉત્પાદન કરાશે પેટ્રોલમાં ૨૦ ટકા મિશ્રણ કરી ક્રુડ ઓઈલની આયાતમાં ઘટાડો કરાશે.

એશિયામાં સૌપ્રથમ પાણીપત (panipat) ખાતેનો 2G (બીજી જનરેશનન) ઇથેનોલ પ્લાન્ટ (Ethanol plant) અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. જે ફીડ તરીકે ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ (Lignocellulosic biomass) દ્વારા વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું (Ethanol) ઉત્પાદન કરશે. જેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવશે અને આ પ્રકારે તે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ગેમચેન્જર પુરવાર થશે. એમઆઇઓસી કંપનીના એમડી ધારિયાએ જણાવ્યું હતું.

પ્રોજેક્ટ પાછળ રૂ.909 કરોડનો ખર્ચ થયેલ છે. પ્રતિદિન 2જી ઇથેનોલ પ્લાન્ટમાં 100 કિલો લિટર ઇથેનોલ ઉત્પન્ન થશે. “એન્ફિનિટી” ટેકનોલોજીના આધારે આ પ્લાન્ટ 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે ફીડસ્ટોક અને ગૌણ ઇંધણ (બોઇલર માટે) તરીકે વાર્ષિક 2 લાખ મે.ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરશે.મોટર સ્પિરિટ (પેટ્રોલ)માં 20% ઇથેનોલ મિશ્રણ અને અન્ય લાભો માટેના ભારત સરકારના લક્ષ્યને પૂરું કરવા માટે ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવશે.

આ પ્લાન્ટમાં બાયોમાસ તૈયારી સેક્શન, મુખ્ય પ્રોસેસનો પ્લાન્ટ, એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ, કો-ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, ડિગેસિફાઇંગ કોલમ, સ્પ્લિટ એનલાઇઝર કોલમ, રેક્ટિફાયર કમ એક્ઝોસ્ટ કોલમ, રેસિડ્યૂસંચાલન વિભાગ અને એવોપરેટર્સનો સમાવેશ થાય છે.

પાકની પરાળ (ભૂસું) બાળવા, રોજગારીનું સર્જન કરવા અને ખેડૂતોને તેમની આવકમાં વધારો કરીને લાભ આપીને ગ્રામીણ સમાજનું સજીવન કરવા માટે આ પ્લાન્ટની પરિકલ્પનાકરવામાં આવી છે અને તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. 2G ઇથેનોલ પ્રોજેક્ટમાં વાર્ષિક 2 લાખ મે.ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરવામાં આવશે.

જેને પ્રોજેક્ટની સાઇટની આસપાસના વિસ્તારના 89,000 કરતાં વધુ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ચોખાના સ્ટ્રો (ભૂસા)ના એકત્રીકરણથી તેમની આવકમાં સીધી જ વૃદ્ધિ કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત, પ્રોજેક્ટ ચોખાના સ્ટ્રો (ભૂસા)નું સોર્સિંગ કરવાથી કૃષિ સંલગ્ન નોકરીઓનું સર્જન કરશે. એવી પણ કલ્પના કરવામાં આવી છે કે આનાથી દર વર્ષે ચોખાના સ્ટ્રો (ભૂસા)ના સોર્સિંગ માટે રોજગારની પૂરતી તકો ઊભી થઇ શકશે. 60 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાંથી ચોખાના ભૂસાનું એકત્રીકરણ કરવામાં આવશે અને એકત્રીકરણની કામગીરી માટે વિકેન્દ્રિત એકત્રીકરણ ડેપો તૈયાર કરવામાં આવશે.

ભારત 2030 સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા વધારીને500 ગીગાવોટ સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે. 2030 સુધીમાં દેશની 50% ઉર્જા જરૂરિયાતો અક્ષય ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરીને પૂરી કરવામાં આવશે.

દેશ હવેથી અને વર્ષ 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે. આમ અર્થતંત્રની કાર્બન સઘનતા ઘટાડીને 45%થી ઓછી લઇ જવામાં આવશે. તેમજ, 2070 સુધીમાં દેશ કાર્બન ન્યૂટ્રલ બનશે અને ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

આ પણ વાંચો :-

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, સિયાંગમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 2010થી અત્યાર સુધીમાં લગભગ..

0

Major tragedy in Arunachal Pradesh

  • છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશ(Helicopter Crash)ની ઘટનાઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડ (Uttrakhand)માં ગરુડચટ્ટી બાદ હવે અરુણાચલ પ્રદેશમાંથી હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash)ના મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરુણાચલના સિયાંગ (Siang of Arunachal) જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પ્લેન ક્રેશની આ ઘટના ગરુડચટ્ટીમાં (Garudachatti) હેલિકોપ્ટર દુર્ઘટનાના ત્રણ દિવસ પછી બની છે.

જ્યાં પાઇલટ સહિત સાત લોકો માર્યા ગયા હતા. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભૂતકાળમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. આ મહિને 5 ઓક્ટોબરે તવાંગ વિસ્તારમાં સેનાનું અન્ય એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ વિસ્તાર ચીન સરહદની નજીક છે. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટનું મોત થયું હતું.

સેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના રૂટિન ફ્લાઈટ દરમિયાન સવારે 10 વાગ્યે બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ છે. સેનાએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું નથી. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં 2010થી અત્યાર સુધીમાં લગભગ 6 હેલિકોપ્ટર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં દિવાળી ઉજવશે અમિત શાહ, મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતરશે

0

Amit Shah will celebrate Diwali in

  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પર્વ કાર્યકરો સાથે મનાવશે… 26 ઓક્ટોબર સુધી ગુજરાતના ચૂંટણી લક્ષી પ્રવાસે અમિત શાહ…

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં ભાજપનું કેન્દ્રિય અને પ્રદેશ નેતૃત્વ (Central and regional leadership) કાર્યકરો સાથે દિવાળી પર્વ મનાવશે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા હતા.

હવે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન પણ ભાજપનું શીર્ષષ્ઠ નેતૃત્વ કાર્યકરો વચ્ચે રહેશે. એક તરફ પ્રજા માટે વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી રહ્યા છે. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમય વિતાવી રહ્યા છે.

  • 22 ઓક્ટોબર – વલસાડ
  • 23 ઓક્ટોબર – વડોદરા
  • 24 ઓક્ટોબર – બનાસકાંઠા પાલનપુર
  • 25 ઓક્ટોબર – સોમનાથ
  • 26 ઓક્ટોબર – પરત દિલ્હી ફરજે

2017 ની ચૂંટણી પહેલા પણ આવુ જ કર્યુ હતું :

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચશે અને 26 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જ રહેશે. પ્રદેશ ભાજપે બનાવેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે.

જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો.

  • દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં યોજાશે
  • સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં યોજાશે
  • ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજાશે
  • મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે

કોની દિવાળી બગડશે અને કોની સુધરશે  :

સામાન્ય રીતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના કડક સ્વભાવ માટે જાણીતા છે અને ચૂંટણી સમયે ભાજપ સામેના પડકારો દૂર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. ત્યારે આ વખતે પોતાના ગૃહ રાજ્યમાં વધુ એકવાર અમિત શાહ મિશન 182 ને સાકાર કરવા રણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના આ દિવાળી પર્વની મુલાકાત કેટલા આગેવાનોની દિવાળી બગાડશે અને કેટલાની સુધારશે તે 27 ઓક્ટોબર બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયામાં વધુ એક નેતાની પોસ્ટ વાયરલ, AAPના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની પોસ્ટ વાયરલ થતા રાજકારણમાં આવ્યો ભૂંકપ

0

One more leader’s post goes viral on

  • સોશિયલ મીડિયામાં વધુ એક નેતાની પોસ્ટ વાયરલ, AAPના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની પોસ્ટ વાયરલ થતા રાજકારણમાં આવ્યો ભૂંકપ.

જો કે તેઓએ ભૂતકાળમા આપ અને કેજરીવાલ (Kejriwal) સામે કટાક્ષ કર્યા તેની પોસ્ટ વાયરલ થઈ છે. ભૂતકાળમાં તેમણે આપની વિરોધ કરતી એક પોસ્ટ વાયરલ (The post went viral) કરી હતી. જે હાલમાં બહોળી ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા આપ ના નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) પણ વીડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી એ એક પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે.

  • સોશિયલ મીડિયા માં વધુ એક નેતાની વાયરલ થઈ વિરોધની પોસ્ટ
  • જૂનાગઢ ઉમેદવાર ચેતન ગજેરાની જૂની પોસ્ટ વાયરલ
  • કેજરીવાલ અને પાર્ટી સામે કરેલા કટાક્ષ ની પોસ્ટ વાયરલ
  • નરેન્દ્ર મોદી ના જાપ જપતા ચેતન ગજેરા છે ઉમેદવાર
  • જૂનાગઢ આપ ના ઉમેદવાર તરીકે જાહેર થયું છે નામ

આ પણ વાંચો :-

સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપે એક હજારથી વધુ કર્મચારીઓને આપ્યું ખાસ દિવાળી ગિફ્ટ

0

Surat’s well-known Diamond Group

  • હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપ શ્રી રામ કૃષ્ણ (Well-known Diamond Group Shri Ram Krishna) દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગીફ્ટ (Diwali Gift) તરીકે સોલર પેનલ (Solar panel) આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ સતત વધતી જતી મોંઘવારીમાં બચત થાય અને ગ્લોબલ વોર્નિંગ (Global warning) સામે રક્ષણ અપાવવાનો છે.

હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં SrK ગ્રુપ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે રૂફ્ટોપ સોલર પેનલ આપાવમાં આવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે SRK ના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, તેઓના લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા બાદ પોતાના ગામમાં સોલાર પેનલ મુકાવી હતી.

ત્યારબાદ શહીદ પરિવારોને ત્યાં સોલાર પેનલ મુકાવી હતી. આ જોયા બાદ દિવાળીમાં પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં સોલાર પેનલ આપવામા આવી છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન ઉત્તરાખંડમાં / કેદારનાથમાં PM મોદીનો ખાસ ડ્રેસ ખૂબ ચર્ચામાં, મહિલાને કરેલો વાયદો નિભાવ્યો 

0

Prime Minister in Uttarakhand

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ઉત્તરાખંડના (Uttarakhand) પ્રવાસે છે. તેમણે અહીં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ ભગવાન શિવનો રૂદ્રાભિષેક (Rudrabhishek of Lord Shiva) પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ છે. તે તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપી હતી.

PM મોદીએ હાલમાં જ હિમાચલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેને એક મહિલા દ્વારા સ્પેશિયલ ‘ચોલા ડોરા’ ડ્રેસ ભેટમાં આપવામાં આવ્યો હતો. જે હિમાચલના ચંબામાં રહેતી એક મહિલાએ હાથથી બનાવ્યો છે. આના પર ખૂબ જ સારી હસ્તકલા છે.

જ્યારે મહિલાએ પીએમ મોદીને આ ડ્રેસ ગિફ્ટ કર્યો ત્યારે તેણે વચન આપ્યું હતું કે જ્યારે પણ તે ઠંડી જગ્યાએ જશે ત્યારે તે ચોક્કસ પહેરશે. પીએમ મોદીએ કેદારનાથ યાત્રા દરમિયાન કંઈક આવું જ કર્યું. તેમણે મહિલા દ્વારા ભેટમાં આપેલો ડ્રેસ પહેર્યો હતો.

મહત્વનું છે કે પીએમ મોદીની ઉત્તરાખંડ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવે છે. પીએમ મોદી અહીં 3400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી હતી. તેઓ બદ્રીનાથની પણ મુલાકાત લેશે.

પીએમ મોદી કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી બપોરે 2 વાગે એરાઇવલ પ્લાઝા અને તળાવોના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચો :-