નવા કમલમથી કમળ ખિલશે ? સૌરાષ્ટ્રમાં આ ભાજપનું સૌથી મોટું કાર્યાલય, ધનતેરસે CR પાટીલની હાજરીમાં ગૃહપ્રવેશ

Share this story

Will the lotus bloom with the new lotus

  • રાજકોટમાં બનેલા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ (A political party) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે.

એવામાં રાજકોટ મહાનગરમાં અત્યાધુનિક સુવિધાવાળું ભાજપનું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. આવતીકાલે ધનતેરસના શુભ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ તકે પ્રદેશ-શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે.

રાજકોટમાં બનેલા નવા કમલમમાં આવતીકાલે ગૃહપ્રવેશ :

વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે. આ કાર્યાલય ખાતે મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનો હાઈવેથી સીધા 150 ફૂટ રોડ પર સરળતાથી પહોંચી શકશે.

શિતલ પાર્ક પાસે ‘કમલમ’નું પાટીલના હસ્તે ઉદ્ઘાટન :

સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે બીજા માળે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, વીઆઇપી બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

આ પણ વાંચો :-