હરિયાણાના પાણીપત ખાતે એશિયાના સૌપ્રથમ સ્વદેશી અત્યાધુનિક ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્‍ઘાટન

Share this story

Asia’s first indigenous

  • દરવર્ષે ચોખાના પરાળ, ભુસાનો ઉપયોગ કરીને ૩ કરોડ લીટર ઈથેનોલનું ઉત્પાદન કરાશે પેટ્રોલમાં ૨૦ ટકા મિશ્રણ કરી ક્રુડ ઓઈલની આયાતમાં ઘટાડો કરાશે.

એશિયામાં સૌપ્રથમ પાણીપત (panipat) ખાતેનો 2G (બીજી જનરેશનન) ઇથેનોલ પ્લાન્ટ (Ethanol plant) અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. જે ફીડ તરીકે ચોખાના સ્ટ્રો (ભૂસા) આધારિત લિગ્નોસેલ્યુલોસિક બાયોમાસ (Lignocellulosic biomass) દ્વારા વાર્ષિક 3 કરોડ લીટર ઇથેનોલનું (Ethanol) ઉત્પાદન કરશે. જેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવશે અને આ પ્રકારે તે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ગેમચેન્જર પુરવાર થશે. એમઆઇઓસી કંપનીના એમડી ધારિયાએ જણાવ્યું હતું.

પ્રોજેક્ટ પાછળ રૂ.909 કરોડનો ખર્ચ થયેલ છે. પ્રતિદિન 2જી ઇથેનોલ પ્લાન્ટમાં 100 કિલો લિટર ઇથેનોલ ઉત્પન્ન થશે. “એન્ફિનિટી” ટેકનોલોજીના આધારે આ પ્લાન્ટ 3 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે ફીડસ્ટોક અને ગૌણ ઇંધણ (બોઇલર માટે) તરીકે વાર્ષિક 2 લાખ મે.ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરશે.મોટર સ્પિરિટ (પેટ્રોલ)માં 20% ઇથેનોલ મિશ્રણ અને અન્ય લાભો માટેના ભારત સરકારના લક્ષ્યને પૂરું કરવા માટે ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવશે.

આ પ્લાન્ટમાં બાયોમાસ તૈયારી સેક્શન, મુખ્ય પ્રોસેસનો પ્લાન્ટ, એન્ઝાઇમેટિક હાઇડ્રોલિસિસ, કો-ફર્મેન્ટેશન, ડિસ્ટિલેશન, ડિગેસિફાઇંગ કોલમ, સ્પ્લિટ એનલાઇઝર કોલમ, રેક્ટિફાયર કમ એક્ઝોસ્ટ કોલમ, રેસિડ્યૂસંચાલન વિભાગ અને એવોપરેટર્સનો સમાવેશ થાય છે.

પાકની પરાળ (ભૂસું) બાળવા, રોજગારીનું સર્જન કરવા અને ખેડૂતોને તેમની આવકમાં વધારો કરીને લાભ આપીને ગ્રામીણ સમાજનું સજીવન કરવા માટે આ પ્લાન્ટની પરિકલ્પનાકરવામાં આવી છે અને તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. 2G ઇથેનોલ પ્રોજેક્ટમાં વાર્ષિક 2 લાખ મે.ટન ચોખાના સ્ટ્રો (ભૂસા)નો ઉપયોગ કરવામાં આવશે.

જેને પ્રોજેક્ટની સાઇટની આસપાસના વિસ્તારના 89,000 કરતાં વધુ ખેડૂતો પાસેથી એકત્રિત કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ચોખાના સ્ટ્રો (ભૂસા)ના એકત્રીકરણથી તેમની આવકમાં સીધી જ વૃદ્ધિ કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત, પ્રોજેક્ટ ચોખાના સ્ટ્રો (ભૂસા)નું સોર્સિંગ કરવાથી કૃષિ સંલગ્ન નોકરીઓનું સર્જન કરશે. એવી પણ કલ્પના કરવામાં આવી છે કે આનાથી દર વર્ષે ચોખાના સ્ટ્રો (ભૂસા)ના સોર્સિંગ માટે રોજગારની પૂરતી તકો ઊભી થઇ શકશે. 60 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાંથી ચોખાના ભૂસાનું એકત્રીકરણ કરવામાં આવશે અને એકત્રીકરણની કામગીરી માટે વિકેન્દ્રિત એકત્રીકરણ ડેપો તૈયાર કરવામાં આવશે.

ભારત 2030 સુધીમાં દેશની બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા વધારીને500 ગીગાવોટ સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે. 2030 સુધીમાં દેશની 50% ઉર્જા જરૂરિયાતો અક્ષય ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરીને પૂરી કરવામાં આવશે.

દેશ હવેથી અને વર્ષ 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે. આમ અર્થતંત્રની કાર્બન સઘનતા ઘટાડીને 45%થી ઓછી લઇ જવામાં આવશે. તેમજ, 2070 સુધીમાં દેશ કાર્બન ન્યૂટ્રલ બનશે અને ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

આ પણ વાંચો :-