Home Blog Page 1273

‘પિતાએ મારા માટે મોટું કામ કર્યું,’ જીત બાદ પોતાના પિતાને યાદ કરી રડવા લાગ્યો હાર્દિક પંડ્યા

0

‘Dad did a great job for me,’ Hardik Pandya

  • હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે આજે બેટ અને બોલથી દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વિરાટ કોહલી સાથે સદીની ભાગીદારી કરી હતી. મેચ જીત્યા બાદ તે ભાવુક થઈ ગયો હતો.

ભારતીય ટીમે (Indian team) ધમાકેદાર અંદાજમાં પાકિસ્તાનને (Pakistan) 4 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કરી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) બોલિંગ અને બેટિંગથી દરેકનું દિલ જીતી લીધુ. મેચ જીત્યા બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (All-rounder Hardik Pandya) ભાવુક થઈ ગયો અને પિતાને યાદ કરી રડવા લાગ્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પિતા માટે કહી આ વાત :

હાર્દિક પંડ્યાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, ‘હું માત્ર મારા પિતાજી વિશે વિચારી રહ્યો હતો. હું મારા પિતા માટે રડ્યો નહોતો. હું મારા પુત્રને પ્રેમ કરુ છું, પરંતુ હું જાણુ છું કે શું હું તે કરી શકુ છું જે મારા પિતાજીએ મારા માટે કર્યું હતું. તે પોતાના સાડા છ વર્ષના બાળકનું સપનુ પૂરુ કરવા માટે બીજા શહેરમાં આવી ગયા હતા. તેમને ખ્યાલ નહોતો કે આજે હું જ્યાં છું ત્યાં પહોંચી શકીશ. તેથી આ ઈનિંગ તેમના માટે છે.’

મારા માટે બીજા શહેરમાં આવીને રહ્યાં :

હાર્દિક પંડ્યાએ આગળ કહ્યું- હું હંમેશા તેમનો આભારી રહીશ. જો તેમણે મને તક ન આપી હોત તો હું આજે અહીં ન પહોંચ્યો હોત. તેમણે ખુબ બલિદાન આપ્યું. તે પોતાના બાળકો માટે બીજા શહેરમાં વસી ગયા. હું ત્યારે છ વર્ષનો હતો અને તે બીજા શહેરમાં વસી ગયા અને ત્યાં તેમણે વ્યવસાય કર્યો હતો. આ ખુબ મોટી વાત છે.

હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન :

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર બનીને ઉભર્યો હતો. ભારતીય જીતનો નાયક વિરાટ કોહલી રહ્યો જેણે અણનમ 82 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યાએ કોહલીનો સાથ આપ્યો હતો. પંડ્યાએ 40 રન બનાવવાની સાથે કોહલી સાથે સદીની ભાગીદારી કરી હતી. આ સિવાય હાર્દિકે બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :-

ભાવનગરના વાઘેલા પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, રખડતા ઢોરને જુવાનજોધ દીકરાનો જીવ ગયો

0

Bhavnagar’s Vaghela family mourns Diwali

  • ગુજરાતની પ્રજા રખડતા ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ દિવસોની રાહ જોઈને બેસી છે. હાઈકોર્ટની લાલ આંખ છતાં ગુજરાતમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ત્યારે રખડતા ઢોરને કારણે ભાવનગરના વાઘેલા પરિવારની દિવાળીમાં માતમ છવાયો છે.

ગુજરાતની પ્રજા રખડતા ઢોરના (Stray cattle) ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ દિવસોની રાહ જોઈને બેસી છે. હાઈકોર્ટની લાલ આંખ છતાં ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ત્યારે રખડતા ઢોરને કારણે ભાવનગરના (Bhavnagar) વાઘેલા પરિવારની દિવાળીમાં માતમ છવાયો છે. ભાવનગરમાં રસ્તે રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે.

ઘરેથી બાઇક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું છે. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે ઉજવણીના બદલે યુવકના ઘરમાં માતમ છવાયો હતો.

ભાવનગરના વડવા ખડીયા કૂવા નજીકની આ ઘટના છે. ભાવનગરમાં રખડતા માલઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસી ગયેલા ઢોરના કારણે અનેક અકસ્માતો થાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

જેના કારણે આજે વધુ એક વ્યક્તિએ ઢોરના કારણે જીવ ગુમાવ્યો છે. વડવા ખડીયા કૂવા વિસ્તારમાંર રહેતો પરેશભાઈ વાઘેલા નામનો યુવાન ઘરેથી દુકાને જવા નીકળ્યો હતો. ત્યારે શહેરના વડવા ખડીયા કૂવા નજીક સામેથી દોડીને આવી રહેલા ઢોરે યુવકને અડફેટે લીધો હતો.

બાઇક સવાર યુવક રખડતા ઢોરના હુમલાથી હવામાં ફંગોળાયો હતો. જેથી તે નીચે ગાડી પરથી નીચે પટકાયો હતો. પરેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તાત્કાલિક 108 ને કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે એ પૂર્વે ગણતરીની ક્ષણોમાં આધેડનું મોત થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેપ્યુટી મેયર સહિત ત્રણ જેટલા લોકોના રખડતા ઢોરના કારણે મોત થઈ ચૂક્યા છે. ત્યારે શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે થયેલા મોતનો કુલ આંક 4 થઈ ગયો છે. શહેરમાં જ્યાં ત્યાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે રોજ અકસ્માતો વધી રહ્યા છે. તંત્ર દ્વારા હવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

24 ઓક્ટોબર 2022 : મહાદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકોના દરેક દુઃખ થશે દુર – લખો “હર હર મહાદેવ”

24 October 2022 : By the infinite grace of Mahadev

મેષ
માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્‍નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ
મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.‌ ‌મિત્રોનો સાથ સહકાર મળે તથા જૂના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

મિથુન
વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અેકાઉન્ટ્સ, અેડ્વોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવા.

કર્ક
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહ
આવકમાં વધારો થતો જણાય. જૂની ઉઘરાણી છૂટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યા
વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્સટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા
આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતીથી કામ લેવું.

વૃ‌શ્ચિક
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધન
આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકર
ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃદ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભ
માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી-ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીન
મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફની ચિંતામાં વધારો થતો જણાય.

આ પણ વાંચો :-

સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, કિંમતોમાં આવી શકે છે જોરદાર ઉછાળો

If you are planning to buy a smartphone

  • તહેવારોની સિઝનનું વેચાણ સમાપ્ત થવામાં છે. આ પછી તમને સ્માર્ટફોન પર આકર્ષક ઓફર્સ નહીં મળે.

તહેવારોની સિઝનનું (Festive season) વેચાણ સમાપ્ત થવામાં છે. આ પછી તમને સ્માર્ટફોન (smartphone) પર આકર્ષક ઓફર્સ નહીં મળે. તેની સાથે તમને મોંધવારીનો આંચકો પણ લાગી શકે છે. અહેવાલ અનુસાર તહેવારોની સિઝનમાં બજેટમાં સ્માર્ટફોનની કિંમતો વધી શકે છે. મોટા ભાગની સ્માર્ટફોન બ્રાન્ડસ (Smartphone Brands) તેમના ઉપકરણોને ખોટમાં વેચી રહી છે.

ડોલર સામે રુપિયામાં સતત ઘટાડો થવાના કારણે કંપનીઓને નુકશાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં સ્માર્ટફોનની કિંમત વધી શકે છે. ET ટેલિકોમના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનની કિંમતમાં 5 થી 7 ટકાનો વધારો થઈ શકે છે.  આ પછી સરેરાશ કિંમત 17 હજાર રુપિયાથી 20 હજાર રુપિયા હશે.

સ્માર્ટફોન મોંધા હોઈ શકે છે :

રિપોર્ટ મુજબ સ્માર્ટફોન મેકર્સ ટૂંક સમયમાં નવી કિંમતની જાહેરાત કરી શકે છે. આવી પરિસ્થિતિમાં જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો એમેઝોન પર ચાલી રહેલા વેચાણ માટે શ્રેષ્ઠ સમય છે. હાલમાં કંપનીઓ તેમના વર્તમાન સ્ટોકનું વેચાણ કરી રહી છે. આ સાથે યુઝર્સને વધારાની બેંક ઓફર્સ પણ મળી રહી છે. સ્માર્ટફોનના નવા યુનિટ ચોક્કસપણે વધુ કિંમતે આવશે. પ્રીમિયમ સ્માર્ટફોનની કિેમતો વધવા લાગી છે.

iphone SE ની કિંમતમાં વધારો થયો છે :

જ્યા દર વર્ષે જ્યારે નવી iphone સિરીઝ લોન્ચ થાય છે ત્યારે apple અન્ય iphones ની કિંમતમાં ઘટાડો કરે છે. આના પર આવું નથી. iphone 13 સિરીઝની કિંમતમાં ઘટાડો થયો છે. પરંતું તાજેતરમાં લોન્ચ થયેલા iphone SE 3 ની કિંમતમાં વધારો થયો છે.

iphone SE 3  હવે ભારતમાં 49900 રુપિયાની કિેમતે ઉપલબ્ધ છે. xiaomi, redmi, realme, oneplus અને samsung જેવી બ્રાન્ડ્સ પણ આગામી સપ્તાહમાં તેમના સ્માર્ટફોનની કિમતમાં વધારો કરી શકે છે.  5G ફીચર આવ્યા બાદ જ સ્માર્ટફોનની સરેરાશ કિંમત  વધીને 15 હજાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં તમારે બજેટ સ્માર્ટફોન માટે એક હજાર રુપિયા સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન : ‘સિતરંગ’ વાવાઝોડાએ ટેન્શન વધાર્યું, અહીં ભારે વરસાદની આગાહી

110 kmph wind to blow : Cyclone

  • હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા.

ઉત્તર આંદામાન સમુદ્ર (North Andaman Sea) અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના (West Bengal) દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. આ ચક્રવાતને સિતરંગ (Sitrang) નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે તોફાનના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે કોલકાતા હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજીવ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે તે તીવ્ર ચક્રવાત નહીં હોય. આ સાથે 26 ઓક્ટોબરે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કયા કયા સ્થળોએ આગાહી :

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે. આ દબાણ 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. તે ધીરે-ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે.

બંગાળ સરકારે કેટલાક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે ઓડિશાએ તેના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સતર્કતા વધારી છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને રાજ્યોમાં સોમવારે કાલી પૂજા અને મંગળવારે દિવાળી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં અહીંના લોકો માટે પહેલાથી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 23 ઓક્ટોબર 2022 :  આજે  આ રાશિ જાતકોને લાભ, જાણો કેવો રહેશે દિવસ

Today’s Horoscope 23 October 2022

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ, સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનં ધ્યાન રાખવંું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્યજીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદવિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્ની પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જૂની ઉઘરાણી છુટી થતાં નાણાની છુટ વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

આ વર્ષે 500 કરોડ ફોન બની જશે ‘કચરો’, ખતરનાક પ્રદૂષણને લઈને ટેન્શન વધ્યું, જાણો કારણ

0

This year 500 crore phones will become

  • ઈ-વેસ્ટનો ઢગલો આજે લગભગ 54 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જે આગામી ત્રણ દાયકામાં ડબલ થઇ શકે છે.

વિશ્વભરમાં કચરાની સાથે-સાથે ઈ-વેસ્ટ (E-waste) એટલે કે ઈલેક્ટ્રીક સામાનોનો (Electric goods) કચરો પણ વધી રહ્યો છે. જાણકારો મુજબ આ વર્ષે આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે. જેના કારણે આ વેસ્ટના વધુ વધવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે મોબાઈલ બનાવતી કંપની બેકાર ડિવાઈસમાંથી નિકાળવામાં આવેલુ સોનુ, તાંબુ, ચાંદી, પેલેડિયમ જેવા મુલ્યવાન કોમ્પોનન્ટસને રિસાઈકલ કરે છે. જેને જોઇને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ વર્ષે લગભગ 5.3 બિલિયન મોબાઈલ ફોન ઉપયોગથી બહાર થઇ જશે. જેમાંથી મોટાભાગની ડિવાઈસોને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ હોય છે :

એક નવા ગ્લોબલ સર્વે મુજબ આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ્સમાં ફોન, ટેબલેટ, લેપટોપ, વિજળીના ઉપકરણ, હેર ડ્રાયર, ટોસ્ટર અને અન્ય ડિવાઈસનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી 13 ડિવાઈસ ઉપયોગમાં હોતી નથી.

આંકડા મુજબ એકલા 2022માં વિશ્વભરમાં ઉત્પાદિત સેેલ ફોન, ઈલેક્ટ્રીક ટૂથબ્રશ, ટોસ્ટર અને કેમેરા જેવી નાની વસ્તુઓનુ અનુમાનિત વજન કુલ 24.5 મિલિયન ટન હશે. જે ગીજાના મહાન પિરામિડના વજનના ચાર ગણા બરોબર છે.

દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ :

યુએનઆઈટીએઆરના સસ્ટેનેબલ સાઈકલ પ્રોગ્રામના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ગ્લોબલ ઈ-વેેસ્ટ મોનિટરના મુખ્ય સંશોધનકર્તા ડો. કીસ બાલ્ડે મુજબ દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ છે. પરંતુ ગ્લોબલ લેવલ પર કુલ ઈલેક્ટ્રોનિક વેસ્ટનો માત્ર 17 ટકા ઈ-વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને તેને રિસાઈકલ કરવામાં આવે છે.

ખતરનાક પ્રદૂષણનું કારણ બને છે આ મોબાઈલ :

રિપોર્ટસ મુજબ ઘણી ડિવાઈસ લેન્ડફિલ દરમ્યાન સમાપ્ત થાય છે. પરંતુ તેના કારણે ખતરનાક પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ભારે માત્રામાં ધાતુઓ અને ખનિજ જેવા તાંબા અને પેલેડિયમની બરબાદી થાય છે.

આ પણ વાંચો :-

JIOએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ લેપટોપ ! 8 કલાકની બેટરી લાઈફ સાથે મળશે સિમ કાર્ડની પણ સુવિધા, જાણો કિંમત

0

JIO launched the cheapest laptop! With 8 hours

  • જીયોએ દિવાળીના અવસર પર નવું ડિવાઈસ લોન્ચ કરી દીધુ છે. કંપનીએ પહેલું લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કર્યું છે. આ પહેલા પણ JioBookની જાણકારી સામે આવી હતી. પરંતુ કંપનીએ ઓફિશ્યલ રીતે કંઈ જણાવ્યું ન હતું.

Jioએ પોતાનું સસ્તુ લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કરી દીધુ છે. હવે JioBook દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ડિવાઈસ એ લોકો માટે એક સારો ઓપ્શન છે જે એક સારૂ અને સસ્તુ લેપટોપ (Cheap laptop) ખરીદવા માંગે છે. JioBookને તમે રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) સ્ટોરથી ઓનલાઈન ખરીદી શકો છો. તેમાં દમદાર બેટરી અને SIM સપોર્ટ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

જીયોના આ લેપટોપ કોમ્પેક્ટ સાઈઝમાં આવે છે. તેમાં 11.5-inchનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ આ ડિવાઈસને GEM પોર્ટલ પર સ્પોર્ટ કરવામાં આવ્યું હતું. જોકે કંપનીએ આ ખૂબ જ સસ્તી કિંમત પર લોન્ચ કર્યું છે. આવો જાણીએ JioBookની કિંમત અને ફિચર્સ.

JioBookનું સ્પેસિફિકેશન :

લેપટોપના ફિચર્સની વાત કરીએ તો આ LTE સપોર્ટેડ ડિવાઈસ છે. એટલે કે તમે તેમાં સિમ કાર્ડ પણ યુઝ કરી શકો છો. તેમાં 11.6-inchનું 1366×768 પિક્સલ રેજ્યોલુશન વાળુ ડિસ્પ્લે મળે છે. લેપટોપ ઓક્ટાકોર CPUની સાથે આવે છે.

ડિવાઈસ Jio OS પર કામ કરે છે. આ ઓપરેટિંગ સિસ્ટમને ખાસ કરીને જીયો બુક માટે ઓપ્ટમાઈઝ કરવામાં આવ્યું છે. કંપનીનું માનીએ તો ડિવાઈઝ 8 કલાકથી વધારે બેટરી લાઈફની સાથે આવે છે. તેનું વજન ફક્ત 1.2 ગ્રામ છે.

JioBookમાં તમે ઘણા બધા સારા એપ્સ પ્રી-ઈન્સ્ટોલ્ડ મળશે. ડિવાઈઝ 4G LTE સપોર્ટ સાથે આવે છે. જેની મદદથી તમે ક્યાંય પણ ક્યારે પણ કનેક્ટેડ રહી શકો છો. તેમાં તમને માઈક્રોસોફ્ટ ઓફિસના એપ્સની સાથે જીયો એપ્સનું પણ એક્સેસ મળશે.

JioBookની કિંમત : 

જીયો બુક ફક્ત એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ થયું છે. તમે તેને 15,799 રૂપિયામાં Reliance Digital ઓનલાઈન સ્ટોરથી ખરીદી શકો છો. તેના પર બેન્ક ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સ પણ મળી રહી છે. તમે ડિવાઈસને નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. ડિવાઈઝ ફર્ત એક કલર ઓપ્શન Jio Blueમાં આવે છે.

આ પણ વાંચો :-

 

શું ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન જશે ? કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું ? 

0

Will Team India go to Pakistan for Asia Cup

  • ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈવોલ્ટેજ ડ્રામાથી ભરપુર રહેતી હોય છે. આવતીકાલે રમાનારી મેચ પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલાં ટી20 વર્લ્ડ કપમાં ધીરેધીરે ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. હવે લીગ મેચ બાદ સિલસિલો રસ્કા-કસ્સી તરફ આગળ વધી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ (Indian team) પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન (Pakistan) સામે મેલબોર્ન ખાતે રમશે.

લાંબા સમયથી ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યાં હતાં. તેને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટેડિયમ ખિચોખિચ ભરેલું જોવા મળશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના એક નિવેદનથી ફરી એકવાર મામલો ચર્ચામાં આવ્યો છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન અંગે સવાલ પૂછ્યો. પ્રેસમાં રોહિતને ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતા રોહિતે કહ્યું કે મારું માનવું છે કે અમે વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ અને અમારે તેના પર જ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

રોહિત શર્માએ ખુબ સારી રીતે જવાબ આપતા કહ્યું કે આગળ શું થવાનું છે એની અમને ચિંતા નથી. એશિયા કપ અંગેનો અંતિમ નિર્ણય પણ બીસીસીઆઈ જ લેશે. અમે આ સમયે માત્ર વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ BCCIના સચિવ જય શાહે પહેલા જ કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

રોહિત શર્માએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેની ટીમના ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેણે કહ્યું કે પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય મેચના દિવસે મેલબોર્નના હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે અહીંનું હવામાન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે.

રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા અને કહ્યું કે તે લયમાં છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેલબોર્નની મેચ સંપૂર્ણ 40 ઓવરની હોય. પરંતુ જો ઓવર ઓછી થાય તો અમે તૈયાર છીએ. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો :-

આમળાના બનેલા આ હેર પેક સફેદ વાળને કરી દેશે છુમંતર ! જાણો ઘરે બનાવવાની યોગ્ય રીત

This hair pack made of amla will

  • વાળને પૂરતું પોષણ ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી સફેદ વાળને કાળા કરી શકો છો. જાણો કઈ રીતે…

સફેદ વાળની (white hair) ​​સમસ્યા લોકોમાં નાની ઉંમરે જ જોવા મળી રહી છે. ખરાબ-ખોરાક, પ્રદૂષણ વગેરેના કારણે વાળને નુકસાન થાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. સાથે જ વાળને પૂરતું પોષણ (Adequate nutrition) ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે.

કેટલાક લોકો મોંઘા હેર કેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો. જી હા અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેને અપનાવીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો.

આ રીતે કરો આમળાનો ઉપયોગ  :

સવારે ખાલી પેટે કરો સેવન  :

આમળાનું સીધું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તે તમારા શરીર અને વાળ બંનેને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે. તેથી જો તમે રોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરો છો તો તેનાથી તમારા વાળ કાળા થશે અને તમને સફેદ વાળથી છુટકારો મળશે.

આમળાનું હેર પેક બનાવો  :

વાળમાં તમે આમળાને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે. આને લગાવવા માટે આમળા પાઉડરમાં નારિયેળ તેલ, બદામ, સરસવનું તેલ મિક્સ કરો અને આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે.

આમળા અને ડુંગળીનો રસ :

આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં ફાયદાકારક છે. આને લગાવવા માટે ડુંગળીના રસમાં આમળા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે તેને વાળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે.

આ પણ વાંચો :-