કર્તવ્ય પથ એટલે ઈંટ-પત્થરનો માર્ગ નહીં ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવન માર્ગ  – મોદી

Share this story

The path of duty is not a path

  • કર્તવ્ય પથનાં ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્લેક ગ્રેનાઈડથી બનેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પ્રતિમા બનાવનાર શિલ્પકારો સાથે પણ વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 9 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની (Netaji Subhash Chandra Bose) પ્રતિમાનું અનાવરણ કરીને ‘કર્તવ્ય પથ‘નું (Kartavya patha) ઉદ્ઘાટન કર્યું હતું.

તેના નિર્માણ સાથે સંકળાયેલા કામદારો સાથે વાતચીત કરતા વડાપ્રધાને તેમના પ્રયાસો અને રાષ્ટ્રમાં યોગદાનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું, “કર્તવ્ય પથએ માત્ર ઈંટો અને પથ્થરોનો માર્ગ નથી. તે ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો જીવંત માર્ગ છે.”

કર્તવ્ય પથની કાયાપલટ અને પુનઃવિકાસના કાર્યમાં રોકાયેલી એજન્સી, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે ખૂબ જ ચુસ્ત સમયમર્યાદામાં મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું. કર્તવ્ય પથનું કામ માર્ચ 2021 માં શરૂ થયું હતું અને તેનો પ્રથમ તબક્કો 26 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સમયસર પૂર્ણ થયો હતો. પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ રૂ. 608 કરોડ છે અને તબક્કો-1 પૂરો થવા સાથે અત્યાર સુધીમાં રૂ. 522 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

કેટલીક જાણવા જેવી બાબતો :

ગ્રેનાઈટથી બનેલા વોકવેની કુલ લંબાઈ 16.5 કિમી છે. સેન્ટ્રલ રોડનું સંપૂર્ણ નવીનીકરણ, 300 સીસીટીવી કેમેરા, બેસવા માટે 422 પથ્થરની બેન્ચ, મલ્ટીપલ ટ્વીન સ્ટોન ડસ્ટબિન, સેવાઓ માટે લગભગ 165 કિલોમીટરની ભૂગર્ભ પાઇપલાઇન્સ અને ભારે વરસાદના પાણીના નિકાલ માટે 10 કિલોમીટરની ભૂગર્ભ ગટરોને મજબૂત અને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

નોંધનીય છે કે કર્તવ્ય પથને રાહદારીઓ અને ટ્રાફિકના નેવિગેશન માટે વધુ અનુકૂળ બનાવવામાં આવ્યો છે.  આમાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 8 મીટર પહોળા ચાર પદયાત્રી અંડરપાસ – બે જનપથ અને સી-હેક્સાગોન જંક્શન પર  આપવામાં આવ્યા છે.

આઠ ભૂગર્ભ જાહેર સુવિધા બ્લોક્સ અને છ વેન્ડિંગ પ્લાઝા હાલના વૃક્ષોને ધ્યાનમાં લઈને નાગરિક વપરાશકર્તાઓ અને પ્રવાસીઓ માટે આરામદાયક બનાવવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે. પાર્કિંગ ફેઝ-1માં 580 કાર અને 35 બસોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કર્તવ્ય પથની બાજુ પરનાં  ફૂટપાથ પર જ્યાં માટીઓ પડી રહેતી હતી ત્યાં ગ્રેનાઈટ વોકવે બનાવવામાં આવ્યો છે. કેનાલની બહારના વિસ્તારો કે જ્યાં પહોચવું શક્ય ન હતું ત્યાં વોકવે અને કાયમી પુલના માધ્યમ દ્વારા સુલભ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત કર્તવ્ય પથની નજીક આવેલાં ઘાસના મેદાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મોટાભાગના જાબુંનાં વૃક્ષોને જાળવી રાખવામાં આવ્યા છે અને વૃક્ષારોપણની આયોજનબદ્ધ વ્યૂહરચના દ્વારા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કુલ 90 એકર વિસ્તારમાં ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે.

એ પણ નોંધનીય છે કે CPWD એ લીકેજને રોકવા માટે નહેરોનું નવીનીકરણ કર્યું છે અને વધુમાં નહેરોમાં શુદ્ધ પાણીની ખાતરી કરવા માટે 60 એરેટર અને 28 ફિલ્ટરેશન ટાંકી સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-