Sunday, Apr 20, 2025

સુરત મનપાની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન, સિક્યુરિટી ગાર્ડને બચકું ભર્યું

2 Min Read

AAP corporator Sejal Malviya hurled security

  • સુરત મનપાની સામાન્ય સભામાં AAPના કોર્પોરેટર સેજલ માલવિયા ભૂલ્યા ભાન… સભા ખંડમાંથી બહાર કઢાતા AAPના કોર્પોરેટરે સિક્યુરિટી ગાર્ડને બચકું ભર્યું હતું.

સુરતમાં મહાનગરપાલિકાની (Municipal Corporation in Surat) સામાન્ય સભામાં AAP ના કોર્પોરેટર સેજલ માલવિયા ભાન ભૂલ્યા હતા. AAP ના મહિલા કોર્પોરેટર સેજલ માલવિયાએ (Sejal Malviya) સિક્યુરિટી ગાર્ડને (Security guard) બચકું ભર્યું હતું. સામાન્ય સભામાંથી બહાર કઢાતા કોર્પોરેટર સેજલ માલવિયા રોષે ભરાયા હતા.

સભા ખંડમાંથી બહાર કઢાતા AAPના કોર્પોરેટર સેજલ માલવિયાને ગુસ્સો આવ્યો હતો. શાસક પક્ષ સાથેની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યા. સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થતા શાસક પક્ષના નેતાઓ નારાજ થયા હતા.

ભાજપે આ ઘટનાને વખોડી :

આપના મહિલા કોર્પોરેટર દ્વારા મહિલા સિક્યુરિટીને હાથમાં બચકું ભરવાનો મામલાને ભાજપે વખોડ્યો હતો. મહિલા કોર્પોરેટરની આ પ્રકારની હરકતથી નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશીબેને આ મામલાને વખોડયો.

તેમણે કહ્યું કે વિરોધ પક્ષમાં સંસ્કાર નથી. રાજા જેવા હોય તેવી પ્રજા. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા હાલમાં જ વડાપ્રધાનના માતા વિશે નિંદનીય શબ્દ પ્રયોગ કરાયા હતા. જો ગોપાલમાં જ સંસ્કાર નથી તો બીજામાં કઈ રીતે સંસ્કાર આવે.

આ પણ વાંચો :-

Share This Article