દીકરો હોય તો આવો ! ઘરકામમાં થાકી જતી માને જોઈ ન શક્યો, માત્ર 10 હજારમાં બનાવી મહિલા રોબોટ

Share this story

Come if you have a son! Could robot

  • દીકરાથી માંને સતત કામ કરતી જોઈ રહેવાય નહીં તો શું કરે? પત્ની લઈ આવે? ના. રોબોટ પણ બનાવી શકે. ભારતના ભેજાબાજ દીકરાએ જુઓ કેવી કમાલ કરી.

ગોવાના (Goa) એક ડેલી વર્કરે તાજેતરમાં જ કમાલ કરી હતી અને તેણે તેની વિકલાંગ પુત્રી (Disabled daughter) માટે એક રોબોટ (Daily Worker Made Robot) તૈયાર કર્યો હતો. જે તેની સંભાળ રાખશે અને તેને ખવડાવશે પણ. તો હવે કેરળના એક 17 વર્ષના છોકરાએ તેની જબરદસ્ત પ્રતિભા બતાવીને એક મહિલા રોબોટ (17 Year Boy made lady robot) બનાવ્યો છે.

જે રસોડામાં તમામ કામ કરશે અને તેને ભોજન પીરસશે અને તેને પાણી આપશે. હકીકતમાં કિશોરને આ વિચાર તેની માતાની મદદ (Helping Mother) માટે કંઇક કરવા માટે આવ્યો હતો. હાલ તેના આ કમાલની વાહવાહી સોશ્યલ મીડિયા (Social Media)માં ખૂબ જ થઇ રહી છે.

કઇ રીતે આવ્યો રોબોટ બનાવવાનો વિચાર ?

આ શાનદાર કમાલ કરનાર છોકરાનું નામ મોહમ્મદ શિયાદ છે. જે કેરળના કન્નુર જિલ્લાનો રહેવાસી છે અને તે માત્ર 17 વર્ષનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રોબોટ બનાવવાનો વિચાર છોકરાને ત્યારે આવ્યો. જ્યારે કોરોના કાળ દરમિયાન તે પોતાની માતાને ઘરના કામકાજમાં મદદ કરવા અને તેની સંભાળ રાખવા માટે પ્લાનિંગ બનાવવા પર વિચાર કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે તે તેની માતાને મદદ કરવા માટે કંઈક કરવું જોઇએ.

10 હજાર રૂપિયામાં તૈયાર થયો રોબોટ :

આ પછી તેણે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન છોકરાને એક સ્કૂલ પ્રોજેક્ટ પણ મળ્યો અને તેણે આ પ્રોજેક્ટ હેઠળ આ રોબોટ બનાવ્યો. રોબોટ બનાવવા માટે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ શીટ, ફીમેલ ડમી, સર્વિંગ પ્લેટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છોકરાએ પોતે કહ્યું કે રોબોટમાં અલ્ટ્રાસોનિક સેન્સર છે. તે આ સેન્સર દ્વારા સંચાલિત અને નિયંત્રિત થાય છે. તેને બનાવવામાં લગભગ દસ હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો.

 

રોબોટને આપ્યું નામ :

તેમણે કહ્યું કે રોબોટ તેની માતાને દરેક કામમાં મદદ કરે છે. તેણે આ રોબોટનું નામ પથુટી રાખ્યું છે અને તેણે તેને એક છોકરીના કપડા પણ પહેરાવ્યા છે. આ રોબોટ રસોડામાં પણ મદદ કરે છે અને ભોજનને ડાઇનિંગ હોલના ટેબલ પર પીરસી દે છે. આ ઉપરાંત પાણી પણ ભરી આપે છે. આ રોબોટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો :-