This hair pack made of amla will
-
વાળને પૂરતું પોષણ ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી સફેદ વાળને કાળા કરી શકો છો. જાણો કઈ રીતે…
સફેદ વાળની (white hair) સમસ્યા લોકોમાં નાની ઉંમરે જ જોવા મળી રહી છે. ખરાબ-ખોરાક, પ્રદૂષણ વગેરેના કારણે વાળને નુકસાન થાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. સાથે જ વાળને પૂરતું પોષણ (Adequate nutrition) ન મળવાને કારણે વાળ સફેદ થવા લાગે છે.
કેટલાક લોકો મોંઘા હેર કેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો. જી હા અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેને અપનાવીને તમે સફેદ વાળને કાળા કરી શકો છો.
આ રીતે કરો આમળાનો ઉપયોગ :
સવારે ખાલી પેટે કરો સેવન :
આમળાનું સીધું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તે તમારા શરીર અને વાળ બંનેને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે. તેથી જો તમે રોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરો છો તો તેનાથી તમારા વાળ કાળા થશે અને તમને સફેદ વાળથી છુટકારો મળશે.
આમળાનું હેર પેક બનાવો :
વાળમાં તમે આમળાને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે. આને લગાવવા માટે આમળા પાઉડરમાં નારિયેળ તેલ, બદામ, સરસવનું તેલ મિક્સ કરો અને આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે.
આમળા અને ડુંગળીનો રસ :
આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવામાં ફાયદાકારક છે. આને લગાવવા માટે ડુંગળીના રસમાં આમળા પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે તેને વાળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળથી છુટકારો મળશે.
આ પણ વાંચો :-