આ વર્ષે 500 કરોડ ફોન બની જશે ‘કચરો’, ખતરનાક પ્રદૂષણને લઈને ટેન્શન વધ્યું, જાણો કારણ

Share this story

This year 500 crore phones will become

  • ઈ-વેસ્ટનો ઢગલો આજે લગભગ 54 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જે આગામી ત્રણ દાયકામાં ડબલ થઇ શકે છે.

વિશ્વભરમાં કચરાની સાથે-સાથે ઈ-વેસ્ટ (E-waste) એટલે કે ઈલેક્ટ્રીક સામાનોનો (Electric goods) કચરો પણ વધી રહ્યો છે. જાણકારો મુજબ આ વર્ષે આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે. જેના કારણે આ વેસ્ટના વધુ વધવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે મોબાઈલ બનાવતી કંપની બેકાર ડિવાઈસમાંથી નિકાળવામાં આવેલુ સોનુ, તાંબુ, ચાંદી, પેલેડિયમ જેવા મુલ્યવાન કોમ્પોનન્ટસને રિસાઈકલ કરે છે. જેને જોઇને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ વર્ષે લગભગ 5.3 બિલિયન મોબાઈલ ફોન ઉપયોગથી બહાર થઇ જશે. જેમાંથી મોટાભાગની ડિવાઈસોને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ હોય છે :

એક નવા ગ્લોબલ સર્વે મુજબ આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ્સમાં ફોન, ટેબલેટ, લેપટોપ, વિજળીના ઉપકરણ, હેર ડ્રાયર, ટોસ્ટર અને અન્ય ડિવાઈસનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી 13 ડિવાઈસ ઉપયોગમાં હોતી નથી.

આંકડા મુજબ એકલા 2022માં વિશ્વભરમાં ઉત્પાદિત સેેલ ફોન, ઈલેક્ટ્રીક ટૂથબ્રશ, ટોસ્ટર અને કેમેરા જેવી નાની વસ્તુઓનુ અનુમાનિત વજન કુલ 24.5 મિલિયન ટન હશે. જે ગીજાના મહાન પિરામિડના વજનના ચાર ગણા બરોબર છે.

દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ :

યુએનઆઈટીએઆરના સસ્ટેનેબલ સાઈકલ પ્રોગ્રામના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ગ્લોબલ ઈ-વેેસ્ટ મોનિટરના મુખ્ય સંશોધનકર્તા ડો. કીસ બાલ્ડે મુજબ દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ છે. પરંતુ ગ્લોબલ લેવલ પર કુલ ઈલેક્ટ્રોનિક વેસ્ટનો માત્ર 17 ટકા ઈ-વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને તેને રિસાઈકલ કરવામાં આવે છે.

ખતરનાક પ્રદૂષણનું કારણ બને છે આ મોબાઈલ :

રિપોર્ટસ મુજબ ઘણી ડિવાઈસ લેન્ડફિલ દરમ્યાન સમાપ્ત થાય છે. પરંતુ તેના કારણે ખતરનાક પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ભારે માત્રામાં ધાતુઓ અને ખનિજ જેવા તાંબા અને પેલેડિયમની બરબાદી થાય છે.

આ પણ વાંચો :-