JIOએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ લેપટોપ ! 8 કલાકની બેટરી લાઈફ સાથે મળશે સિમ કાર્ડની પણ સુવિધા, જાણો કિંમત

Share this story

JIO launched the cheapest laptop! With 8 hours

  • જીયોએ દિવાળીના અવસર પર નવું ડિવાઈસ લોન્ચ કરી દીધુ છે. કંપનીએ પહેલું લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કર્યું છે. આ પહેલા પણ JioBookની જાણકારી સામે આવી હતી. પરંતુ કંપનીએ ઓફિશ્યલ રીતે કંઈ જણાવ્યું ન હતું.

Jioએ પોતાનું સસ્તુ લેપટોપ ઓફિશ્યલ રીતે લોન્ચ કરી દીધુ છે. હવે JioBook દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ડિવાઈસ એ લોકો માટે એક સારો ઓપ્શન છે જે એક સારૂ અને સસ્તુ લેપટોપ (Cheap laptop) ખરીદવા માંગે છે. JioBookને તમે રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) સ્ટોરથી ઓનલાઈન ખરીદી શકો છો. તેમાં દમદાર બેટરી અને SIM સપોર્ટ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

જીયોના આ લેપટોપ કોમ્પેક્ટ સાઈઝમાં આવે છે. તેમાં 11.5-inchનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ આ ડિવાઈસને GEM પોર્ટલ પર સ્પોર્ટ કરવામાં આવ્યું હતું. જોકે કંપનીએ આ ખૂબ જ સસ્તી કિંમત પર લોન્ચ કર્યું છે. આવો જાણીએ JioBookની કિંમત અને ફિચર્સ.

JioBookનું સ્પેસિફિકેશન :

લેપટોપના ફિચર્સની વાત કરીએ તો આ LTE સપોર્ટેડ ડિવાઈસ છે. એટલે કે તમે તેમાં સિમ કાર્ડ પણ યુઝ કરી શકો છો. તેમાં 11.6-inchનું 1366×768 પિક્સલ રેજ્યોલુશન વાળુ ડિસ્પ્લે મળે છે. લેપટોપ ઓક્ટાકોર CPUની સાથે આવે છે.

ડિવાઈસ Jio OS પર કામ કરે છે. આ ઓપરેટિંગ સિસ્ટમને ખાસ કરીને જીયો બુક માટે ઓપ્ટમાઈઝ કરવામાં આવ્યું છે. કંપનીનું માનીએ તો ડિવાઈઝ 8 કલાકથી વધારે બેટરી લાઈફની સાથે આવે છે. તેનું વજન ફક્ત 1.2 ગ્રામ છે.

JioBookમાં તમે ઘણા બધા સારા એપ્સ પ્રી-ઈન્સ્ટોલ્ડ મળશે. ડિવાઈઝ 4G LTE સપોર્ટ સાથે આવે છે. જેની મદદથી તમે ક્યાંય પણ ક્યારે પણ કનેક્ટેડ રહી શકો છો. તેમાં તમને માઈક્રોસોફ્ટ ઓફિસના એપ્સની સાથે જીયો એપ્સનું પણ એક્સેસ મળશે.

JioBookની કિંમત : 

જીયો બુક ફક્ત એક કોન્ફિગ્રેશનમાં લોન્ચ થયું છે. તમે તેને 15,799 રૂપિયામાં Reliance Digital ઓનલાઈન સ્ટોરથી ખરીદી શકો છો. તેના પર બેન્ક ડિસ્કાઉન્ટ અને બીજી ઓફર્સ પણ મળી રહી છે. તમે ડિવાઈસને નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. ડિવાઈઝ ફર્ત એક કલર ઓપ્શન Jio Blueમાં આવે છે.

આ પણ વાંચો :-