If you are planning to buy a smartphone
- તહેવારોની સિઝનનું વેચાણ સમાપ્ત થવામાં છે. આ પછી તમને સ્માર્ટફોન પર આકર્ષક ઓફર્સ નહીં મળે.
તહેવારોની સિઝનનું (Festive season) વેચાણ સમાપ્ત થવામાં છે. આ પછી તમને સ્માર્ટફોન (smartphone) પર આકર્ષક ઓફર્સ નહીં મળે. તેની સાથે તમને મોંધવારીનો આંચકો પણ લાગી શકે છે. અહેવાલ અનુસાર તહેવારોની સિઝનમાં બજેટમાં સ્માર્ટફોનની કિંમતો વધી શકે છે. મોટા ભાગની સ્માર્ટફોન બ્રાન્ડસ (Smartphone Brands) તેમના ઉપકરણોને ખોટમાં વેચી રહી છે.
ડોલર સામે રુપિયામાં સતત ઘટાડો થવાના કારણે કંપનીઓને નુકશાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં સ્માર્ટફોનની કિંમત વધી શકે છે. ET ટેલિકોમના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનની કિંમતમાં 5 થી 7 ટકાનો વધારો થઈ શકે છે. આ પછી સરેરાશ કિંમત 17 હજાર રુપિયાથી 20 હજાર રુપિયા હશે.
સ્માર્ટફોન મોંધા હોઈ શકે છે :
રિપોર્ટ મુજબ સ્માર્ટફોન મેકર્સ ટૂંક સમયમાં નવી કિંમતની જાહેરાત કરી શકે છે. આવી પરિસ્થિતિમાં જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો એમેઝોન પર ચાલી રહેલા વેચાણ માટે શ્રેષ્ઠ સમય છે. હાલમાં કંપનીઓ તેમના વર્તમાન સ્ટોકનું વેચાણ કરી રહી છે. આ સાથે યુઝર્સને વધારાની બેંક ઓફર્સ પણ મળી રહી છે. સ્માર્ટફોનના નવા યુનિટ ચોક્કસપણે વધુ કિંમતે આવશે. પ્રીમિયમ સ્માર્ટફોનની કિેમતો વધવા લાગી છે.
iphone SE ની કિંમતમાં વધારો થયો છે :
જ્યા દર વર્ષે જ્યારે નવી iphone સિરીઝ લોન્ચ થાય છે ત્યારે apple અન્ય iphones ની કિંમતમાં ઘટાડો કરે છે. આના પર આવું નથી. iphone 13 સિરીઝની કિંમતમાં ઘટાડો થયો છે. પરંતું તાજેતરમાં લોન્ચ થયેલા iphone SE 3 ની કિંમતમાં વધારો થયો છે.
iphone SE 3 હવે ભારતમાં 49900 રુપિયાની કિેમતે ઉપલબ્ધ છે. xiaomi, redmi, realme, oneplus અને samsung જેવી બ્રાન્ડ્સ પણ આગામી સપ્તાહમાં તેમના સ્માર્ટફોનની કિમતમાં વધારો કરી શકે છે. 5G ફીચર આવ્યા બાદ જ સ્માર્ટફોનની સરેરાશ કિંમત વધીને 15 હજાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં તમારે બજેટ સ્માર્ટફોન માટે એક હજાર રુપિયા સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે.
આ પણ વાંચો :-