24 ઓક્ટોબર 2022 : મહાદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકોના દરેક દુઃખ થશે દુર – લખો “હર હર મહાદેવ”

Share this story

24 October 2022 : By the infinite grace of Mahadev

મેષ
માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્‍નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ
મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.‌ ‌મિત્રોનો સાથ સહકાર મળે તથા જૂના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

મિથુન
વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અેકાઉન્ટ્સ, અેડ્વોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવા.

કર્ક
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહ
આવકમાં વધારો થતો જણાય. જૂની ઉઘરાણી છૂટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યા
વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્સટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા
આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતીથી કામ લેવું.

વૃ‌શ્ચિક
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધન
આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકર
ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃદ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભ
માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી-ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીન
મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફની ચિંતામાં વધારો થતો જણાય.

આ પણ વાંચો :-