Home Blog Page 1228

મતગણતરીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, CCTV થી લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત.. જુઓ ક્યાં કેવો માહોલ

0

Counting preparations have been finalized

  • રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જાણો તમારા જિલ્લા કે વિધાનસભા બેઠકની મતગણતરી કઈ જગ્યાએ થશે ?

અમદાવાદ : 

અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

કઈ બેઠકની મતગણતરી ક્યા થશે?

ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની આંબાવાડીની પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી L.D એન્જિનિયરીંગ

સુરત

સુરતમાં 2 સ્થળોએ 16 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. જેમાં સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણાશે અને બાદમાં EVMના મતોની ગણતરી થશે. વિગતો મુજબ જિલ્લાની મહુવા બેઠકનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે. મહુવા બેઠક ઉપર માત્ર ત્રણ જ ઉમેદવાર.

આ સાથે લિંબાયત બેઠકનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થવાની શક્યતા છે. લિંબાયત બેઠક ઉપર કુલ 44 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વનું છે કે આવતીકાલે કરંજ, ઉત્તર બેઠક માટે 10 ટેબલ પર મતગણતરી તો ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ 38 ટેબલ પર મતગણતરી છે.

ગાંધીનગર :  

ગાંધીનગરમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગાંધીનગરની 5 બેઠકોની મતગણતરી થશે. સેક્ટર 15માં સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર CCTV, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

નર્મદા : 

આવતીકાલે નર્મદાની 2 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. આ તરફ મતગણતરીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં મતગણતરી થશે. ડેડીયાપાડા બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે. રાજપીપલા ખાતે બન્ને બેઠકોની મતગણતરી હાથ ધરાશે. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે મતગણતરી યોજાશે.

જુનાગઢ : 

જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે 5 વિધાનસભા બેઠકની મત ગણતરી કૃષિ ઈજનેરી કોલેજમાં કરાશે. જેમાં જૂનાગઢ બેઠકની ગણતરી 21 રાઉન્ડમાં, વિસાવદર બેઠકની ગણતરી 22 રાઉન્ડમાં , માંગરોળ બેઠકની ગણતરી માત્ર 17 રાઉન્ડમાં, માણાવદર બેઠકની ગણતરી 20 રાઉન્ડમાં અને કેશોદ બેઠકની ગણતરી 19 રાઉન્ડમાં થશે.

મહીસાગર :  

મહીસાગર જિલ્લામાં 3 બેઠકોની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. વિગતો મુજબ લુણાવાડા ખાતે  PN પંડ્યા આર્ટસ કોલેજમાં મતગણતારી થવાની છે. જેથી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમની બહાર બંદોબસ્તથી લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. લુણાવાડા ખાતે આવેલ PN પંડ્યા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવ્યા છે. જ્યારે કોલેજમાં જ મતગણતરી યોજાવાની છે. કોલેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વલસાડ : 

આવતીકાલે વલસાડ જિલ્લાની 5 બેઠકો માટે મતગણતરી હાથ ધરશે. વલસાડમાં 5 વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારો વચ્ચે જંગ હતો. વલસાડની તમામ પાંચ બેઠકો માટે 14 ટેબલો ગોઠવાશે અને સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.

જામનગર : 

જામનગરમાં આવતીકાલે હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. વિગતો મુજબ જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. જેને લઈ આજે કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ કોલેજમાં નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મતગણતરી અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ભરૂચ : 

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. વિગતો મુજબ ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કે.જે.પોલીટેક્નિક કોલેજની બહાર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. આ સાથે કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોરબંદર :

પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભા બેઠક માટે મતગણતરી હાથ ધરાશે. પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી થવાની છે. જેથી ચૂંટણી અધિકારીઓ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીટેક્નિક કોલેજ ખાતે A વિભાગમાં 83 પોરબંદર અને B વિભાગમાં 84 કુતિયાણા બેઠકની મતગણતરી થશે.  83 પોરબંદરમાં કુલ 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મત ગણતરી થશે. જ્યારે 84 કુતિયાણામાં 14 ટેબલ પર 18 રાઉન્ડમાં મતગણતરી થશે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતગણતરીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 8 બેઠકની મત ગણતરી કણકોટ,  સરકારી ઈજનેર કોલેજમાં કરાશે. તમામ 8 બેઠક પર મત ગણતરી એક સાથે શરૂ થશે. આ સાથે એક વિધાનસભા પ્રમાણે 14 ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. વિગતો મુજબ 8 હજાર જેટલો સ્ટાફ મતગણતરીમાં કામે લાગશે. જેને લઈ કણકોટ ઈજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિગતો મુજબ 162 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે.

આ પણ વાંચો :-

ચૂંટણીનું પરિણામ શું આવશે તેનું ટેન્શન છોડી ખેતીકામમાં જોડાયા ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ

0

BJP candidate Fatesinh Chauhan

  • ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે આવતી કાલે પરિણામ જાહેર થવાનું છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોના કેટલાય ઉમેદવારો ભારે તણાવ અને ટેન્શનમાં હશે.

તો કેટલાક હળવા અંદાજમાં હતા. પરંતુ આજે એક એવા નેતા છે, જે હંમેશા નિજાનંદમાં જ રહે છે. પંચમહાલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) જમીન સાથે જોડાયેલા એવા નેતા છે. જેમની ટિકિટની જાહેરાત થઈ ત્યારે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને આજે પરિણામના આગલા દિવસે પણ ખૂબ જ હળવાશ સાથે ખેતરમાં કામ કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે અને તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ છે અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતાની છબી ધરાવે છે. સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે.

સવારે થોડો સમય પરિવાર સાથે વિતાવી દરરોજ સવારે મળવા આવેલા પોતાના મત વિસ્તારના લોકોને સાંભળે છે. ત્યાર બાદ પોતાના ખેતરમાં જઈ ખેતીના કામે લાગી જાય છે. તેઓ જાતે જ ખેતી અને પશુપાલનનું કાર્ય પણ કરે છે. ફતેસિંહ ચૌહાણનું જીવન એટલી સાદગીથી ભરેલું છે કે આજના હાઈટેક યુગમાં પણ તેઓ સાદો જ મોબાઈલ વાપરે છે. તેમનું સોશિયલ મીડિયા તેમના દીકરાઓ સંભાળે છે.

ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદીએ ફતેસિંહને ‘ભગત’નું હુલામણું નામ આપ્યું છે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના આગલા દિવસે પણ પરિણામની ચિંતા વિના ફતેસિંહ પોતાના પરંપરાગત વ્યવસાય એટલે કે ખેતીના કામમાં લાગી ગયા છે. ફતેસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે. ટિકિટની જાહેરાત થઇ અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે પણ ફતેસિંહ પોતાના ખેતરમાં હતા અને તેમને ઘરના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. હાલ તેમના ઘરની સ્થિતિ પણ સામાન્ય ખેડૂત જેવી જ છે. ફતેસિંહની સાદગી અન્ય નેતાઓને પ્રેરણા પુરી પાડી શકે તેવી છે.

આ પણ વાંચો :-

iPhone 15 ની ડીઝાઈનને લઈને આવ્યાં મોટા સમાચાર, સૌપ્રથમ થશે આ મટીરીયલનો ઉપયોગ

The big news about the design of iPhone 15

  • એપલનો આવનાર ફોનને લઈને અફવાઓ વિશે એક નવી જાણકારી આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાઈડ ફ્રેમ માટે ટાઇટેનિયમનો ઉપયોગ થઈ શકે છે.

Appleએ થોડા મહિના પહેલા iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. જેમાં પ્રો મોડલ્સમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. dynamic island અને શ્રેષ્ઠ કેમેરા ગુણવત્તા સાથે પ્રસ્તુત કર્યો છે. ત્યારે iPhone 15 સિરીઝ 2023માં લોન્ચ થશે. પરંતુ આ અંગે અફવાઓ સામે આવી છે.

એક કંપનીએ ફોન વિશે ઘણા ખુલાસા કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે કંપની iPhone 15ને નવી ડિઝાઇનમાં લોન્ચ કરશે. તે જ સમયે એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાઈન iPhone 14 જેવી જ હશે.

iPhone 15ની ડિઝાઇન અલગ હશે :

થોડા વર્ષો પહેલા એક તસવીર વાયરલ થઈ હતી જેમાં iPhone 14 સિરીઝ કર્વ સાથે બતાવવામાં આવી હતી, પરંતુ લૉન્ચ ફ્લેટ પેનલ સાથે થયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone 15માં iPhone 5cની જેમ કર્વ ધાર હશે. પરંતુ કંપનીએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. આ અફવાના આગમન પછી લોકપ્રિય ટિપસ્ટર LeaksApplePro એ જણાવ્યું છે કે Apple હજુ પણ iPhone 15 ની ડિઝાઇન બદલવાની પુષ્ટિ કરી નથી.

iPhone 15 હળવો હશે :

આ સાબિત કરે છે કે iPhone 15 માં વક્ર ધાર મેળવવી હજુ પણ શંકાસ્પદ છે. અત્યાર સુધી કંપનીએ ડિઝાઈન પર કંઈ પણ ફાઈનલ કર્યું નથી. કંપનીને ડિઝાઈન અંગે થોડો સમય લાગી શકે છે. આ સિવાય બીજી અફવા છે કે આગામી iPhone 15ની સાઈડ ફ્રેમ માટે ટાઈટેનિયમનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ફોન એકદમ હળવો થઈ જશે.

USB Type-C પોર્ટ મળશે :

જો ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પહેલો iPhone હશે. જેમાં પ્રીમિયમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનો ઉપયોગ ફક્ત પ્રો મોડલ્સમાં જ થશે. આ સિવાય કંપની લાઈટનિંગ પોર્ટ સિવાય યુએસબી ટાઈપ-સીનો પણ ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો :-

દિલ્હી એમસીડીમાં જો બહુમત નહીં મળે તો પણ ભાજપ હાર નહીં માને, સત્તામાં રહેવા બનાવ્યો માસ્ટર પ્લાન

0

BJP will not give up even if it does not get majority in Delhi MCD

  • દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે.

દિલ્હી નગર નિગમ ચૂંટણી (Delhi Municipal Corporation Election) માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જો કે હાર જીતના પરિણામમાં ભાજપ અને આપ (Aap Delhi) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કારણ કે દિલ્હી એમસીડી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ફાઈટ થઈ રહી છે.

ત્યારે આવા સમયે ભાજપે અત્યારથી જ એમસીડી પર પોતાનો કબ્જો જમાવવાનો જુગાડ શોધી લીધો છે. સૂત્રોનું માનીએ તો એમસીડી ચૂંટણીમાં પરિણામોમાં ભાજપ જો બહુમતના આંકડાને પાર કરી શકતું નથી. તો પાર્ટીએ હવે અપક્ષ અને બીજી પાર્ટીઓના જીતેલા કોર્પોરેટરો પર નજર રાખશે.

સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડે દિલ્હી ભાજપના નેતાઓને અપક્ષ અને બીજી પાર્ટીના જીતેલા ઉમેદવારોનો સંપર્ક કરવાનો નિર્દેશ આપી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં લાવવા માટે અત્યારથી જુગાડ શરુ કરી દીધો છે. એટલુ જ નહીં કોંગ્રેસના ઉમેદવારો પર પણ ભાજપ નજર રાખીને બેઠું છે. હાલમાં નજર નાખીએ તો કોંગ્રેસ 10 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પણ 5 સીટથી આગળ ચાલી રહ્યા છે.

અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટી હાલમાં 42 સીટ જીતી ચુકી છે. જ્યારે ભાજપના ખાતામાં અત્યાર સુધીમાં 38 સીટો આવી ગઈ છે. કોંગ્રેસ બે સીટ જીતી ચુકી છે. જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે. આપને જણાવી દઈએ કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

એમસીડીમાં 2007થી ભાજપનો કબ્જો :

એમસીડીમાં 2007થી ભાજપ શાસનમાં છે. તેણે 2017માં નગર નિગમ ચૂંટણીમાં કુલ 270 વોર્ડથી 181 સીટ પર જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ 48 અને કોંગ્રેસે 30 વોર્ડમાં જીત મેળવી હતી. આ વર્ષની શરુઆતમાં કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણેય નગર નિગમનું એકીકરણ કરી દીધું હતું. જે બાદ વોર્ડની સંખ્યા 250 થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

 

અગ્નિપરીક્ષા જેવી 5 બેઠકો પર કોણ બનશે “કિંગ”? ઉત્તર ગુજરાતનાં સમીકરણો નક્કી કરશે ભાવિ

0

Who will be the “King” in 5 ordeal-like seats

  • હાર્દિક પટેલને વિરમગામના સમીકરણો ફળશે ? મતદાનમાં ઘટાડો કોને ફળશે, કોને નડશે ? જિજ્ઞેશ મેવાણી માટે આ જંગ કેમ છે નિર્ણાયક ? થરાદમાં ભાજપ માટે શાખનો, શંકર ચૌધરી માટે અસ્તિત્વનો સવાલ… આ બધા સવાલોનો જવાબ આ અહેવાલમાં મળશે.

બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઉત્તર ગુજરાતની (North Gujarat) એ પાંચ બેઠકો પર છે. જ્યાં કાંટાની ટક્કર હતી. પક્ષની સાથે ઉમેદવારોની કિસ્મત પણ દાવ પર હતી. ત્યારે આ બેઠકો પર થયેલું મતદાન શું સૂચવે છે. જોઈએ આ અહેવાલમાં.

ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે કાંટાની ટક્કર હતી. એમાં પણ પાંચ બેઠકો પર તો જંગ પક્ષથી વધારે ચહેરાઓ વચ્ચે હતો. આ બેઠકોમાં થરાદ, વડગામ, વિરમગામ, ગાંધીનગર દક્ષિણ (Gandhinagar South) અને વીસનગરનો સમાવેશ થાય છે. તમામ બેઠકો પર મતદાન ઓછું થયું છે, જો કે પાંચ ચહેરાઓ પર સૌની નજર છે.

થરાદ બેઠક  :

સૌથી પહેલા જો થરાદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર છે તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ છે. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે.

2017માં 86.15 ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો 2019ની પેટાચૂંટણીમાં 68.94 ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં 10 ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર 85.02 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્વાસ છે.

વડગામ બેઠક :

તો આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપ જીત્યું હતું. તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે. ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે. તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ગાંધીનગર બેઠક :

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભાવિનો સવાલ હતી. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા. જો કે તેમની ઈચ્છા પૂરી ન થઈ. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012માં 73.45 ટકા અને 2017માં 70.73 ટકા મતદાન થયું હતું. બંને વખત આ બેઠક ભાજપને ફાળે આવી. જો કે આ વખત અહીં મતદાન ઘટીને 62.2 ટકા થયું છે. મતદાનમાં ઘટાડો કોંગ્રેસને ફળે છે કે ભાજપને એ મોટો સવાલ છે. જો કે એ વાત નક્કી છે કે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી બચી જશે.

વિરમગામ બેઠક :

હવે આવીએ અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર. જ્યાં હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા છે. હાર્દિક પટેલે પોતાના વતનમાંથી ચૂંટણી ભલે લડી પણ તેમની સામે પડકારો ઘણા હતા. 2012 અને 2017માં વિરમગામમાં 68 ટકા મતદાન થયું છે, બંને વખત જીત કોંગ્રેસની થઈ છે. જો કે આ વખતે મતદાન ઘટીને 63.95 ટકા રહી ગયું છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે 2012ની સરખામણીમાં 2017માં કોંગ્રસની લીડમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની ઘટતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની પરીક્ષા છે.

વીસનગર બેઠક :

મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. 2017માં અહીં 74.75 ટકા મતદાન થયું હતું. જે આ વખતે ઘટીને 69 ટકા થયું છે. 2012માં ઋષિકેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2,869 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. ત્યારે આ વખતનું ઓછું મતદાન નવા સમીકરણો રચે છે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :-

   

 

 

કબરોની વચ્ચે ચાનો સ્ટોલ , રહે છે અનોખા ટી-સ્ટોલ પર લોકોનો ભારે ઘસારો, જાણો ક્યાં આવેલ છે ?

0

There is a tea stall between the graves

  • પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આપણા અમદાવાદમાં આવી જ એક ચાની ખૂબ જ ખાસ દુકાન આવેલ છે.

ચા એ એવો શબ્દ છે કે જેને સાંભળતા જ વ્યક્તિ તાજગી અનુભવવા લાગે છે. ઓફિસ હોય કે દુકાન કે કોઈ પણ વિસ્તારનો કોઈ પણ ખૂણો હોય દરેક જગ્યાએ ચા પીનાર (tea drinker) અને વહેંચનાર બંને જોવા મળે છે. ચાના શોખીનોની સંખ્યા હજારો-લાખોમાં નહીં પણ કરોડોમાં છે. પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ આપણા ગુજરાતમાં આવેલ અમદાવાદના (Ahmedabad) લોકો માટે આ વાત એકદમ સામાન્ય છે.

કબ્રસ્તાનમાં બાંધવામાં આવી ચા ની દુકાન :

આપણા અમદાવાદમાં એક ચાની દુકાન ખૂબ જ ખાસ છે. એ ખાસ એટલા માટે છે કારણ કે તે કબ્રસ્તાનમાં બાંધવામાં આવી છે અને એક મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવે છે. પણ ખાસ વાત એ છે કે ત્યાં ચા સાથે બધી શાકાહારી જ વસ્તુઓ તે વહેંચે છે. બસ આટલું જ નહીં પણ ત્યાંની વધુ એક વિશેષતા એ પણ છે કે અહીં પ્રખ્યાત ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈનની પેઇન્ટિંગ પણ લગાવેલ છે.

આ ખાસ જગ્યાનું નામ છે લકી ટી સ્ટોલ. કબર વચ્ચે આવેલ આ પર તમામ ધર્મના લોકો ચાની ચૂસકી લેવા આવે છે. આ સ્થળે  વિવિધ સંપ્રદાયોની વિચારસરણી ઝાંખી થતી જોવા મળશે. ફક્ત અમદાવાદના જ લોકો નહીં પણ આ ચાની દુકાન આખા ગુજરાતમાં ઘણી ફેમસ છે. જે લોકો પહેલી વખત અમદાવાદમાં આવે છે એ એક વખત લકી ટી સ્ટોલમાં જઈને કબર વચ્ચે બેસીને ચા પીવા જરૂરથી જાય છે.

 27 કબરો વચ્ચે બેસીને લોકો પીવે છે ચા  :

ગુજરાતના અમદાવાદમાં સ્થિત ધ ન્યૂ લકી રેસ્ટોરન્ટની અંદર પ્રવેશતા જ લોકો આશ્ચર્યચકિત થાય છે કારણ કે તે કબ્રસ્તાનની મધ્યમાં બનેલ છે. લકી ટી સ્ટોલમાં કુલ 27 કબરો છે. આ કબરોની વચ્ચે બેસીને લોકો ચા સાથે મસ્કા બન ખાઈ છે. આ ચાની દુકાનની શરૂઆત 1952 માં થઈ હતી. એક ચાની કીટલીથી લકી ટી સ્ટોલની શરૂઆત થઈ હતી અને આજે એમની એક મોટી દુકાન બને અને આજે ન્યુ લકી રેસ્ટોરન્ટ બન્યું  જ્યાં બેસીને લોકો ચાનો આનંદ માણે છે.

જો તમે અમદાવાદમાં છો અને આ સ્થળની મુલાકાત નથી લીધી તો જરૂર લેવી જોઈએ અને જે લોકો અમદાવાદમાં નથી રહેતા એ લોકો જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે એમને એક વખત ન્યુ લકી ટી સ્ટોલની મુલાકાત લેવી જોઈએ.

આ પણ વાંચો :-

સરકાર લઈ શકે છે નોટબંધી જેવો નિર્ણય ? ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં…

0

Can the government take a decision like demonetisation

  • દેશમાં ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં જ લોકોના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. સરકારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે.

દેશમાં ડિજિટલ રૂપિયોના (Digital Rupee) લોન્ચ થતાં જ લોકોના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. સરકારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે. હવે તેની મોનિટરિંગ (monitoring) થશે અને તેના ઉપયોગ સહિત પુરી પ્રક્રિયામાં આવનાર સમસ્યાઓને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સમય સાથે તેના દાયરાને વધારવાની પણ યોજના છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ડિજિટલ રૂપિયો દેશ જ નહી પરંતુ વિદેશમાં પણ લેણદેણનું માધ્યમ બનશે. આ દરમિયાન પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી નોટબંધી જેવો નિર્ણય લઈ શકે છે. આવો તેના સાથે જોડાયેલા દરેક પ્રશ્નો  વિશે તમને જણાવીએ.

સરકાર ફરીથી લઇ શકે છે નોટબંધી જેવો નિર્ણય? 

ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં જ લોકો એ જાણવાના પ્રયત્નમાં લાગી ગયા છે કે આ નિર્ણય બાદ શું-શું ફેરફાર થઇ શકે છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું ડિજિટલ રૂપિયો ભારતના ભવિષ્યમાં સંપૂર્ણરીતે વર્તમાન વ્યવસ્થાનો વિકલ્પ બનશે કે નહી? જો આમ થયું તો શું સરકાર ફરી નોટબંધીની માફક કોઇ નવો નિર્ણય સંભળાવી શકે છે?

શું કહે છે એક્સપર્ટ? 

બેકિંગ ક્ષેત્રના એક્સપર્ટનું માનવું છે કે સરકાર હાલ નોટબંધી જેવો કોઈ નિર્ણય લેશે નહી. ડિજિટલ રૂપિયો સરકારનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. તેના સારા પરિણામ મળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ તેનો ઘેરાવો પણ વધારવામાં આવશે જ્યારે તેના સાથે જોડાયેલી દરેક પ્રક્રિયા પર ગહન અધ્યન થશે અને તેમાં સફળતા મળે છે તો આમ કરવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં શું થશે ? 

ડિજિટલ રૂપિયો શહેરી વિસ્તારો માટે ઠીક છે પરંતુ ભારતની એક મોટી વસ્તુ ગામડામાં રહે છે. તેના માટે ડિજિટલ રૂપિયોનો ઉપયોગ કરવો અને તેની બારીકી બારીકાઈ સમજવી મુશ્કેલ હશે. એવામાં ગ્રામીણ વિસ્તારોમાં તેના લોન્ચ થવાની સંભાવના ઓછી છે. જો તેને ગ્રામીણ વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવે તો પહેલાં સરકારને તેના સાથે જોડાયેલી દરેક પ્રક્રિયા એકદમ સરળ કરવી પડશે. આમ કરવું અને તેને પુરૂ કરવામાં સમય લાગશે.

આ પણ વાંચો :-

જો જો તમે પણ પણ ન આવી જતાં આવી લાલચમાં ! રાજકોટમાં સરકારી નોકરીની લાલચે યુવતીએ લાખો ગુમાવ્યા, આરોપીએ આ રીતે કરી છેતરપિંડી

f you don’t even fall into such a temptation

  • રાજકોટની મહિલા ડો. સાથે થઈ છેતરપિંડી. નોકરીની લાલચે 23.35 લાખ ગુમાવ્યા.

એક તરફ ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે તો બીજી હવે નવી સરકાર રચાશે અને વિવિધ ભરતીઓ બહાર પાડશે પરંતુ તમને કોઈ સરકારી નોકરીની (Govt job) લાલચ માંગે તો સાવધાન થઈ જજો કારણ કે આવી બાબતમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે. સરકારી નોકરીની લાલચે રાજકોટની મહિલાએ 23.35 લાખ ગુમાવ્યા છે.

નોકરીની લાલચે 23.35 લાખ ગુમાવ્યા :

રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બગસરાના હાર્દિક અહાલપર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ એવી છે કે, આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર ફેક ID મારફતે છેતરપિંડી આચરી છે. ફેક ID મારફતે યુવતી સાથે મિત્રતા કરી અને છેતરપિંડી આચરી છે. સરકારી નોકરીની લાલચે રાજકોટની મહિલાએ 23.35 લાખ પડાવ્યા છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ :

છેતરપિંડીનો ભોગ બનનાર રાજકોટની મહિલા ડોક્ટર છે આરોપીએ ઈન્સ્ટાગ્રામ તેને સરકારી નોકરી જેમાં સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને ટુકડે ટુકડે રૂ. 23.35 લાખ લીધા છે. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિક અહલાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીને મોબાઈલ શોપ છે જ્યાં લે-વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હતો.

આ પણ વાંચો :-

યુવાનોમાં કેમ વધ્યા છે હાર્ટ એટેકથી મૃત્યુંના બનાવો ? જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Why has the incidence of death due to heart

  • યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ઘણો વધારો થયો છે. આમાંથી ઘણા કેસ એવા છે કે કસરત દરમિયાન લોકોને હાર્ટ એટેક આવ્યો. કસરત કરતી વખતે હાર્ટ એટેકના કેસો શા માટે થાય છે?

દેશમાં ભૂતકાળમાં હાર્ટ એટેકથી (Exercise) મૃત્યુની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. પહેલા જ્યાં હાર્ટ એટેક એ વૃદ્ધોનો રોગ માનવામાં આવતો હતો ત્યાં આજે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે લોકોને હાર્ટ એટેક (Heart attack) આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થઈ ગયું.

ઉદાહરણ તરીકે, રાજુ શ્રીવાસ્તવને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને થોડા સમય પહેલા ટીવીના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીને પણ જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. જ્યારે ગાઝિયાબાદમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું અને એક યુવક કસરત કરીને ઘરે પહોંચ્યો હતો અને છાતીમાં દુખાવાને કારણે સીડી પરથી નીચે પડી જતાં તેનું મોત થયું હતું.

યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે અને આ બધા સમાચાર સામે આવ્યા બાદ ઘણા લોકોએ જીમથી દૂરી પણ લીધી છે. હવે લોકો જાણવા માંગે છે કે જીમમાં જનારાઓને હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર સંબંધિત રોગો કેમ થાય છે અને તેનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય?

સુસ્ત જીવનશૈલી, ખોટી ખાણીપીણીની આદતો હાર્ટ એટેકનું જોખમ વધારે છે :

ડૉ. ચંદ્રશેખર સમજાવે છે, “ભારતમાં, મોટાભાગના લોકોની ઉંમર હૃદયરોગના હુમલાના વધતા કેસોમાં જોવા મળી રહી છે, જે 30-40 થી ઓછી છે. કોરોના રોગચાળા પછી, લોકોમાં હૃદય સંબંધિત રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે કારણ કે કોવિડ-19.” કોવિડ-19 વાયરસને કારણે રક્ત વાહિનીઓમાં લોહીના ગંઠાવાનું શરૂ થઈ ગયું છે. તેના કારણે હૃદય સંબંધિત રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત સુસ્ત જીવનશૈલી, ખોટી ખાણીપીણી. કોરોના રોગચાળામાં આદતો. અને તણાવનું સ્તર વધવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તણાવને કારણે લોકો ધૂમ્રપાન, દારૂ પીવાનું શરૂ કરે છે જે હૃદય સંબંધિત રોગો માટે જવાબદાર છે. જે લોકો ફિટનેસ ફ્રીક છે અથવા દરરોજ જીમમાં જાય છે તેમને આ નથી. સમજવું જોઈએ કે તે સંપૂર્ણ રીતે ફિટ છે.

ઘણા લોકોનું શરીર ઉપરથી ફિટ દેખાય છે પણ અંદરથી ખૂબ જ નબળું કે બીમાર હોય છે. હવે જો તે નબળા શરીર પર વધુ ભાર મૂકવામાં આવે તો તે યોગ્ય રીતે પ્રતિસાદ નહીં આપે અથવા પછી અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપે છે.”

એક ઉદાહરણ આપતા ડૉ.ચંદ્રશેખરે કહ્યું, “ધારો કે જે વ્યક્તિ 2-3 વર્ષથી દોડી રહી છે. જો તેને પાંચ કિલોમીટર દોડવાનું કહેવામાં આવે તો તે સરળતાથી કરી શકશે કારણ કે તે 2-3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે.” બીજી બાજુ, જો કોઈ વ્યક્તિને પાંચ કિલોમીટર દોડવાનું કહેવામાં આવે, જેણે થોડા અઠવાડિયા પહેલા જ દોડવાનું શરૂ કર્યું છે, તો તે દોડી શકશે નહીં. શરીર પર વધુ પડતા દબાણથી થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની ઉણપ થઈ શકે છે. હૃદય. પુરવઠો જે હાર્ટ એટેક અથવા અચાનક કાર્ડિયાક મૃત્યુનું જોખમ વધારી શકે છે.”

જીમમાં દેખાદેખી કરવી તે યોગ્ય નથી :

ડૉ. ચંદ્રશેખર વધુમાં કહે છે, “આજના સમયમાં યુવાનો ફિટનેસ કે એબ્સ બનાવવા માટે જીમમાં જાય છે. યુવાનોએ એ જાણવાની જરૂર છે કે સિક્સ પેક એબ્સ બનાવવાનો અર્થ ફિટનેસ નથી. તમે કેટલી સરળતાથી કામ કરો છો, તમારું શરીર કેટલું સ્વસ્થ છે, શું કરો. કોઈ રોગ નથી, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. યુવાનો જીમમાં જઈને બીજાને જોઈને ઈગો લિફ્ટિંગ કરે છે અને શરીર પર તેની ક્ષમતા કરતાં વધુ ભાર મૂકે છે. આ સ્થિતિમાં તમારું શરીર પડી ભાંગે છે અને વિવિધ સમસ્યાઓ થવા લાગે છે.”

આ પણ વાંચો :-

ઊંચાઈ માપવા Measure Tape નથી, iPhoneનું આ ફીચર થશે ખુબ ઉપયોગી

There is no Measure Tape to measure height

  • આઈફોનના કેમેરાનો ઉપયોગ કરીને કોઈની ઊંચાઈ માપવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

Apple iPhoneમાં આવા છુપાયેલા ફીચર્સ છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવા એક લક્ષણ LiDAR સ્કેનર છે. તે પાછળના કેમેરાની બાજુમાં સ્થિત છે. આઈફોનના કેમેરાનો (iPhone cameras) ઉપયોગ કરીને કોઈની ઊંચાઈ માપવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. લાઈટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ (LiDAR) વપરાશકર્તાઓને પર્યાવરણને સ્કેન અને મેપ કરવાની મંજૂરી આપે છે. તે રડારની જેમ કામ કરે છે. તે માત્ર અંતર અને ઊંડાઈ માપવા માટે લેસરનો ઉપયોગ કરે છે.

આ મોડેલમાં મળશે LiDAR સ્કેનર :

નોંધપાત્ર રીતે, દરેક iPhoneમાં LiDAR સ્કેનર હોતું નથી. આ સુવિધા ફક્ત iPhone 12, iPhone 13 અને iPhone 14 મોડલના Pro મોડલ પર ઉપલબ્ધ છે. આમાં iPhone 12 Pro અને Pro Max, iPhone 13 Pro અને Pro Max અને iPhone 14 Pro અને Pro Max મોડલનો સમાવેશ થાય છે. પરંતુ તમે આ સિવાયના મોડેલમાં પણ મેઝર એપનો ઉપયોગ કરી શકો છો.

જે તેના સોફટવેર સાથે સુમેળ કરીને તમને અંતર માપવામાં મદદ કરશે પરંતુ આ એકદમ સચોટ માપ રહેતું નથી એટલે જયારે કોઈ પ્રમાણિક માપ લેવાનું હોય ત્યારે મેજર ટેપનો ઉપયોગ કરવો હિતાવહ છે.

આ એપની મદદથી મેળવો અંતર :

આ ફીચરની મદદથી તમે ગમે ત્યારે અને ગમે ત્યાં ઊંચાઈ માપી શકો છો. આ ફીચર Measure એપ દ્વારા કામ કરે છે. તો ચાલો હવે તમને જણાવીએ કે તમે iPhone પર આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

iPhone પર ઊંચાઈ કેવી રીતે માપવી :

  1. સૌથી પહેલા તમારા iPhone પર Measure એપ ખોલો.
  2. iPhone ની પોઝિશન ઠીક કરો, જેથી તમે જેને માપવા માંગો છો તે સ્ક્રીન પર માથાથી પગ સુધી દેખાઈ શકે.
  3. હવે વ્યક્તિના માથા (અથવા વાળ અથવા કેપ) ની ટોચ પર એક રેખા દેખાશે, જેની ઊંચાઈ માપન રેખાની નીચે જ દેખાશે. માપનનું ચિત્ર લેવા માટે ચિત્ર બટન પર ક્લિક કરો.
  4. ફોટો સેવ કરવા માટે નીચે-ડાબા ખૂણામાં આપેલા સ્ક્રીનશોટ પર ટેપ કરો.
  5. પછી Done પર ટેપ કરો અને પછી Save to Photos અથવા Save to Files પસંદ કરો.
  6. જ્યારે તમે ઇચ્છો ત્યારે તમે iPhone પર ફોટા અથવા ફાઇલોમાંથી ઊંચાઈ માપન ચિત્રને સરળતાથી ઍક્સેસ અને શેર કરી શકો છો.

આઇફોન 15 ના રેન્ડર્સના થયા ખુલાસા :

iPhone 15 અલ્ટ્રાના રેન્ડર ઓનલાઇન માધ્યમ પર વહેતા થયા છે. Apple Insider દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં Apple iPhone 15 Ultra પર કર્વ એજ ડીઝાઈન છે. તમને જણાવી દઈએ કે વર્તમાન iPhone મોડલ ફ્લેટ-એજ ડિઝાઇન સાથે આવે છે. જેની શરૂઆત iPhone 12 થી થઈ હતી. iPhone 15 સિરીઝ સાથે આ ડિઝાઇનમાં ફેરફાર થવાની શક્યતા છે. આ સિવાય iPhone 15 Ultraમાં કંપની ઉપકરણના આગળના ભાગમાં ડ્યુઅલ કેમેરા આપી શકે છે.

આ પણ વાંચો :-