Home Blog Page 1211

ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે તારક મહેતાના “અય્યર ભાઈ” ! બબીતા કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમના થનારા પત્ની

Tarak Mehta’s “Iyer Bhai” is getting married soon

  • માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે, કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી’ને પણ માત આપે છે.

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો દર્શકોને હસાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. ખાસ કરીને શોમાં ‘અય્યર’  અને ‘બબીતા ​​જી‘ની (Babita G) જોડી દ્વારા લોકોને ખૂબ હસાવવામાં આવે છે. આ બંનેની જોડી પર ‘જેઠાલાલ’ની (Jethalal) મસ્તી પણ લોકોને ગમે છે.

લોકો ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તાની સુંદરતાના કાયલ છે. માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે. કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી‘ને પણ મ્હાત આપે છે.

લગ્ન કરવા જઈ રહ્યા છે અય્યર  :

મીડિયા અહેવાલ અનુસાર,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘અય્યર’નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે રિયલ લાઈફમાં કોઈને ડેટ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સમાચાર પછી તેના ફેંસ ખૂબ જ ઉત્સુક છે અને તે જાણવા માંગે છે કે રિયલ લાઈફમાં તેની ભાવિ પત્ની કોણ છે.

કોણ છે ઐયરની પત્ની?

અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમાચાર એ છે કે તેની મંગેતર ખૂબ જ સુંદર છે. તનુજની મંગેતર હોટનેસના મામલે ‘બબીતા ​​જી’ કરતા બે ડગલાં આગળ છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.

ક્યારે કરશે લગ્ન?

તનુજ મહાશબ્દે વિશેના આ સમાચાર સાંભળ્યા બાદ ફેંસ તેને પૂછી રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે? સાથે જ ઘણા ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક ફેંસનું કહેવું છે કે ‘અય્યર’ની અસલી પત્નીને જોઈને ‘જેઠાલાલ‘ પણ ચોંકી જશે.

આ પણ વાંચો :-

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડને લઈને થયો મોટો ખુલાસો

0

There was a big revelation about

  • છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઈ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

પાલિકાએ શહેરને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે અનેક વખત સ્માર્ટ પ્રોજેકટ (Smart project) ઉકરડા સમાન બની જતા હોય છે. ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડમાંથી 80% બસ સ્ટેન્ડ નકામા હોવાનું સામે આવ્યું છે.

આ આરોપ ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા જ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટેન્ડ પર બસ ઊભી રહેવાના બદલે ડ્રાઇવર રસ્તાની વચ્ચે જ બ્રેક મારી પેસેન્જર બેસાડતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઊઠી હતી. આ અંગે સિટી લિંકને અકસ્માતો પર અંકુશ મેળવવા ચાલકો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવા માંગ કરાઈ હતી.

મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

ઉનડકટે પાલિકા કમિશનરને રજૂઆત કરતાં કહ્યું કે, પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચે સિટી બસ સ્ટોપ બનાવ્યા છે. જોકે હાલ 80 ટકા બિન ઉપયોગી દેખાઈ રહ્યા છે. ચાલકો બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતાં જ નથી અને એકલ-દોકલ પેસેન્જર માટે પણ રોડ પર જ એકાએક બ્રેક મારી દે છે. જેથી પાછળ આવતા વાહનોના અકસ્માત થાય છે.

આ અંગે તેમણે કિસ્સા પણ રજૂ કર્યાં હતાં. આ સાથે જ શહેરભરના બસ સ્ટેન્ડ રેનબસેરા બની ગયા છે તો કેટલાકમાં ફેરિયા અને અસામાજિકોનો કબજો થઈ ગયો છે. જેથી સ્ટોપની મરામત કરવા પણ રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો :-

ગીરનાં ખેડૂતોને માથે નવી આફત, આખી રાત કરવા પડે છે ઉજાગરા

0

Farmers of Gir face a new disaster

  • દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે.

ગીરના ખેડૂતો (Farmers of Gir) માથે નવી આફત આવી પડી છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓ (Leopard) પણ આતંક મચાવી રહ્યા છે. વન્ય પ્રાણીઓ (wild animal) ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના જીવના જોખમે પોતાના પાકનું રાતે રક્ષણ કરવું પડે છે.

ગીરનાં ગામોમાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એ જ વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી માનવ જીવ અને ખેડૂતોનાં પાકને નુકશાન કરે તો? બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે.

ગીર સોમનાથ જિલ્લાનાં નાનાવાડા, કાજ, જંત્રાખડી, માલગામ અને બાવાનાં પીપળવા સહિતનાં અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતો પોતાના પાકનું રાત્રી રખોપુ ન કરે તો મહિનાઓથી મહેનત કરી તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ તહેસનહેસ કરી નાખે છે. ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણીઓની ખેડૂતોને દહેશતને કારણે રાત્રીના બદલે દિવસે વીજળી આપવાનું કર્યું છે. ખેડૂતો ખુશ પણ થયા પરંતુ તેમના ઉજાગરા ઓછાં ન થયા.

જો ખેડૂતો રાત્રી ઉજાગરા ન કરે તો રોઝ, જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ માત્ર એક જ રાત્રીમાં અનેક વિઘા ખેતરમાં ઉભેલો તેનો પાક તહસ નહસ કરી નાખે છે. તો રાત્રી દરમ્યાન દીપડાનો ભય પણ એટલો જ રહે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીનમાં ઉભા પાકનો સોથ વાળતા વન્ય પ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

જેથી આ વિસ્તારના ખેડૂતોએ ના છૂટકે ભયના ઓથાર વચ્ચે રાત્રી દરમ્યાન પોતાના ખેતરનું રખોપુ કરવું પડે છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારનાં નાનાવાડા ગામનાં ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસીને જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી પશુઓથી પાકને બચાવવા માંગ કરી ચુક્યા છે.

સિંહોને કારણે અન્ય વન્યપ્રાણીઓ ખેડૂતોના ખેતરથી દૂર રહે છે. મોટેભાગે સિંહો માનવી પર હુમલો કરતા નથી. પરંતુ ખેડૂતોના પાલતુ પશુઓને શિકાર બનાવે છે. પરંતુ દીપડો ચાલાક અને ભયાનક પ્રાણી છે. તે અચાનક જ મનુષ્ય પર હુમલો કરે છે. એકવાર માનવ લોહી ચાખી ગયા બાદ તે માનવ ભક્ષી બની જાય છે. દીપડો મોટેભાગે રાત્રી દરમ્યાન જ છુપાઈને હુમલો કરતો હોય રાત્રી રખોપુ કરતા ખેડૂતો પર સતત જીવનું જોખમ રહે છે.

વન્યપ્રાણીઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોનેતો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાય અને દીપડાથી કાયમી માટે છુટકારો જોઈએ છે. જેથી ખેડૂતોના રાત્રી ઉજાગરા બંધ થાય જેથી ખેડૂતો પોતાના ઘરે રાત્રી દરમ્યાન સુખરૂપ મીઠી નીંદર માણી શકે.

આ પણ વાંચો :-

પીએમ મોદીની માતા હીરાબા સાથેની અતિ દુર્લભ તસવીરોમાં જુઓ યાદગાર પળોની સફર

0

See the memorable moments of PM Modi

  • PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને અમદાવાદની યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ પીએમ મોદી યુ.એન. મેહતા હોસ્પિટલમાં પહોંચી ચૂક્યા છે. ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી.

આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો (Mother Heeraben) જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદી પહેલાંથી તેમના માતા હીરાબાની ખુબ નિકટ હતાં. નરેન્દ્ર મોદીએ ભલે યુવાવસ્થાથી જ ગૃહત્યાગ કર્યો હતો. પણ તેઓ હંમેશા હીરાબાના ખબરઅંતર લેતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નિયમિત રીતે જન્મદિવસ હોય કે કોઈ સારો અવસર હોય ત્યારે હીરાબાના આશીર્વાદ લેવા જરૂર જતાં. હીરાબાએ પહેલાં જ ભવિષ્ય વાણી કરી દીધી હતી કે તેમનો દિકરો નરેન્દ્ર આગળ જતાં દેશનો પ્રધાનમંત્રી બનશે અને દેશની સેવા કરશે. અને પછી થયું પણ એવું જ નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડયાં અને દેશના પ્રધાનમંત્રી બન્યાં.

પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જો કે હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ચાર શહેરોમાં ભવ્ય પતંગ મહોત્સવ થશે, વિદેશી પતંગબાજો પેચ લડાવશે

0

A grand kite festival will be held

  • ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગુજરાત પતંગોત્સવ માટે તૈયાર થઈ રહ્યું છે. કોરોનાને કારણે અટકેલો પતંગ મહોત્સવ આ વર્ષે ગુજરાતીઓને માણા મળશે.

ગુજરાતમાં પતંગોત્સવની (Kite festival) છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા આ મહોત્સવમાં વિવિધ કલાકારો ભાગ લેતા હોય છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઈન્ટ (Selfie point) પણ બનાવવામાં આવશે.

કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટ 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટ યજમાની કરી રહ્યો છે. જેથી G-20 સમિટ કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદી નાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે

રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવ :

છેલ્લા બે વર્ષ રાજ્ય-દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેથી રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમા અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા –નર્મદા, સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાવાનો છે. ગુજરાતમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. અગાઉ વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો.

વિદેશી પતંગબાજો આવશે :

અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દેશ પહેલીવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે. આવી સ્થિતિમાં G-20 સમિટના કેટલાક ભાગો કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે. કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ પતંગોત્સવનું આયોજન :

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ ઊજવાશે. વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ યોજવા અંગે આયોજન કરાયું છે. આ વર્ષે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સરકાર પતંગોત્સવ મોટાપાયે ઉજવવા માગે છે.

આ પણ વાંચો :-

Thar ખરીદવાનું સપનું થશે પૂર્ણ ! કિંમત ઘટાડવા માટે મહિન્દ્રાએ બનાવ્યો આ પ્લાન, થશે મોટો બદલાવ

The dream of buying Thar will be fulfilled

  • જો અહેવાલોનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉલ્લેખ થતાં જ દરેક લોકોણઆ મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી  આવી જાય છે. પાવરફુલ એન્જિન (Powerful engine) અને ખાસ સ્ટાઈલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે.

પણ એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું છે કે તેનું સસ્તું વર્જન પણ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રા થારને ટૂંક સમયમાં નવી પાવરટ્રેન તરીકે રજૂ કરવામાં આવશે.  આ SUVને નવા 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે રજૂ કરવાની તૈયારી થઈ રહી છે જે હાલના 2.2-લિટર (ડીઝલ) અને 2.0-લિટર (પેટ્રોલ) સાથે વહેંચવામાં આવશે. આ નવા એન્જિનને જ ઉમેરતાની સાથે જ આ SUV નવા ટેક્સ બ્રેકેટમાં સરળતાથી ફિટ થઈ જશે કારણ કે તે પહેલાથી જ અંડર ફોર મીટર સેગમેન્ટમાં આવે છે. આ SUVની લંબાઈ માત્ર 3,985 mm છે.

કેવું હશે મહિન્દ્રા થારનું નવું સસ્તું વેરિઅન્ટ :

જણાવી દઈએ કે આ એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં કંપની 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 117hpનો પાવર જનરેટ કરે છે. જો કે કંપનીએ Marazzo માં પણ આ જ એન્જિનનો ઉપયોગ કર્યો હતો. આ એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે અને એવું બની શકે કે તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન શામેલ ન પણ કરવામાં આવે. જે આ વેરિઅન્ટની કિંમતને ન્યૂનતમ રાખવામાં મદદ કરશે.

શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ?

રિપોર્ટ્સ અનુસાર કંપની આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં નવી સસ્તી મહિન્દ્રા થાર રજૂ કરી શકે છે. જો કે લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક્સપર્ટસનું માનવું છે કે નવા થારના વર્તમાન મોડલ કરતાં તેની કિંમત ઘણી ઓછી હશે. વર્તમાન મોડલની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટુનવા વર્ઝનને 10 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

કોણ છે ટાટાની વહુ માનસી ? જે સંભાળશે ઈનોવા કાર બનાવતી કંપનીની કમાન

0

Who is Tata’s daughter-in-law Mansi

  • નવેમ્બર 2022માં વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ પછી, કિર્લોસ્કર-ટોયોટા ગ્રુપની કમાન હવે તેમની પુત્રી માનસી ટાટાને સોંપવામાં આવી છે. કંપની દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી.

વિક્રમ કિર્લોસ્કરના (Vikram Kirloskar) નિધન બાદ કિર્લોસ્કર ગ્રૂપે કંપનીની બાગડોર માનસી ટાટાને સોંપી દીધી છે. માનસી ટાટાની નિમણૂક અંગેની માહિતી કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KIRLOSCAR SYSTEMS PRIVATE LIMITED) દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ માનસીને કિર્લોસ્કર સંયુક્ત સાહસના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

આજે કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KSPL) માં માનસી ટાટાની નિમણૂક વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે તેમને તાત્કાલિક અસરથી કંપનીની કમાન સોંપવામાં આવી છે તમને જણાવી દઈએ કે વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમની એકમાત્ર સંતાન માનસી કંપનીનું નેતૃત્વ કરી શકે છે.

પત્ની ગીતાજન્લી નિભાવી રહી છે આ જવાબદારી :

આ નિમણૂક પછી માનસી ટાટા ટોયોટા એન્જિન લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, ટોયોટા મેટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ડેનો કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડનું નેતૃત્વ કરશે. પુત્રી માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરની પત્ની ગીતાજન્લી કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહી છે.

કોણ છે માનસી ટાટા

32 વર્ષીય માનસી પહેલાથી જ તેના પિતાની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. તેણે યુએસએના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2019માં તેણીએ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા.

નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઈન્ટિંગનો પણ ઘણો શોખ છે. તેણે 13 વર્ષની ઉંમરે તેનું પ્રથમ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેને સ્વિમિંગનો ખૂબ જ શોખ છે. તમને જણાવી દઈએ કે માનસી અને તેનો પરિવાર ખૂબ જ સાદું જીવન જીવે છે. ટાટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં તે લો પ્રોફાઇલ જીવન જીવે છે.

છુટી ગયો પિતાનો સાથ :

ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. ફોર્ચ્યુનર અને ઈનોવા જેવી કાર ઉત્પાદક ટોયોટાને ભારતમાં લાવવાનો શ્રેય વિક્રમ કિર્લોસ્કરને જાય છે. તેણે 1997માં ટોયોટા સાથે ડીલ કરી હતી. જે બાદ જાપાની કાર બનાવતી કંપનીએ ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો :-

29 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – થશે મોક્ષની પ્રાપ્તિ

29 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતી રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બુદ્ધિથી કાર્ય સફળતા મળતી જણાય. એડ્વોકેટ, વિમા સંબંધી ક્ષેત્રેથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતી રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગ‌તિથી આનંદ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આરોગ્ય સારૂં.

ધનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્ર‌ગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ ઓઇલ, પેટ્રોલ, ન્યાય ક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારું. આરોગ્ય મધ્યમ.

આ પણ વાંચો :-

શું તમારા Phone ની બેટરી ઝડપથી ડૂલ થાય છે ? તુરંત જ આ સુવિધાને બંધ કરો; દિવસો સુધી ચાલશે

Does your phone’s battery drain quickly

  • ફોન ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે તેની બેટરી લાઈફ સારી હોય. ઘણા લોકો એપ્સનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. પરંતુ ત્યાં એક રસ્તો છે જેના દ્વારા આ સમસ્યા હલ કરી શકાય છે. આવો જાણીએ…

iPhone સૌથી લોકપ્રિય સ્માર્ટફોન છે. ઘણા iPhone વપરાશકર્તાઓને માત્ર એક જ ફરિયાદ હોય છે કે તેમની બેટરી લાઈફ નબળી છે. જેમની પાસે જૂના iPhone ઉપકરણો છે તેઓ એટલા પરેશાન છે કે ફોનને બેથી ત્રણ વાર ચાર્જ કરવો પડે છે. પરંતુ હવે એપલે તેના નવા iPhonesમાં આ સમસ્યા દૂર કરી છે.

iPhone 14 Plus અને iPhone 14 Pro Max ના મોબાઈલની બેટરી લાઈફ વધુ છે અને તે આખો દિવસ આરામથી ચાલી શકે છે. ફોન ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે તેની બેટરી લાઈફ સારી હોય. ઘણા લોકો એપ્સનો વધુ ઉપયોગ કરે છે. જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. પરંતુ ત્યાં એક રસ્તો છે જેના દ્વારા આ સમસ્યા હલ કરી શકાય છે. આવો જાણીએ…

iPhone નું બેકગ્રાઉન્ડ રિફ્રેશ ફીચર કેવી રીતે બંધ કરવું?

– તમારા iPhone ના સેટિંગ્સમાં જાઓ અને જનરલ પર ટેપ કરો
– બેકગ્રાઉન્ડ રિફ્રેશ પર ટેપ કરો.
– જો તમે કોઈ ખાસ એપ માટે બેકગ્રાઉન્ડ રિફ્રેશ ફીચરને ડિસેબલ કરવા માંગતા હો, તો એપની સામે ટૉગલ દબાવો.
– જો તમે તેને સંપૂર્ણપણે બંધ કરવા માંગતા હો, તો ટોપ પર બેકગ્રાઉન્ડ રિફ્રેશ વિકલ્પ પર ટેપ કરો અને તેને બંધ પર સેટ કરો.
– આ સિવાય તમે WiFi વિકલ્પ પસંદ કરીને બેકગ્રાઉન્ડ રિફ્રેશનો આનંદ માણી શકો છો. તે Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરીને ડેટાને સાચવે છે.

એક સુવિધાને બંધ કરીને તમે ફોનની બેટરીને વધારે સારી રીતે વધુ ચાલે એ ટિપ્સ અજમાવી શકો છો. આ સુવિધા એ બેકગ્રાઉન્ડ રિફ્રેશ છે. આ સુવિધા એપ્લિકેશન્સને બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમે ફોન ખોલો છો. ત્યારે એપ્સ અપ-ટુ-ડેટ હશે. આવો જાણીએ આ ફીચરને કેવી રીતે બંધ કરવું…

આ પણ વાંચો :-

ઉઠતાની સાથે જ કોફી જોઈતી હોય તો ખાસ વાંચી લેજો, સ્વાસ્થ્યને થઈ શકે છે આ ગંભીર સમસ્યા

If you want coffee as soon as you wake up

  • ઘણા લોકો એવા હોય છે જેમને સવારે ઉઠતાની સાથે જ કોફીની તલબ લાગે છે. જો તમને પણ સવારે ઉઠતા જ કોફી જોઈએ છે તો તમને જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એવા ઘણા લોકો છે જે સવારે ઉઠ્યા બાદ પણ થાકેલા અને આળસ મહેસુસ કરે છે. ફરી ઉંઘને ભગાવવા માટે અને એક્ટિવ ફીલ કરવા માટે ઘણા લોકો સવારે કોફીનું સેવન (Coffee consumptionCoffee consumption) કરે છે. કોફીનો એક ધૂંટ પીતા જ લોકોને ખૂબ જ ફ્રેશ ફીલ થાય છે. ઘણા લોકો તો એવા છે જેમની કોફી વગર સવાર પણ નથી થતી.

જો તમે પણ તેમાંથી એક છો અને રોજ સવારે ઉઠતા જ સૌથી પહેલા કોફી પીવો છો તો તમને જણાવી દઈએ કે આમ કરીને તમે પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છો. સવારે ખાલી પેટે કોફી પીવી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કઈ રીતે…

કેમ ખાલી પેટ ન પીવી જોઈએ કોફી

એવા ઘણા કારણ છે જેના કારણે સવારના સમયે ખાલી પેટે કોફીનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ ખાલી પેટ કોફીનું સેવન ન કરવું જોઈએ. તેનું સૌથી પહેલુ કારણ છે કે સવારે ખાલી પેટે કોફીનું સેવન કરવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધવા લાગે છે જે ઓવ્યૂલેશન, વજન અને હોર્મેન્સ પર ખરાબ અસર કરે છે.

સવારે સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ખૂબ વધારે હોય છે અને સાંજના સમયે ખૂબ જ ઓછુ. એવામાં હવે તમે સવારે સૌથી પહેલા કૈફીનનું સેવન કરો છો તો કોર્ટિસોલનું લેવલ ઓછુ થવાની જગ્યા પર વધી જાય છે.

કોર્ટિસોલ હોર્મોન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો તો કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન ખૂબ વધારે થઈ જાય છે. તેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે જે ઈંસુલિન હોર્મોનને વધારી શકે છે. કોર્ટિસોલનું લેવલ વધારે થવા પર વજન વધવા અને ઉંધ સાથે સંબંધિત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-