રાજકોટમાં પત્નીની ફરિયાદ બાદ ફેમસ ‘સની પાજી દા ઢાબા’નાં માલિક અને પિતા ફરાર

Share this story

The owner and father of the famous

  • અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી અને તેમના પિતા સામે પત્નીએ જ ફરિયાદ કરી છે. અત્યારે આ કેસમાં પાછલા બારણે કોઈ પોલીસ કર્મી કે અધિકારી સની પાજીને કેટલી મદદ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

સની પાજી દા ઢાબા‘ના (Sunny Paji Da Dhaba) સંચાલક પિતા પુત્ર પોલીસ પકડથી બચવા માટે નાસી રહ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે. પત્નીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ પતિ અને સસરાને પકડવા માટે તેમના ઘરે પહોંચી હતી. પરંતુ ત્યાં તેમને ધર્મનો ધક્કો થયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી (Amanveer Singh alias Sunny Paji) અને તેના પિતા તેજન્દ્ર સિંઘ (Tejandra Singh) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાવતાની સાથે મહિલા પોલીસ આરોપી પતિ અને સસરાની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. પરંતુ પોલીસની ધરપકડથી બચવા બંને પિતા પુત્ર ઘર મૂકીને ભાગી ગયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. ત્યારે ઘર મૂકીને ભાગી ગયેલા પિતા પુત્રને પોલીસે હાજર થવા હુકમ પણ કર્યો છે.

શહેરના જામનગર રોડ પર રહેતી અમ્રિત કૌર ઉર્ફે ભૂમિકા વ્યાસ દ્વારા પોતાના જ પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, તેના લગ્ન શિખ જ્ઞાતિના રિતીરિવાજ મુજબ થયા હતા. 2017ના જાન્યુઆરીના મહિનામાં ગુરુદ્વારા ખાતે તેના અને અમનવીર સિંઘના લગ્ન થયા હતા. લગ્ન પૂર્વે બંને 2014માં ડાન્સ ક્લાસમાં મળ્યા હતા. જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

લગ્ન જીવન દરમિયાન રાજવીર અને યુવરાજ નામના બે સંતાનો પણ તેમને થયા છે. લગ્ન બાદ પણ સોશિયલ મીડિયામાં છવાઈ રહેતો અમનવીર સિંઘ ઉર્ફે સની અન્ય યુવતીઓ સાથે વાતચીત કરતો હતો. જે બાબતે મને જાણ થતા મેં સનિ તેમજ તેના પિતા સાથે પણ વાતચીત કરી હતી. જે સંદર્ભે મારા પતિએ કહ્યું હતું કે હું અન્ય યુવતીઓ સાથે વાતચીત શરૂ જ રાખીશ. તો બીજી તરફ મારા સસરા પણ મારા પતિને આ બાબતમાં સપોર્ટ કરતા હતા.

મારા પતિ અને મારા સસરા બંને દારૂ પીવાની કુટેવ ધરાવે છે. દારૂ પીને અવારનવાર મારી સાથે ગેરવર્તન કરવામાં આવતું હતું. મારા પતિ પોતાની પાસે રહેલી રિવોલ્વર અને તલવાર બતાવી તને મારી નાખીશ તેવી ધમકી પણ આપતા હતા. મારા સસરાએ મને પહેરેલા કપડે મારા પિયરમાં મૂકી ગયા હતા.

ત્યારથી આજ દિવસ સુધી હું મારા પિયર ખાતે રહું છું. તેમજ મારા દાગીના કરિયાવરમાં જે કંઈ પણ વસ્તુ હું લાવી હતી. તે તમામ વસ્તુ ભેગી એક પણ વસ્તુ મને પાછી આપવામાં નથી આવી.  અત્યાર સુધીમાં મારા પરિવારના વડીલો દ્વારા પાંચ પાંચ વખત સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં મારા પતિ સુધર્યા નથી.

ઉલ્લેખનીય છે કે, અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી પોલીસ અધિકારીઓ સાથે સારો ઘરબો ધરાવે છે. કોઈ નવા પોલીસ અધિકારી ક્રાઈમ બ્રાન્ચ કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવે તો તેમને ગુલદસ્તો આપવાની ટેવ પણ ધરાવે છે.