Home Blog Page 1203

પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા

0

પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા

  • ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં (Gujarat)  સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ (Junagadh) ગિરનાર પણ ઠંડોગાર બન્યો છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. આ સતત વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે (Pavagadh Ropeway) સેવા પણ આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

જૂનાગઢ શહેરમાં હાડ થીજાવતો ઠંડો પવન :

જૂનાગઢ શહેરમાં 2 દિવસથી હાડ થીજવતી ઠંડીને કારણે ગિરનાર પર પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. નોંધનીય છે કે ઠંડા પવનને કારણે જન જીવન પર અસર પડી છે. જેને લઈ હવે લોકોએ ઠંડીથી બચવા તાપણા કરી રાહત મેળવી છે.

રાજ્યમાં પડતી હાડ થીજવતી ઠંડીને લઈ હવે પાવાગઢ રોપ-વે સેવાને લઈને પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, ગઈકાલે પણ પવનના કારણે રોપ-વે કેટલાક સમય સુધી બંધ રખાયો હતો. આ સાથે રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

વધી રહ્યો છે કોરોનાનો ખતરો, ઘરમાં રાખી લો આ પાંચ હેલ્થ ડિવાઈસ

Corona threat is increasing

  • કોરોનાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં કોવિડના કેસ વધી શકે છે. જ્યારથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયામાં કોવિડના કેસ વધ્યા છે.

કોરોનાએ (Corona) ફરી એકવાર લોકોની ચિંતા વધારી છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં કોવિડના કેસ વધી શકે છે. જ્યારથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયામાં (South Korea) કોવિડના કેસ વધ્યા છે, ત્યારપછી ભારતમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટ BF.7 અને XBB.1.5ના કેસ પણ સામે આવ્યા છે.

જેના કારણે કોરોનાને લઈને લોકોમાં ફરી ગભરાટ ફેલાઈ રહ્યો છે. પરંતુ ડરવાને બદલે વધુ સારું છે કે તમે માસ્ક પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને કેટલાક મહત્વપૂર્ણ હેલ્થ ગેજેટ્સ પણ ઘરમાં રાખો. જેથી તમે કોવિડના લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરને બતાવી શકો. દેખાય છે.

ઘરમાં પલ્સ ઓક્સિમીટર રાખો – જ્યારે તમને કોવિડનો ચેપ લાગે છે. ત્યારે કેટલાક લોકોનું ઓક્સિજન લેવલ ઓછું થવા લાગે છે. પલ્સ ઓક્સિમીટર એક એવું હેલ્થ ગેજેટ છે. જે ઓક્સિજન લેવલ વિશે જણાવે છે. જ્યારે ઓક્સિજનનું સંતૃપ્તિ ઓછું થાય છે. ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. આ ગેજેટ દ્વારા તમે ઓક્સિજન સંતૃપ્તિને મોનિટર કરી શકો છો.

ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર – જે લોકોને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હોય, તેમણે ઘરે ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર રાખવું જોઈએ. જો તમને કોવિડનો ચેપ લાગે છે. તો શરીરના મહત્વપૂર્ણ અવયવો પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી કટોકટીની સ્થિતિમાં તમે તાત્કાલિક હોસ્પિટલમાં જઈ શકો.

ઈન્ફ્રારેડ થર્મોમીટર – કોવિડ ચેપના મુખ્ય લક્ષણોમાંનું એક તાવ છે. ઈન્ફ્રારેડ થર્મોમીટર એક એવું હેલ્થ ગેજેટ છે. જેમાં તે તમને કોવિડ સંક્રમિત વ્યક્તિની નજીક ગયા વિના તેના શરીરનું તાપમાન તપાસવામાં મદદ કરે છે. આ કારણે સામાજિક અંતર જાળવવામાં આવે છે.

નેબ્યુલાઈઝર મશીન – કોવિડના લક્ષણોમાં શરદી અને ફ્લૂ, ગળામાં ખરાશનો સમાવેશ થાય છે. સ્ટીમ લેવાથી શરદી-ખાંસીમાં આરામ મળે છે. નેબ્યુલાઈઝર છાતીમાં ફસાયેલા પાણીના ટીપાંને તોડવામાં મદદ કરે છે. બંને મશીનો એવા લોકો માટે ઉપયોગી છે. જેમને ફેફસામાં ભીડ અથવા અસ્થમાની સમસ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ કોવિડ ચેપ દરમિયાન શરદી અને ઉધરસથી પીડિત હોય ત્યારે સ્ટીમર્સ અને નેબ્યુલાઈઝર અવરોધિત નાક અથવા પવનની નળીમાં અવરોધિત કફથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

સામેવાળી વ્યક્તિને ખબર ન પડે એમ છૂપી રીતે કોઈની Instagram સ્ટોરી જોવા માંગો છો ? જાણી લો આ ટ્રીક

Want to secretly view someone’s Instagram story

  • જ્યારે તમે કોઈની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી જુઓ તો સામે વાળાને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ તેની સ્ટોરી જોઈ છે. ઘણા લોકોને એ પસંદ નથી હોતું. એ લોકો આ ટ્રીક અપનાવી શકે છે.

ઈન્ટરનેટ (Internet) આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક એપ્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આજે આપણા બધાના ફોનમાં કેટલીક કોમન સોશિયલ મીડિયા (Social media) એપ્સ ચોક્કસપણે જોવા મળશે. જેમ કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp, Instagram, Facebook વગેરેનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં 1 બિલિયનથી વધુ સક્રિય યુઝર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર લોકો તેમના ફોટા, વિડિયો, રીલ વગેરે શેર કરી શકે છે અને એ સાથે જ આ એપ પર લોકો તેમની રોજીંદી ગતિવિધિઓને સ્ટોરી કે સ્ટેટસના રૂપમાં પણ શેર કરે છે. આ સિવાય ટેક્સ્ટ ક્વોટ હોય કે કોઈની સાથે લંચ ડેટ હોય લોકો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની તસવીરો અથવા વીડિયો શેર કરે છે.

પણ જ્યારે તમે કોઈની સ્ટોરી જુઓ તો સામે વાળાને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ તેની સ્ટોરી જોઈ છે. ઘણા લોકોને એ પસંદ નથી હોતું. ઘણા લોકો ચોરી-છૂપી રીતે બીજી વ્યક્તિની સ્ટોરી જોવા માંગે છે પણ એ કેમ કરવું તે સમજાતું ન હોય. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને તેને ખબર પડે એ રીતે જોઈ શકો છો.

આપણે બધાને ખબર છે કે ઈન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિ સ્ટોરી શેર કરતાની સાથે જ તેના ફોટાની આસપાસ એક વર્તુળ દેખાય છે. જ્યારે અન્ય લોકો તેમની સ્ટોરી જુએ છે ત્યારે તેઓ ‘વ્યૂડ બાય’ લિસ્ટમાં તમારું નામ જોશે. એટલે કે. તેને પોસ્ટ કરનાર વ્યક્તિને ખબર પડે છે કે તેની સ્ટોરી કોણે જોઈ છે પણ જો તમે નથી ઈચ્છતા કે સામેની વ્યક્તિને ખબર પડે કે તમે તેમની સ્ટોરી જોઈ છે. તો એ માટે આ રીતે અપનાવી જુઓ..

એરપ્લેન મોડ :

આ એક સૌથી સરળ રીત છે. પહેલા Instagram ખોલો અને વાર્તા અથવા ફીડ લોડ થવા દો અને ફીડ લોડ થઈ જાય એ પછી મોબાઈલ ફોનને એરપ્લેન મોડમાં મૂકો અને લગભગ 5 સેકન્ડ રાહ જુઓ. પછી ફરીથી Instagram ખોલો અને તમે જેની સ્ટોરી જોવા માંગો છો તેના પર ટેપ કરો. આમ કરવાથી સ્ટોરી ખુલી જશે અને વ્યૂડ બાય લિસ્ટમાં પણ તમારું નામ વ્યક્તિને દેખાશે નહીં.

એકસ્ટ્રા એકાઉન્ટ  :

જો તમે કોઈ એવી વ્યક્તિની સ્ટોરી જોવા માંગો છો કે જેનું એકાઉન્ટ ઓપન છે પણ તમારું નામ અથવા પ્રોફાઇલ દર્શકોની સૂચિમાં દેખાય નહીં. તો તમે એકસ્ટ્રા એટલે કે બીજા એકાઉન્ટ દ્વારા આ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ લોકોને એક કરતાં વધુ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે અને આની મદદથી તમે બીજા વ્યક્તિની સ્ટોરી જોઈ શકો છો.

આ સિવાય ઘણી થર્ડ પાર્ટી એપ્સ અથવા વેબસાઈટસ છે જે તમને આ સુવિધા આપે છે પણ આમ કરવાથી તમારી પ્રાઈવસીમાં ખલેલ પડી શકે છે. તેથી થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઈટસથી દૂર રહેવાનો પ્રયાસ કરો જે સુરક્ષિત નથી.

7.5 લાખ રૂપિયા આવક પર ભરવો પડે છે આટલો ટેક્સ, બજેટ પહેલાં જ થઈ ગયો ખુલાસો

0

This much tax has to be paid on income

  • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્કમ ટેક્સ સ્લેબ જણાવવામાં આવ્યો છે. હાલમાં દેશમાં આવકવેરો ભરવા માટે બે સ્લેબ છે. આમાં New Tax Regime અને Old Tax Regime નો સમાવેશ થાય છે. જો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવામાં આવે તો અલગ આવક પર ટેક્સ ભરવાનો રહેશે.

દેશમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે આવક પર પણ ટેક્સ (Tax) વસૂલવામાં આવે છે. આવક પર ટેક્સ ચૂકવીને લોકો દેશની પ્રગતિ અને વિકાસમાં ફાળો આપે છે. બીજી બાજુ જો તમારી આવક કરપાત્ર છે. તો આવકવેરા સ્લેબ અનુસાર તે આવક પર પણ ટેક્સ ચૂકવવો પડશે.

જો કોઈ કરપાત્ર આવક પર ટેક્સ ન ભરે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ સમયે દેશમાં ટૂંક સમયમાં બજેટ 2023 રજૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નવા બજેટ પહેલા જ વર્તમાન આવકવેરા સ્લેબ વિશે માહિતી હોવી જોઈએ.

Income Tax :

આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા સ્લેબ અંગે જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં આવકવેરો ભરવા માટે બે સ્લેબ છે. આમાં New Tax Regime અને Old Tax Regimeનો સમાવેશ થાય છે. જો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવામાં આવે તો અલગ આવક પર ટેક્સ ભરવાનો રહેશે. જેમાં ઓલ્ડ ટેક્સ પસંદ કરવામાં આવે તો અલગ આવક પર ટેક્સ ચૂકવવામાં આવે છે. આ સાથે જૂના કરવેરા વ્યવસ્થામાં અન્ય ઘણા લાભો પણ સામેલ છે.

Income Tax સ્લેબ :

જો કોઈ વ્યક્તિ New Tax Regime અનુસાર ટેક્સ ફાઈલ કરે છે. તો ત્યાં ઘણા ટેક્સ દરો ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 20-21 મુજબ નવી કર વ્યવસ્થામાં વાર્ષિક રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની વચ્ચેની આવક પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આવકવેરા સ્લેબ દર :

જો આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ છે અને કોઈ વ્યક્તિ વાર્ષિક રૂ. 7.5 લાખ સુધીની કમાણી કરી રહી છે, તો નાણાકીય FY 20-21 અનુસાર નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કર્યા પછી, 10% ટેક્સ વસૂલવામાં આવશે. બીજી તરફ, જો આવક વાર્ષિક રૂ. 7.5 લાખથી વધુ અને વાર્ષિક રૂ. 10 લાખ સુધીની હોય તો નાણાકીય વર્ષ 20-21 અનુસાર New Tax Regime પસંદ કર્યા પછી કરદાતાઓએ તેના પર 15% ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો :-

05 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

05 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનંુ વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. ‌સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

મંત્રીઓના અંગત મદદનીશ અને સચિવો બાદ હવે બંગલાની ફાળવણી પૂર્ણ, 23 નંબરનો બંગલો કોણે મળશે ?

0

After the personal assistants and secretaries

  • નવી સરકાર બન્યા પછી મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ તેમના નિવાસ્થાન અને બંગલાની ફાળવણી પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ રહી છે.

ખાસ વાત એ છે કે એકમાત્ર બંગલો કે જે મંદિરવાળો બંગલો (Bungalow with a Temple) કહેવાય છે તે અને હાલ દેશના ગૃહમંત્રી (Home Minister) અને તે સમયના ગુજરાતના અમિત શાહ (Amit Shah) જે બંગલામાં સૌથી વધારે રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને (Bhanubhein Babria) ફાળવાયો છે.

મંત્રીઓના નિવાસ્થાનમાં એક નિવાસ્થાન જે બંગલાની હંમેશા ચર્ચા થતી રહે છે તે મેલડી માતાજીની દેરી ત્યાં હોવાથી આ બંગલો મંદિર વાળો બંગલો કહેવાય છે. મંત્રી નીવસમાં પ્રમોશન આપતો 23 નંબરનો બંગલો ખાલી રહયો છે. મુખ્યમંત્રી હાઉસની સામે આવેલ આ 23 નંબરના બંગલામાં સૌથી વધારે લાંબા સમય સુધી વજુભાઈ વાળા રહી ચુક્યા છે.

આજ ઘરમાં રહીને મંત્રી રહેલા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ બંગલો નવા મંત્રી મંડળમાં કોઈ ફાળવાયો નથી. આ બંગલો હવે કોણે ફાળવાશે તે જોવું રહ્યું. આ નવી ફાળવણીમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા 10 સીનીયર મંત્રીઓ કે જે સરકારની નજીક રહ્યા હતા તે તમામના બંગલા ખાલી રખાયા છે.

અગાઉ વિપક્ષના નેતાને ફળવાયેલો 7 નંબરનો બંગલો હાલના મંત્રી મુળુભાઈ બેરાને ફાળવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પહેલી ટર્મમાં મંત્રી રહેલા અને આગલી હરોળના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, અને મુકેશ પટેલના બંગલા યથાવત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

‘હું અહીંથી કૂદી રહ્યો છું’ કહીને સગાસંબંધીની સામે જ યુવકે લગાવી દીધી મોતની છલાંગ

0

Saying I am jumping from here

  • યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.

સુરતમાં (Surat) ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સીટીલાઈટના આર્જવ એપાર્ટમેન્ટમાં NRI યુવકે 7 માળેથી કૂદી આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં NRI યુનવકે પોતાના સગાસંબંધીની સામે જ કૂદી જઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક પાંચ દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) બહાર આવ્યું છે કે યુવક માનસિક બીમારીના તણાવમાં આવી આ પગલું ભર્યું છે. આ ઘટના સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય NRI  દીપેશભાઈ રમણલાલ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો. 5 દિવસ પહેલાં જ દીપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. સોમવારે તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી “હું અહીંથી કૂદી રહ્યો છું” એમ કહીને નીચે પડતું મૂકી દીધું હતું.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.

મહત્વનું છે કે, મૃતક યુવક પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના કારણે તણાવમાં આવી યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં ફરી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો નિર્ણય

0

Stone laying on Vande Bharat Express

  • પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. RPF અને રાજ્ય પોલીસે અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) પર સતત બીજા દિવસે પથ્થરમારાની ઘટનાસામે આવી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી (New Jalpaiguri) પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રેલવેએ તપાસ શરૂ કરી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

C3 અને C6 કોચના કાચ તૂટી ગયા : 

ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, પથ્થરમારાની ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

સોમવારે પણ થયો હતો પથ્થરમારો :

માહિતી અનુસાર મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :-

એક વર્ષમાં ગુજરાતમાં 92.21 કરોડના ઈ-મેમો ! ટ્રાફિકના નિયમો તોડી ઈ-મેમો મેળવવામાં અમદાવાદીઓ અવ્વલ !

0

92.21 crore e-memo in Gujarat in one year

  • સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ મામલો આ આંકડાઓ ચિંતાજનક સ્થિતિનું સુચન કરે છે. આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.

ટ્રાફિકના નિયમોની (Traffic rules) ઐસીતૈસી કરવામાં ગુજરાતીઓ કંઈ બાકી નથી મુકતા. સિંગલ જોયા વિના વાહન દોડાવી દેવું એ તો જાણે હવે સ્વભાવ બની ગયો છે. જેને કારણે માત્ર એક જ દિવસમાં રેડલાઈટ વાયોલેશનના (Red Light Violation) અસંખ્ય કેસ બનતા હોય છે. આ અંગે એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.

ગુજરાત રાજ્યના 33 જિલ્લાની  36 જેટલી RTO અને ARTO કચેરી ધ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને ફટકારવામાં આવ્યા છે. RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ  માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યની વાહન વ્યવહાર કચેરી ધ્વારા માહિતી આપવામાં આવી છેકે રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં એક માહિતી અધિનિયમ 2005 હેઠળ એક RTI અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યમાં વર્ષ 2019થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કેટલા રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા. તેના સંદર્ભે વાહન વ્યવહાર કમિશનર કચેરી ધ્વારા ઈ ચલણ સોફ્ટવેરમાંથી સપ્ટેમ્બર 2021 થી ઓગસ્ટ 2022 સુધીની માહિતી આપવામાં આવી હતી.

વાહન વ્યવહાર કમિશનર કચેરી આપવામાં આવેલ માહિતી મુજબ રાજ્યના જિલ્લાઓ અને શહેરોમાં આવેલી RTO અને ARTO કચેરીઓએ  સપ્ટેમ્બર-2021થી જ્યારે મોટર વાહન અધિનિયમમાં ગુનાઓ માટેના દંડ અર્થે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ઈ-ચલણ દ્વારા રૂપિયા 92,21,94,224 દંડ ઈશ્યૂ કર્યો છે. માહિતીમાં આપેવામાં આવેલ સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ રૂ. 11,62,62,219 અમદાવાદ શહેર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

ત્યારબાદ સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો ઈ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTO કચેરી ધ્વારા ઈશ્યૂ કરાયો છે જે રૂ. 21,34,096 છે.

રાજ્યમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઈશ્યૂ કરવામાં આવેલ ઈ મેમો -દંડ  રૂ.  92.21 કરોડનો છે જ્યારે માત્ર અમદાવાદના બે RTO – અમદાવાદ અને અમદાવાદ પૂર્વ તથા બાવળા ARTO કચેરી ધ્વારા ઈશ્યૂ કરવામાં આવેલ દંડ રૂ. 11. 62 કરોડ છે. રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઈ મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઈ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા.

જે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા આ દંડ વાહનોની મોટી સંખ્યા અને રસ્તાઓ પર વધુ સીસીટીવી કેમેરાને કારણે વાહન ચાલકો ધ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઈશ્યૂ કરવામાં કરવામાં આવે છે અને જે પોસ્ટથી વાહન ચાલકના વાહનના નોંધાયેલા નામ સરનામે મોકલી આપવામાં આવે છે અને જે રકમ જે તે ઈસ્યુ કરનાર RTO અને ARTO કચેરીએ ભરવાના હોય છે.

આ પણ વાંચો :-

કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ, જાણો કોને લાગશે લોટરી !

0

Bhupendra Patel government

  • ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે.

ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ (Expansion of the Cabinet) થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનવાની રેસ લાગે તો નવાઈ નહીં.

રાજ્યમાં 156 ધારાસભ્યોની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોને સમાવવા ને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના 17ના મંતરી મંડળમાં સરકાર 2 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી. આ વિસ્તરણમાં આ પૂર્તિ કરી લેવાશે. રાજ્યમં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે. જેઓ દિલ્હી સુધી એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે.

હાલમાં નાના મંત્રી મંડળના કારણે ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ છે. આ અસંતોષની જ્વાળા હાઈકમાન સુધી પહોંચી છે. ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભાના સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધયક્ષ, મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણુંક કરાઈ હતી. હાલની સરકારમાં 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. હજુ 14 જિલ્લા બાકાત છે. અગાઉ ઘણા નેતાને એમ હતું કે આ સરકારમાં તો સમાવેશ થશે પણ ઘણા રહી ગયા છે. હાલમાં માત્ર ધારાસભ્યોમાંથી માત્ર 12 ટકાને સરકારમાં સ્થાન મળ્યું છે. હવે સરકાર નવા વિસ્તરણમાં બાકાત જિલ્લાઓના નેતાઓને ચાન્સ આપી શકે છે. ઘણા નેતાઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે.

હાલમાં જિલ્લાવાર પ્રતિનિધિત્વ :

મંત્રી મંડળમાં જે 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. એમાં સૌથી વધારે સુરત શહેરમાંથી 4 મંત્રીઓ છે. અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી અને એક મંત્રી છે. સરકારમાં ખેડા, કચ્છ, પોરબદર, મોરબી, ગર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સાંબરકાંઠા, નવસારી, જૂનાગઢ અને ગાંધીનગરને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આમ આ જિલ્લાઓમાંથી નવા મંત્રીઓ બની શકે છે.

આ પણ વાંચો :-