કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ, જાણો કોને લાગશે લોટરી !

Share this story

Bhupendra Patel government

  • ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે.

ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ (Expansion of the Cabinet) થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનવાની રેસ લાગે તો નવાઈ નહીં.

રાજ્યમાં 156 ધારાસભ્યોની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોને સમાવવા ને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના 17ના મંતરી મંડળમાં સરકાર 2 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી. આ વિસ્તરણમાં આ પૂર્તિ કરી લેવાશે. રાજ્યમં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે. જેઓ દિલ્હી સુધી એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે.

હાલમાં નાના મંત્રી મંડળના કારણે ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ છે. આ અસંતોષની જ્વાળા હાઈકમાન સુધી પહોંચી છે. ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભાના સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધયક્ષ, મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણુંક કરાઈ હતી. હાલની સરકારમાં 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. હજુ 14 જિલ્લા બાકાત છે. અગાઉ ઘણા નેતાને એમ હતું કે આ સરકારમાં તો સમાવેશ થશે પણ ઘણા રહી ગયા છે. હાલમાં માત્ર ધારાસભ્યોમાંથી માત્ર 12 ટકાને સરકારમાં સ્થાન મળ્યું છે. હવે સરકાર નવા વિસ્તરણમાં બાકાત જિલ્લાઓના નેતાઓને ચાન્સ આપી શકે છે. ઘણા નેતાઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે.

હાલમાં જિલ્લાવાર પ્રતિનિધિત્વ :

મંત્રી મંડળમાં જે 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. એમાં સૌથી વધારે સુરત શહેરમાંથી 4 મંત્રીઓ છે. અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી અને એક મંત્રી છે. સરકારમાં ખેડા, કચ્છ, પોરબદર, મોરબી, ગર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સાંબરકાંઠા, નવસારી, જૂનાગઢ અને ગાંધીનગરને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આમ આ જિલ્લાઓમાંથી નવા મંત્રીઓ બની શકે છે.

આ પણ વાંચો :-