મોંઘવારી કાપશે તહેવારનો પેચ ? ગુજરાતનાં પતંગ બજારના વેપારીઓએ વર્ણવી હૈયાવરાળ

Share this story

Inflation will cut the patch of the festival

  • સુરતના પતંગ બજારમાં હજુ પણ મંદી. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા, કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો.

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે કામ કરી  રહ્યાં છે ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો (Uttarayana) તહેવાર પણ સામેલ છે. ઉત્તરાયણનો તહેવાર આવે તો મોઢામાં પ્રથમ શબ્દ ગુજરાત અને ગુજરાતીઓ જ આવે. ગુજરાતમાં સુરત (Surat) સૌથી મોટું પતંગ માર્કેટ ગણાય છે પંરતુ પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી છે.

સુરતના પતંગ બજારમાં હજુ મંદી :

સુરતના પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી રહી છે. બીજી તરફ જથ્થાબંધ પતંગ બજારમાં ઓર્ડર મુજબ ઘરાકી છે. એક તરફ પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા છે અને બીજી તરફ પતંગની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ પંતગના વેપારીમાં ચિંતા ઘેરાઈ છે ગયા વર્ષે કોરોનાને લઈ માર્કેટ ઠંડુ જોવા મળ્યું હતું જ્યારે આ વર્ષે પણ હજુ સુધી મંદી જોવા મળી રહી છે.

પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા :

પતંગના રો-મટીરીયલમાં ભાવ વધ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા છે. સુરતના રાંદેરમાં પાંચ પેઢીથી એક પરિવાર પતંગ બનાવે છે. હવે ઉત્તરાયણને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ વર્ષે પતંગ માર્કેટમાં અજી રોનક આવી નથી.

અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી :

ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ છે. અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને યુવાનો માટે અવનવી પતંગો અને ફિરકીઓ છે. માંજાને કલર કરનાર લોકો પણ યુપીથી ગુજરાત આવી ગયા છે. જો કે અત્યારે પતંગ અને દોરીના રીલના ભાવમાં વધારાથી થોડી મંદી જોવા મળી રહી છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ 250થી 300 રૂપિયા ચાલી રહ્યાં છે તેવું વેપારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો :-